શોધખોળ કરો
હવે ગુજરાતના આ વિસ્તારોમાં કોરોના મચાવી રહ્યો છે હાહાકાર, એક્ટિવ કેસો 5 હજાર નજીક પહોંચ્યા, જાણો વિગત
સૌરાષ્ટ્ર-કચ્છમાં એક્ટિવ કેસો 5 હજારની નજીક પહોંચી ગયા છે. તેમજ પોરબંદર જિલ્લાને બાદ કરતાં તમામ જિલ્લામાં એક્ટિવ કેસો 100થી વધુ છે.

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. હવે કોરોનાનું એપી સેન્ટર અમદાવાદ- સુરત પછી રાજકોટ તરફ મૂવ કરી રહ્યું છે. ગઈ કાલે જ આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ પણ જણાવ્યું હતું કે, રાજકોટમાં કોરોનાનો રાઇઝિંગ ટ્રેન્ડ શરૂ થયો છે. જેથી હવે રાજકોટ અને સૌરાષ્ટ્રવાસીઓએ ચેતી જવાની જરૂર છે. કારણ કે, સૌરાષ્ટ્ર-કચ્છમાં એક્ટિવ કેસો 5 હજારની નજીક પહોંચી ગયા છે. તેમજ પોરબંદર જિલ્લાને બાદ કરતાં તમામ જિલ્લામાં એક્ટિવ કેસો 100થી વધુ છે. ગુજરાતમાં કોરોનાના કુલ એક્ટિવ કેસો 15708 છે, જેમાંથી સૌરાષ્ટ્ર-કચ્છના જ એક્ટિવ કેસો 4895 છે. જેમાંથી માત્ર રાજકોટ જિલ્લામાં જ કોરોનાના કુલ એક્ટિવ કેસો 2033 છે. રાજકોટ જિલ્લો એક્ટિવ કેસોની દ્રષ્ટીએ અમદાવાદ અને સુરત પછી ત્રીજા નંબરે આવે છે. એક સમયે સૌરાષ્ટ્રમાં જ ગ્રીન ઝોનમાં પાંચ જિલ્લા સમાવિષ્ટ હતા. જેમાં અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, મોરબી અને પોરબંદરનો સમાવેશ થતો હતો. આ જિલ્લાઓની વર્તમાન સ્થિતિ જોઇએ તો અમરેલીમાં 410, જૂનાગઢમાં 228, ગીર સોમનાથમાં 156, મોરબીમાં 207 અને પોરબંદરમાં 39 એક્ટિવ કેસો છે.
| District Name | Active Positive Cases | Cases Tested for COVID19 | Patients Recovered | People Under Quarantine | Total Deaths |
| Amreli | 410 | 37901 | 889 | 61838 | 19 |
| Bhavnagar | 471 | 77640 | 2358 | 3204 | 45 |
| Botad | 121 | 18599 | 383 | 585 | 5 |
| Devbhoomi Dwarka | 146 | 18461 | 133 | 4 | 4 |
| Gir Somnath | 156 | 27982 | 821 | 6058 | 14 |
| Jamnagar | 447 | 63244 | 2315 | 10790 | 28 |
| Junagadh | 228 | 48891 | 1532 | 1878 | 30 |
| Kutch | 337 | 35147 | 960 | 4537 | 30 |
| Morbi | 207 | 26278 | 729 | 381 | 14 |
| Porbandar | 39 | 18340 | 286 | 585 | 4 |
| Rajkot | 2033 | 98622 | 2803 | 6657 | 92 |
| Surendranagar | 300 | 43239 | 890 | 8922 | 8 |
| Total | 4895 | 514344 | 14099 | 105439 | 293 |
વધુ વાંચો




















