Gujarat Congress: લોકસભા ચૂંટણી પહેલા જ ગુજરાત કોંગ્રેસના બે નેતાઓએ ફોડ્યો લેટર બોમ્બ, લગાવ્યા ચોંકાવનારા આરોપ
ગાંધીનગર: લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં ચાલતો આંતરિક કલેહ ફરી સપાટી પર આવ્યો છે. હજુ તાજેતરમાં જ શક્તિસિંહ ગોહિલને ગુજરાત કોંગ્રેસના પ્રભારી બનાવવામાં આવ્યા છે. એવા સમયે જ કોંગ્રેસનો વિખવાદ સામે આવતા રાજકારણ ગરમાયું છે.
ગાંધીનગર: લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં ચાલતો આંતરિક કલેહ ફરી સપાટી પર આવ્યો છે. હજુ તાજેતરમાં જ શક્તિસિંહ ગોહિલને ગુજરાત કોંગ્રેસના પ્રભારી બનાવવામાં આવ્યા છે. એવા સમયે જ કોંગ્રેસનો વિખવાદ સામે આવતા રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે લેટર બોમ્બ ફોડતા ચકચાર મચી છે. તેમણે લખ્યું કે, અમુક નેતાઓ ચંડાળ ચોકડી બનાવી પ્રદેશ અધ્યક્ષ અને મોવડી મંડળને ગેરમાર્ગે દોરવાનું બંધ કરે.
કોંગ્રેસમાં માનનારા તમામ ધર્મના અને સમૂહના નાના કાર્યકરને મહત્વ આપી નવું નેતૃત્વ ઉભુ કરો. આ લેટર ત્યારે સામે આવ્યો જ્યારે ગુજરાતના પીઢ નેતાઓ દિલ્હી ગયા હતા. જેની એક તસવીર શેર કરવામાં આવી હતી. જો કે, નેતાઓ દિલ્હી ગયા હતા તેમાં મુસ્લીમ સમાજમાંથી આવતા ગ્યાસુદ્દિન શેખ અને ઈમરાન ખેડાવાલાને સામેલ કરવામાં આવ્યા નહોતા. તેમ તેમણે સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, અમદાવાદ,રાજકોટ,સુરત,વડોદરા જેવા મહાનગરોમાં પોતાનું હિત કેટલાક લોકો વર્ષોથી પ્રસ્થાપિત કરીને બેઠા છે. આવા લોકો ઘણા વર્ષોથી શહેરોમાં કોંગ્રેસને સારું પરિણામ આપી શક્યા નથી.
શહેરી વિસ્તારમાં આવા લોકોને હોદ્દા પરથી દૂર નહિ કરાય ત્યાં સુધી કોંગ્રેસ સત્તા પર નહિ આવી શકે.
विधायक इमरान खेडावाला और सीनियर पूर्व विधायक गयासुद्दीन शेख आपसे निवेदन करते है
— Gyasuddin Shaikh (@Gyasuddin_INC) June 22, 2023
ऐसा महसूस हो रहाहे गुजरात कांग्रेस ने इतिहास की सबसे बुरी हार के बावजूद कुछ सबक नहीं सिखा ? @kharge @RahulGandhi @priyankagandhi @kcvenugopalmp @shaktisinhgohil
1/2 pic.twitter.com/3GotzTxlDU
આમ લોકસભાની ચૂંટણી પહેલા કૉંગ્રેસમાં અસંતોષની આગ ફાટી નિકળી છે. પૂર્વ MLA ગ્યાસુદ્દીન શેખે પ્રદેશ કૉંગ્રેસના અમુક નેતાઓ પર આરોપ લગાવ્યો છે. ગ્યાસુદ્દીન શેખે કહ્યું કે, ચંડાલ ચોકડીઓ નવા પ્રદેશ પ્રમુખને ગેરમાર્ગે દોરે છે. અમુક લોકો પોતાનું મનમાનીતુ કરાવે છે. બધા જાણે છે અમુક લોકો વર્ષોથી કબજો કરીને બેઠા છે. એટલે જ શહેરોમાં અમારી બેઠકો નથી આવતી ગ્યાસુદ્દીન શેખે પ્રદેશ પ્રમુખને અપીલ કરતા કહ્યું કે, લઘુમતી જ નહીં,તમામ સમાજના લોકોને પ્રાધાન્ય આપો.
ગ્યાસુદ્દીન શેખના સમર્થનમાં કોંગ્રેસના અગ્રણી મુસ્લિમ નેતા આવ્યા
તો બીજી તરફ પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખના સમર્થનમાં કોંગ્રેસના અગ્રણી મુસ્લિમ નેતા આવ્યા છે. કચ્છ કોંગ્રેસના મુસ્લિમ નેતા હાજી જુમાં રાયમાએ ગ્યાસુદ્દિન શેખની નારાજગીનું સમર્થન કર્યું છે. પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલને સંબોધીને તેમણે ટ્વીટ કર્યું છે. ગુજરાતથી દિલ્હી જતા પ્રતિનિધિ મંડળમાં મુસ્લિમ નેતાઓએ પણ સાથે રાખવાની વાત કરી છે. ગ્યાસુદ્દીન શેખ અને ઇમરાન ખેડાવાલાને સાથે રાખવા માગ કરી છે. ગુજરાતના મુસ્લિમ સમાજની આ લાગણી હોવાની હાજી જુમાં રાયમાએ વાત કરી હતી.