Rahul Gandhi Gujarat Visit: જાણો રાહુલ ગાંધીએ ગુજરાતીઓેને શું આપી ગેરેન્ટી
Rahul Gandhi Gujarat Visit: આજે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે છે. પરિવર્તન સંકલ્પ સંમેલનમાં રાહુલ ગાંધી અનેક મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી અને કેટલાક વચનો પણ આપ્યા.
Rahul Gandhi Gujarat Visit: આજે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે છે. પરિવર્તન સંકલ્પ સંમેલનમાં રાહુલ ગાંધી અનેક મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, ગુજરાતના દરેક વિસ્તારમાંથી બબ્બર શેર આવ્યા છે. આ બબ્બર શેર વિચારધારાની લડાઈ લડનારા છે. ગુજરાતમાં 25 વર્ષથી આપ જે સહન કરો છો તે હું જાણું છું. આ લડાઈ રાજકીય પાર્ટીની નથી. આ લડાઈ ભાજપ-કોંગ્રેસની નથી. સરદાર પટેલની ભાજપે મૂર્તિ બનાવી. સરદાર પટેલની સૌથી મોટી મૂર્તિ ભાજપ, નરેન્દ્ર મોદી અને આરએસએસએ બનાવી. સરદાર પટેલ માત્ર એક વ્યક્તિ ન હતા, તે ગુજરાત અને ભારતના ખેડૂતોનો અવાજ હતા. તેમના મોઢામાંથી નીકળતો એક એક શબ્દ ખેડૂતોના હિત માટે હતો. લોકતાંત્રિક સંસ્થાઓ સરદાર પટેલે ઉભી કરી હતી. સરદાર પટેલ વગર અમૂલ ઉભુ ના થઈ શકે.
Watch Live: પરિવર્તન સંકલ્પ સંમેલન, અમદાવાદ #ParivartanSankalpSammelan https://t.co/dPiQb9LFww
— Gujarat Congress (@INCGujarat) September 5, 2022
રાહુલ ગાંધીની ગેરેન્ટી
1. કોરોનામાં મૃત્યુ પામેલાને 4 લાખની સહાય
2. ખેડૂતોનું 3 લાખ સુધીનું દેવુ માફ
3. 3 હજાર અંગ્રેજી માધ્યમની સ્કૂલ બનાવીશું
4. દીકરીઓને મફત શિક્ષણ
5. ગેસ સિલિન્ડર 500 રૂપિયામાં આપવાની જાહેરાત
6. 10 લાખ લોકોને રોજગારી આપીશું
7. 10 લાખ સુધીની મફત સારવાર અને વિનામૂલ્યે દવાઓ
8. ભ્રષ્ટાચાર વિરિદ્ધ કાયદો લાવવામાં આવશે.
આ સરકાર ખેડૂતો સામેના 3 કાળા કાયદા લાવી. સમગ્ર દેશમાં ખેડૂતોએ વિરોધ કર્યો. એક તરફ સરદાર પટેલની મૂર્તિ અને બીજી તરફ સરદાર જેની સામે લડતા હતા તેના ઉપર વાર કર્યો. ઉદ્યોગપતિઓના દેવા માફ કરે છે પરંતુ ખેડૂતોના દેવા માફ નથી કરતા. સરદાર પટેલ હોત તો ખેડૂતો સામેના કાયદા ના લાવત અને ખેડૂતોના દેવા માફ કરત. કોંગ્રેસની સરકારે દરેક રાજ્યમાં ખેડૂતોના દેવા માફ કર્યા છે. ગુજરાતમાં પણ અમે રૂ. 3 લાખ સુધીનું ખેડૂતનું દેવું માફ કરીશું. લોકતાંત્રિક સંસ્થાઓનું કામ અમ્પાયર જેવું હોવું જોઈએ. ચૂંટણીપંચ, પોલીસ, મીડિયા, વિધાનસભા વગેરે અમ્પાયર હોવા જોઈએ. ગુજરાતમાં દરેક સંસ્થાઓ પર ભાજપે કબ્જો કરી લીધો છે.
અમારા વાયદા હવે બનશે કાયદા
— Gujarat Congress (@INCGujarat) September 5, 2022
ગુજરાતની પ્રજાની ખુશહાલી માટે પહેલા પણ કોંગ્રેસની સરકારે જ કામ કર્યું હતું અને 2022માં સરકાર બન્યા પછી કોંગ્રેસની સરકાર જ કરશે. #RahulNa8Vachan @RahulGandhi pic.twitter.com/DG8aEIAiai
ગુજરાત ડ્રગ્સનું સેન્ટર બની ગયું છે. મુન્દ્રા પોર્ટ પરથી દર મહિને ડ્રગ્સ મળે છે. મુન્દ્રા પોર્ટ સામે તપાસ કેમ નથી થતી. ગુજરાત ઉપર 3 - 4 ઉદ્યોગપતિઓનું રાજ છે.
સરદાર પટેલ જે વિચારધારા સામે લડ્યા હતા, તે વિચારધારા સામે લડવાનું છેઃ ગાંધી જે સરકાર આંદોલન માટે મંજૂરી લેવાનું કહે તે સરકારને હટાવી દો. ગુજરાતમાં કોરોનાથી 3 લાખ લોકોના મૃત્યુ થયા. ભાજપની સરકારે વળતર આપ્યું? કોરોનાના કારણે મૃત્યુ પામનારા લોકોનાં પરિવારને કોંગ્રેસ રૂ. 4 લાખ આપશે.