શોધખોળ કરો

કોરોનાની રસી લેવી ફરજિયાત છે કે નહીં ? અધિકારીને નોકરીમાંથી કાઢી મૂકવાની નોટિસ આપતાં કરી હાઈકોર્ટમાં અરજી

અધિકારીએ રસી લેવાનો ઇનકાર કરતા વાયુસેનાએ અધિકારીને આપી હતી નોકરીમાંથી બરતરફ કરવા અંગેની કારણદર્શક નોટિસ આપી હતી. અધિકારીએ આ નોટીસને હાઇકોર્ટમાં પડકારી છે. રસીની આડઅસરોના ભયથી પોતે રસી લેવા નહીં માંગતા હોવાની અધિકારીએ હાઇકોર્ટમાં રજુઆત કરી છે. 

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં જોરશોરથી કોરોના રસીકરણ ચાલી રહ્યું છે, ત્યારે શું કોરોનાની રસી લેવી ફરજીયાત છે કે મરજીયાત તેનો વિવાદ હાઇકોર્ટ પહોંચ્યો છે. ભારતીય વાયુસેનાના એક અધિકારીએ હાઇકોર્ટમાં અરજી કરી છે. રસી લેવા માટે દબાણ કરી શકાય નહીં એવી કરી રજુઆત કરવામાં આવી છે. 

અધિકારીએ રસી લેવાનો ઇનકાર કરતા વાયુસેનાએ અધિકારીને આપી હતી નોકરીમાંથી બરતરફ કરવા અંગેની કારણદર્શક નોટિસ આપી હતી. અધિકારીએ આ નોટીસને હાઇકોર્ટમાં પડકારી છે. રસીની આડઅસરોના ભયથી પોતે રસી લેવા નહીં માંગતા હોવાની અધિકારીએ હાઇકોર્ટમાં રજુઆત કરી છે. 

હાઇકોર્ટે વાયુસેનાના અધિકારીને રાહત આપી છે. અધિકારીની તરફેણમાં વચગાળાનો મનાઇહુકમ કર્યો છે. હાઈકોર્ટે વાયુસેનાને ઇશ્યુ કરી નોટિસ આગામી મુદત સુધી અધિકારી સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવા પર કોર્ટે સ્ટે આપ્યો છે. 

Gujarat Corona cases: રાજ્યમાં કોરોનાના 135 કેસ નોંધાયા, 612 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત

ગુજરાતમાં કોરોનાની બીજી લહેરની ગતિ ધીમી પડી છે. રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 200થી પણ ઓછા નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે કોરોના સંક્રમણના 135 કેસ નોંધાયા છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે 3 દર્દીના મૃત્યુ થયા છે. રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 10037 પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 612 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.  રાજ્યમાં હાલ સાજા થવાનો દર 98.15  ટકા છે.

ગુજરાત આરોગ્ય વિભાગે આપેલા આંકડા પ્રમાણે આજે  સાંજના પાંચ વાગ્યા સુધી કુલ 4,53,300 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે રાજ્યમાં આજે કુલ 612 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો દર 98.15 ટકા છે. 

જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં કુલ 5159 દર્દી એક્ટિવ છે. જે પૈકી 86 દર્દી વેન્ટિલેટર પર છે. 5073 લોકો સ્ટેબલ છે. 807424 દર્દી સાજા થઇ ચુક્યા છે. આજે કોરોનાને કારણે અમદાવાદ કોર્પોરેશનમાં 1, આણંદ 1 અને જૂનાગઢ કોર્પોરેશનમાં 1 વ્યક્તિનાં મોત સાથે કુલ 3 લોકોના મોત થયા છે. કુલ 10037 લોકોનાં મોત નિપજ્યાં છે. 

આજના નવા કેસની ચર્ચા કરીએ તો સૌથી વધુ અમદાવાદ શહેરમાં 30 કેસ નોંધાયા છે જ્યારે સુરત શહેરમાં 14 કેસ નોંધાયા છે જ્યારે રાજકોટ શહેરમાં 10, સુરત જિલ્લામાં 8, વડોદરા શહેરમાં 8, વડોદરા જિલ્લામાં 7, રાજકોટ શહેરમાં 6, જૂનાગઢમાં 5, કચ્છમાં 5, વલસાડમાં 5, દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથમાં 4-4 કેસ નોંધાયા છે.

45 વર્ષથી વધારે ઉંમરના લોકોને 67759 લોકોને પ્રથમ ડોઝ અને 50119 લોકોને બીજો ડોઝ અપાયો છે. જ્યારે 18થી 45 વર્ષ સુધીના નાગરિકો પૈકી 310741 ને પ્રથમ ડોઝ અને 17164 લોકોને બીજો ડોઝ અપાઇ ચુક્યો છે.

રાજ્યમાં આજે કોરોના સંક્રમણના 135 કેસ નોંધાયા છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે 3 દર્દીના મૃત્યુ થયા છે. રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 10037 પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 612 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gold Price Today: સોનાના ભાવમાં મોટો કડાકો, એક જ ઝટકામાં 24 થી 18 કેરેટ સોનું થયું સસ્તું; જાણો 6 ડિસેમ્બરના લેટેસ્ટ રેટ
સોનાના ભાવમાં મોટો કડાકો, એક જ ઝટકામાં 24 થી 18 કેરેટ સોનું થયું સસ્તું; જાણો 6 ડિસેમ્બરના લેટેસ્ટ રેટ
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય

વિડિઓઝ

AAPના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર ફેંકાયું જૂતું, હાજર લોકોએ શખ્સની કરી ધોલાઈ
Hun To Bolish | હું તો બોલીશ | વાંઢા નગરી'?
Hun To Bolish | હું તો બોલીશ | કોણ ગણશે અને કોણ પકડશે કૂતરા ?
Rajkot News: રાજકોટમાં બકલાવા ચોકલેટમાં ઈયળ, FSIના નિયમોનો ભંગ કરી ચોકલેટનું વેચાણ
IndiGo Flight Cancelled: દિલ્લી એરપોર્ટથી ઈન્ડિગોની તમામ ફ્લાઈટ રદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gold Price Today: સોનાના ભાવમાં મોટો કડાકો, એક જ ઝટકામાં 24 થી 18 કેરેટ સોનું થયું સસ્તું; જાણો 6 ડિસેમ્બરના લેટેસ્ટ રેટ
સોનાના ભાવમાં મોટો કડાકો, એક જ ઝટકામાં 24 થી 18 કેરેટ સોનું થયું સસ્તું; જાણો 6 ડિસેમ્બરના લેટેસ્ટ રેટ
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
Indigo Crisis: ઇન્ડિગો સંકટનું મુખ્ય કારણ શું છે? ક્યા કારણથી ઠપ્પ થઇ ગઇ સિસ્ટમ?
Indigo Crisis: ઇન્ડિગો સંકટનું મુખ્ય કારણ શું છે? ક્યા કારણથી ઠપ્પ થઇ ગઇ સિસ્ટમ?
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
Embed widget