શોધખોળ કરો
Advertisement
કોરોનાના કહેર વચ્ચે ગુજરાતીઓ માટે શું આવ્યા મોટા રાહતના સમાચાર? જાણીને થઈ જશો ખુશ
ગઈ કાલે રાજ્યમાં 1332 કેસ નોંધાયા હતા. જેની સામે 1415 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. આમ, ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી રિકવરી રેટ વધતા એક્ટિવ કેસો ઘટીને 16,230 થયા છે.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. રાજ્યમાં એગ્રેસિવ ટેસ્ટિંગને પ્રમાણે છેલ્લા કેટલાય દિવસોથી દૈનિક કેસો 1200ને પાર થઈ ગયા છે. ત્યારે રાજ્યના લોકો માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા આવનારા દર્દીઓ કરતાં વધુ લોકો રિકવર થઈને ઘરે જઈ રહ્યા છે, જેને કારણે રાજ્યમાં એક્ટિવ કેસોમાં ઘટાડો નોંધાયો છે.
ગઈ કાલે રાજ્યમાં 1332 કેસ નોંધાયા હતા. જેની સામે 1415 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. આમ, ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી રિકવરી રેટ વધતા એક્ટિવ કેસો ઘટીને 16,230 થયા છે. કોરોનાનું સંક્રમણ વધતું અટકાવવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ગઈ કાલે 72,151 ટેસ્ટ કરવામાં આવ્યા, જે રાજ્યની વસ્તીના પ્રતિદિન 1110.01 ટેસ્ટ પ્રતિ મિલિયન જેટલા થવા પામે છે.
રાજ્યના લોકો માટે મોટી રાહતના સમાચાર એ પણ છે કે, એગ્રેસિવ ટેસ્ટિંગને કારણે દૈનિક કેસો વધી રહ્યા છે. જોકે, દર્દીઓનો સાજા થવાનો દર પણ ઊંચો છે. હાલ, રાજ્યનો આ દર 82.31 ટકા થઈ ગયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 90,230 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. એટલું જ નહીં, કોરોનાના નવા કેસોની સામે મૃત્યુદરમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. ગઈ કાલે રાજ્યમાં 15 લોકોના કોરોનાથી મોત થયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
અમદાવાદ
Advertisement
gujarati.abplive.com
Opinion