Biparjoy Cyclone: બિપરજોય વાવાઝોડાથી થયેલા નુકશાનનો તાગ મેળવશે કોંગી નેતાઓ,જાણો શક્તિસિંહે કોને કોને સોંપી જવાબદારી
અમદાવાદ: બિપરજોય વાવાઝોડાથી થયેલા નુકશાનનો અંદાજ મેળવવા ગુજરાત કોંગ્રેસે નેતાઓને જવાબદારી સોંપી છે. ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે સિનિયર નેતાઓને અલગ અલગ જિલ્લાની જવાબદારી સોંપી છે.
અમદાવાદ: બિપરજોય વાવાઝોડાથી થયેલા નુકશાનનો અંદાજ મેળવવા ગુજરાત કોંગ્રેસે નેતાઓને જવાબદારી સોંપી છે. ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે સિનિયર નેતાઓને અલગ અલગ જિલ્લાની જવાબદારી સોંપી છે. બનાસકાંઠા અને પાટણ જિલ્લાની જવાબદારી જગદીશ ઠાકોર, લાલજી દેસાઈ અને જીગ્નેશ મેવાણીને સોંપાઈ છે. કચ્છ જિલ્લાની જવાબદારી લલિત કગથરા,જાવેદ પીરઝાદા અને નૌશાદ સોલંકીને સોંપાઈ છે.
જામનગર અને દ્વારકા જિલ્લાની જવાબદારી અમરીશ ડેર,ઈન્દ્રવિજયસિંહ ગોહિલ અને લલિત વસોયાને સોંપાઈ છે. પોરબંદર જિલ્લાની જવાબદારી પરેશ ધાનાણી,ભીખુભાઈ વરોતરિયા અને પાલ આંબલીયાને સોંપાઈ છે. સરકારે કરેલી જાહેરાત કેટલી મદદરૂપ,જાહેરાત મુજબ સહાય મળી કે નહિ તે કોંગ્રેસના આગેવાનો ચકાસશે. પરિસ્થિતિ જાણીને તે અંગે કલેકટરને આવેદનપત્ર આપશે. જે તે ગામમાં વીજળી પહોંચી કે હજુ પહોંચી નથી તે કોંગ્રેસના આગેવાનો તપાસ કરશે. તમામ જિલ્લાઓ અંગેનો રિપોર્ટ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલને સોંપવા સૂચના આપવામાં આવી છે.
બિપરજોય વાવાઝોડા દરમિયાન થયેલા નુકશાન અંગે સહાયની જાહેરાત
બિપરજોય વાવાઝોડામાં થયેલા નુકશાન અંગે રાજ્ય સરકારે સહાયની જાહેરાત કરી છે. કપડા અને ઘરવખરીના નુકશાન માટે સરકાર રૂપિયા 7000 ચુકવશે. સંપૂર્ણ નાશ થયેલ કાચા પાકા મકાન માટે રૂપિયા 1,20,000ની સહાય અપાશે. આંશિક નુકસાન થયેલા પાકા મકાનો માટે રૂપિયા 15000ની સહાય ચૂકવાશે. આંશિક નુકસાન થયેલ કાચા મકાનો માટે રૂપિયા 10,000ની સહાય જાહેર કરવામાં આવી છે. સંપૂર્ણ નાશ થયેલ ઝુંપડા માટે રૂપિયા 10,000 ચૂકવવાની જાહેરાત કરવામાં આવી છે. ઘર સાથેના શેડના નુકસાન માટે રૂપિયા 5000ની સહાય અપાશે. તમામ સહાયમાં SDRF ઉપરાંત રાજ્ય સરકાર પોતાના બજેટમાથી વધારાની રકમ આપશે.
રાજ્ય સરકારે કેસ ડોલ્સ ચૂકવવાની કરી હતી જાહેરાત
પરજોય વાવાઝોડાને કારણે રાજ્યમાં માનવ ખુવારી તો નથી થઈ પરંતુ 92 જેટલા પશુઓના મોત થયા છે. 653 કાચા મકાનો, 66 પાકા મકાનો, 175 ઝૂંપડા, 1 જેટી અવે 24 નાના વાહનોને નુકશાન થયું છે.બિપરજોય વાવાઝોડામાં સ્થળાંતર કરાયેલ લોકોને કેસ ડોલ્સ ચૂકવવામાં આવશે. પુખ્ત વયના લોકોને 100 જ્યારે બાળકને 60 રૂપિયા પ્રતિદિન કેસ ડોલ્સ ચૂકવવામાં આવશે. રાજ્ય સરકાર 5 દિવસનું કેસ ડોલ્સ ચૂકવશે.