શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
અમદાવાદઃ કોંગ્રેસના વધુ એક કોર્પોરેટરને લાગ્યો કોરોનાનો ચેપ, જાણો વિગત
ઇન્ડિયા કોલોની વોર્ડના કાઉન્સિલરને કોરોના પોઝિટિવ આવ્યો છે. મેમકો સ્થિત કોવિડ સેન્ટરમાં ભરતી થયા તેવી માહિતી પણ સામે આવી છે.
અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે કોંગ્રેસના વધુએક કાઉન્સિલર કોરોનાની ચપેટમાં આવી ગયા છે. ઇન્ડિયા કોલોની વોર્ડના કાઉન્સિલરને કોરોના પોઝિટિવ આવ્યો છે. મેમકો સ્થિત કોવિડ સેન્ટરમાં ભરતી થયા તેવી માહિતી પણ સામે આવી છે. આ પહેલા કોંગ્રેસના એક કાઉન્સિલર અને એક ધારાસભ્યએ કોરોનાને મ્હાત આપી છે. ભાજપના એક કાઉન્સિલર પણ હોમ આઇસોલેટ તબક્કો પૂર્ણ કરવાના આરે છે.
નોંધનીય છે કે, અમદાવાદમાં અત્યાર સુધીમાં કોરોનાના 9724 કેસો નોંધાયા છે, જેમાંથી 3658 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે 645 લોકોનું કોરોનાને કારણે મોત થયું છે. હાલ, અમદાવાદમાં 5421 દર્દીઓ સારવાર હેઠળ છે. ગુજરાતમાં કોરોનાના કુલ કેસ 13,273 નોંધાયા છે. જેમાંથી 5880 લોકોએ કોરોનાને મ્હાત આપી છે, જ્યારે રાજ્યમાં કુલ 802 લોકોના કોરોનાથી મોત થયા છે. તેમજ હાલ, 6591 લોકો સારવાર હેઠળ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion