શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Coronavirus Effect: રાજ્યસભાની ચૂંટણી મોકૂફ રહેતા કોંગ્રેસના તમામ MLAs જયપુરની રિસોર્ટમાંથી પરત ફર્યાં, જાણો
હાલ ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે આગામી 26 તારીખે યોજાનારી રાજ્યસભાની ચૂંટણી મોકૂફ રાખવામાં આવેલ છે. જેને કારણે જયપુરની રિસોર્ટમાં રોકાયેલા કોંગ્રેસના તમામ 68 જેટલા ધારાસભ્યો પરત ફર્યાં
અમદાવાદ: હાલ ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે આગામી 26 તારીખે યોજાનારી રાજ્યસભાની ચૂંટણી મોકૂફ રાખવામાં આવેલ છે. જેને કારણે જયપુરની રિસોર્ટમાં રોકાયેલા કોંગ્રેસના તમામ 68 જેટલા ધારાસભ્યો પરત ફર્યાં હોવાનું જાણવા મળ્યું છે. નોંધનીય છે કે, આગામી 26મીએ રાજ્યસબાની ચૂંટણી યોજાવાની હતી જોકે હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવેલ છે.
આગામી 26મીના રોજ યોજાનારી રાજ્યસભાની ચૂંટણી કોરોના વાયરસના કારણે મોકૂફ રાખવામાં આવતાં જયપુરના રિસોર્ટમાં રોકાયેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના 68 જેટલા ધારાસભ્યો અને પ્રદેશના નેતાઓ મંગળવારે અમદાવાદ એરપોર્ટ પર જોવા મળ્યાં હતાં.
રાજ્યસભાની 4 સીટની ચૂંટણી માટે ભાજપમાંથી અભય ભારદ્વાજ, રમીલાબેન બારા અને નરહરિ અમીને ઉમેદવારી કરી હતી. જ્યારે કોંગ્રેસમાંથી ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલે ફોર્મ ભર્યાં હતા. આ ચૂંટણી માટે 26 માર્ચે સવારના 9 વાગ્યાથી 4 વાગ્ય સુધી મતદાન અને સાંજે પાંચ વાગ્યે મતગણતરી થવાની હતી. પરંતુ હવે આ આ ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ધર્મ-જ્યોતિષ
Advertisement
gujarati.abplive.com
Opinion