શોધખોળ કરો
Advertisement
અમદાવાદના કરફ્યુગ્રસ્ત વિસ્તારોમાં ક્યાં સમય દરમિયાન બહાર નિકળવાની છે છૂટ? જાણો કોણ નિકળી શકશે બહાર?
ગુજરાતમાં અમદાવાદમાં કોરોનાના કેસોની સંખ્યા સૌથી વધારે છે ત્યારે અમદાવાદ શહેરના કોટ વિસ્તાર તથા દાણીલીમડામાં કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે.
અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદમાં કોરોનાના કેસોની સંખ્યા સૌથી વધારે છે ત્યારે અમદાવાદ શહેરના કોટ વિસ્તાર તથા દાણીલીમડામાં કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે. અમદાવાદના કોટ વિસ્તારમાં આવેલા શાહપુર, કારંજ, દરિયાપુર, ગાયકવાડ હવેલી, ખાડિયા, કાલુપુર ઉપરાંતદાણીલીમડા વિસ્તારોમાં બુધવાર ને 15 એપ્રિલની સવારે 6 વાગ્યાથી જ કર્ફ્યૂ લગાવી દેવાયો છે. આ કરફ્યુ 21 એપ્રિલ સુધી અમલી રહેશે.
કરફ્યુગ્રસ્ત વિસ્તારોમાં બપોરે 1 વાગ્યાથી 4 વાગ્યા સુધી છૂટ અપાશે. જો કે માત્ર મહિલાઓ જ બહાર નિકળી શકશે. આ છૂટ દરમિયાન દૂધ, અનાજ, કરિયાણું વગેરે જેવી વસ્તુઓ લેવા જઈ શકશે.
રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ માહિતી આપતા જણાવ્યું છે કે, ‘લોકડાઉનની કામગીરીને પોલીસની ફરજ નહીં માનવધર્મ સમજવો જોઇએ. જેમાં લોકોના સહકારની જરૂર છે.’
તેમણે જણાવ્યું હતું કે, ‘હોટસ્પોટ વિસ્તારમાં હજુ વધારે સઘન પોલીસ સુરક્ષા ગોઠવવામાં આવશે. લોકડાઉનને સાથે મળી મજબૂત બનાવીશું તો જ હોટસ્પોટમાં વાઇરસ રોકી શકીશું. આ સિવાય એપીએમસી અને શાકભાજી માર્કેટ, બેન્ક વગેરે જેવી જગ્યાએ પણ પેટ્રોલિંગ વધારવામાં આવશે. આ તમામ પગલાં લોકોના હિત માટે લેવામાં આવી રહ્યાં છે.’
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
આરોગ્ય
શિક્ષણ
સમાચાર
Advertisement