શોધખોળ કરો
Advertisement
ગુજરાતના આ જિલ્લામાં કોરોનાનો રાફડો ફાટ્યો, દર્દીઓને બીજા જીલ્લામાં ખસેડવાની ફરજ પડી
ખાનગી હોસ્પિટલોમાં 181 દર્દીઓ વેંટીલેટર પર છે. જ્યારે નિકોલની કોવિડ સેંટરમાં 65 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.
અમદાવાદઃ શહેરમાં દિવસે દિવસે કોરોનાનું સતત વધતુ સંક્રમણ ભયજનક બની રહ્યું છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં વધુ 318 દર્દીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. જ્યારે નવા નોંધાતા દર્દીઓની સાથે મૃત્યુઆંક પણ વધતો જઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં આઠ દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યા છે.
ખાનગી હોસ્પિટલોમાં 181 દર્દીઓ વેંટીલેટર પર છે. જ્યારે નિકોલની કોવિડ સેંટરમાં 65 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. અમદાવાદ શહેરના 30 કોરોના દર્દીઓને ખેડા ખસેડવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલમાં બીજા દિવસે વધુ 94 દર્દીઓને સારવાર માટે દાખલ કરાયા છે. એમ બે દિવસમાં અમદાવાદ સિવિલમાં 200 કોરોનાના દર્દીઓ દાખલ કરાતા દર્દીઓની સંખ્યા 700 પર પહોંચી ગઈ છે.
બોપલ સફલ પરિસરમાં 80 લોકો કોરોના પોઝિટીવ આવતા પ્રશાસન દોડતુ થયું છે. નદીપારના વિસ્તારોમાં પણ કોરોનાનું સંક્રમણ વધ્યું છે. ત્યારે ભૂયંગદેવ સોસાયટીને માઈક્રો કંટેઈમેંટમાં મુકાઈ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement