શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કૉંગ્રેસનાં ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ ક્યાં કારણોસર આપ્યું રાજીનામું ? જાણો વિગતો
અમદાવાદ કૉંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દિધું છે.
અમદાવાદ: ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં કૉંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. અમદાવાદ કૉંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દિધું છે. પક્ષ પ્રમુખ અમિત ચાવડાને મળીને તેમણે રાજીનામું આપ્યું છે. ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ ધારાસભ્ય પદેથી આપ્યું રાજીનામું આપ્યું છે. અમદાવાદ મનપાની ચૂંટણીમાં ઉમેવાર નક્કી કરાયા બાદ બીજા ઉમેદવારને મેન્ડેટ અપાતા તેઓ નારાજ થયા છે.
કાર્યકર્તાઓ સાથે મળીને ચર્ચા કરી છે. આ મુદ્દે અમિત ચાવડાએ ઇમરાન ખેડાવાલા સાથે ટેલીફોનિક વાતચીત કરીને મુદ્દાનો ઉકેલ લાવવાની ખાતરી આપી રાજીનામુ ન આપવા જણાવ્યું હતું. બહેરામપુરામાં ટિકિટ વહેંચણીને લઈને નારાજ ચાલી રહ્યા છે ઇમરાન ખેડાવાલા.
ખાસ કરી ને બહેરામપુરા વોર્ડમાં તસ્લિમ તીર્મઝી અને નઝમા રંગરેઝને ટિકિટ આપતા ખેડાવાલા નારાજ થયા હતા. કોંગ્રેસે બહેરામપુરામાં છ ઉમેદવારોને મેન્ડેટ આપ્યા છે. બહેરામપુરા વોર્ડમાં 4 ઉમેદવારો ફાઇનલ થયા પછી અન્ય બે ઉમેદવારોને મેન્ડેટ અપાતા નારાજગી સામે આવી છે તેમનો આક્ષેપ પણ રહ્યો છે કે કોઈ નેતાના દબાણમાં આવીને કરવામાં આવેલા નિર્ણયથી તે નાખુશ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
રાજકોટ
દેશ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion