શોધખોળ કરો

શું હાર્દિક પટેલ AAPમાં જોડાશે? અરવિંદ કેજરીવાલ સાથે પ્રાથમિક વાટાઘાટો થઈ હોવાની ચર્ચા

દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલ હાર્દિકને આપમાં જોડવા ઈચ્છતા હોવાની માહિતી સામે આવી છે. આ ઉપરાંત હાર્દિક અને કેજરીવાલ વચ્ચે પ્રાથમિક વાટાઘાટો પણ થઈ હોવાની ચર્ચા છે.

અમદાવાદ: રાજ્યમાં ઘણા સમયથી અટકળો ચાલી રહી છે કે પાટીદાર અગ્રણી નરેશ પટેલ રાજકરાણમાં એન્ટ્રી કરી રહ્યા છે. જો કે તેઓ કઈ પાર્ટીમાં જોડાશે તે હજી નક્કી નથી. આ પહેલા સીઆર પાટીલ અને પૂર્વ સીએમ રૂપાણીએ પણ નિવેદનો આપ્યા હતા. પરંતુ નરેશ પટેલે હજી કઈ પાર્ટીમાં જોડાશે તે અંગે પત્તા ખોલ્યા નથી. નરેશ પટેલ અંગે જ્યાં અટકળો ચાલી રહી છે ત્યાં હવે એવી માહિતી સામે આવી છે કોંગ્રેસના કાર્યાકારી અધ્યક્ષ હાર્દિક પટેલ આમ આદમી પાર્ટીના નેતાઓના સંપર્કમાં છે. દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલ હાર્દિકને આપમાં જોડવા ઈચ્છતા હોવાની માહિતી સામે આવી છે. આ ઉપરાંત હાર્દિક અને કેજરીવાલ વચ્ચે પ્રાથમિક વાટાઘાટો પણ થઈ હોવાની માહિતી સામે આવી રહી છે. સુત્રોના મતે પંજાબમાં આપના શાનદાર પ્રદર્શન બાદ હાર્દિક આમ આદમી પાર્ટી તરફ આકર્ષાયા હોવાની અટકળો ચાલી રહી છે.

હવે AAPની નજર ગુજરાત પર 

પંજાબમાં જ્વલંત વિજય મેળવ્યા બાદ હવે આમ આદમી પાર્ટીની નજર ગુજરાત પર છે. ગુજરાતના વર્ષ 2022ના અંતમાં વિધાનસભા ચૂંટણી થવા જય રહી છે, જેને લઈને આમ આદમી પાર્ટીએ અત્યારથી જ શરૂઆત કરી દીધી છે. આમ આદમી પાર્ટીએ ચૂંટણીલક્ષી વિવિધ કાર્યક્રમો શરૂ કરી દીધા છે. અને હવે એવા પણ સમાચારો મળી રહ્યાં છે કે અરવિંદ કેજરીવાલ અને પંજાબમાં મુખ્યપ્રધાન ભગવંત માન ગુજરાત આવશે. 

અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ગુજરાત આવશે

આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં આવનારી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ એપ્રિલના પહેલા અઠવાડિયામાં દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માનનો અમદાવાદમાં કાર્યક્રમ યોજાશે. 2 અથવા 3 એપ્રિલે આમ આદમી પાર્ટીના કેજરીવાલ અને માન અમદાવાદ આવશે. અમદાવાદમાં  દિલ્લી અને પંજાબના મુખ્યમંત્રીનો મોટો રોડ શો અથવા પ્રંચડ રેલી કરવાનું આયોજન છે. 

ગુજરાતમાં AAP મજબૂત કરવા કવાયત

દેશમાં હાલ ઉત્તરપ્રદેશ, ગોવા, મણીપુર, ઉત્તરાખંડ અને પંજાબની વિધાનસભા ચૂંટણી પૂર્ણ થઇ છે. આજે જાહેર થયેલા પરિણામોમાં ટ્રેન્ડમાં પંજાબમાં AAP આગળ અને ઉત્તરપ્રદેશ,  ગોવા, મણીપુર, ઉત્તરાખંડમાં ભાજપ આગળ છે. પંજાબમાં AAPએ કોંગ્રેસના સુપડા સાફ કરી નાખ્યા છે. હવે પંજાબ બાદ AAPની નજર દેશમાં આવનારી વિધાનસભા ચૂંટણી પર રહેશે, જેમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીનો પણ સમાવેશ થાય છે. આવનારી ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં આમ આદમી પાર્ટી પોતાને મજબૂત કરવા તરત જ કવાયત હાથ ધરશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો

ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો

SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક

BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 

કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા

PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ

UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

Embed widget