શોધખોળ કરો
અમદાવાદઃ સોલા સિવિલમાં કોરોના રસીના ટ્રાયલના 15 દિવસ પૂર્ણ, કેટલા લોકોને અપાઇ રસી? કેટલી છે અસરકારક?
૧૫ દિવસમાં ૨૫૦ લોકોને ટ્રાયલ વેક્સિન આપવામાં આવી છે. જેમાંથી ૬૦ વર્ષના ૫ વ્યક્તિઓને ટ્રાયલ વેક્સિન આપવામાં આવી છે. ટ્રાયલ વેક્સિનના કારણે કોઈ પણ વ્યક્તિને આડ અસર થઈ નથી.

પ્રતિકાત્મક તસવીર.
અમદાવાદઃ ગુજરાત અને સમગ્ર દેશ અને દુનિયામાં હાહાકાર મચાવનાર કોરોનાથી બચવા માટે લોકો રસીની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે. ત્યારે અમદાવાદથી કોરોનાની રસીના ટ્રાયલને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. સોલા સિવિલમાં કોરોના ટ્રાયલ વેક્સિનના ૧૫ દિવસ પૂરા થઈ ગયા છે. ૧૫ દિવસમાં ૨૫૦ લોકોને ટ્રાયલ વેક્સિન આપવામાં આવી છે. જેમાંથી ૬૦ વર્ષના ૫ વ્યક્તિઓને ટ્રાયલ વેક્સિન આપવામાં આવી છે. ટ્રાયલ વેક્સિનના કારણે કોઈ પણ વ્યક્તિને આડ અસર થઈ નથી. અમદાવાદમાં રોજ ૪૦ જેટલા લોકો સામેથી વેક્સિન લેવા માટે આવે છે. જેમને તબીબી પરીક્ષણ પછી રસી આપવામાં આવી રહી છે.
વધુ વાંચો





















