શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કોંગ્રેસમાં ટિકિટોની વહેંચણીમાં વંશવાદ, ક્યા શહેર પ્રમુખના પરિવારમાંથી બબ્બે જણને મળી ટિકિટ ?
રાજ્યની 6 મહાનગરપાલિકા, 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતોની ચૂંટણી ફેબ્રુઆરીમાં યોજવાની જાહેરાત ચૂંટણીપંચે 23 જાન્યુઆરીના રોજ કરી હતી.
અમદાવાદ: સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ ટીકીટની ફાળવણીમાં કૉંગ્રેસમાં પરિવારવાદ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં ધારાસભ્યના પુત્રને ટીકીટ આપવામાં આવી છે. ધારાસભ્ય લાખા ભરવાડના પુત્ર મેહુલ ભરવાડને લાંભા વોર્ડ માંથી કૉંગ્રેસે ટીકીટ આપી છે.
5 ટર્મના કોર્પોરેટર સુરેન્દ્ર બક્ષીના પુત્રને પણ કોંગ્રેસે ટીકીટ આપી છે. સુરેન્દ્ર બક્ષીના પુત્ર નીરવ બક્ષીને દરિયપુરથી ટીકીટ આપી છે.
સુરત શહેર કોંગ્રેસના પ્રમુખના પરિવારમાં બે ટીકીટ આપવામાં આવી છે. બાબુ રાયકાના પુત્ર અને ભત્રીજાને ટીકીટ આપવામાં આવી છે. મારા નહિ પણ સારાને ટીકીટ આપવાનો નેતાઓનો દાવો પોકળ સાબિત થયો છે.
રાજ્યની 6 મહાનગરપાલિકા, 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતોની ચૂંટણી ફેબ્રુઆરીમાં યોજવાની જાહેરાત ચૂંટણીપંચે 23 જાન્યુઆરીના રોજ કરી હતી. 6 મહાનગરપાલિકા અમદાવાદ, ભાવનગર, જામનગર, રાજકોટ, સુરત અને વડોદરા માટે 21 ફેબ્રુઆરી અને નગરપાલિકા-જિલ્લા-તાલુકા પંચાયતો માટે 28 ફેબ્રુઆરીએ સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. 6 મહાનગરપાલિકા માટે 23 ફેબ્રુઆરીએ મતગણતરી થશે અને એ જ દિવસે પરિણામો જાહેર થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
બોલિવૂડ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion