Ahmedabad: CPCB ના રિપોર્ટમાં ખુલાસો, દેશની સૌથી પ્રદુષિત નદીઓમાં સાબરમતી બીજા સ્થાને, જાણો ઈસુદાન ગઢવીએ સરકારને શું માર્યો ટોણો
અમદાવાદ: ગુજરાતમાં સાબરમતી-ભાદર સહિત કુલ ૧૩ નદીઓ પ્રદૂષિત હોવાનો અહેવાલ સામે આવ્યો છે. પ્રદૂષણ અટકાવવા કરોડોનો ખર્ચ છતાં સ્થિતિમાં સુધારો જોવા મળ્યો નથી.
અમદાવાદ: ગુજરાતમાં સાબરમતી-ભાદર સહિત કુલ ૧૩ નદીઓ પ્રદૂષિત હોવાનો અહેવાલ સામે આવ્યો છે. પ્રદૂષણ અટકાવવા કરોડોનો ખર્ચ છતાં સ્થિતિમાં સુધારો જોવા મળ્યો નથી. સાબરમતી નદીમાં રાયસણથી વૌઠા સુધી પટ્ટમાં બાયોકેમિકલ ડિમાન્ડ સૌથી વધુ ચિંતાજનક ૨૯૨ નોંધાઇ. CPCB ના રિપોર્ટ પ્રમાણે સાબરમતી નદી સૌથી પ્રદુષિત નદી સાથે બીજા નંબરે છે. આ મુદ્દે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપી છે. Cpcb ના રિપોર્ટ પ્રમાણે સાબરમતી નદી બીજા નંબરની પ્રદુષિત નદી છે. આપણા માટે આ શરમની વાત છે. યમુનાના પ્રદુષણને લઈને અરવિંદ કેજરીવાલને ભાજપ બદનામ કરતું હતું. ખેડુતોના બોર પર મીટર મુકવાની જગ્યાએ સાબરમતીને શુદ્ધ કરવાનો એકશન પ્લાન બનાવો તેવી વાત આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ કરી હતી.
देश की प्रदूषित नदियों में दूसरे नम्बर पर साबरमती नदी है ! देख लीजिए किस तरह भाजपा के राज में साबरमती नदी की हालत हुई है ! पानी पी ने लायक़ तो छोड़ो स्नान करने लायक़ भी नहीं है ! भाजपा उनको साफ़ करने की बजाय किसान को परेशान करने के लिए उनके बोरवेल पे मीटर लगा रही है ! pic.twitter.com/DbUabR0uiX
— Isudan Gadhvi (@isudan_gadhvi) February 3, 2023
ભાદર ૧ સિંચાઈની નહેરમાં કેમિકલ યુક્ત પાણી અને જમીન પ્રદૂષિત કરવાનો મામલો પણ ગરમાયો છે. ભાદર નદીના પ્રદુષણ અંગે ખુદ રાજકોટ જિલ્લા પંચાયતના શાસક પક્ષના નેતાએ સવાલ ઉઠાવ્યા છે. આ અંગે તેમણે સિંચાઈ મંત્રી કુંવરજી બાવળીયાને પત્ર લખ્યો છે. કેમિકલ માફિયાઓના કારણે ભાદર 1 ડેમની નહેરમાં પાણી પ્રદુષિત હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ખેતીના ઉભા પાકને નુકશાન થતું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
કેમિકલ માફીઓને તુરંત પકડી કાર્યવાહી કરવા અને કેનાલ પર સઘન પેટ્રોલિંગ વધારવા માંગ કરવામાં આવી છે. નહેરમાં કેમિકલના કારણે લાલ ચિકાસયુક્ત અને ક્ષાર યુક્ત પાણી આવ્યું હોવાની ફરિયાદ કરવામાં આવી છે. જિલ્લા પંચાયત સદસ્ય વિરલ પનારાએ સિંચાઈ મંત્રી કુંવરજી બાવળિયાને પત્ર લખી આ સમગ્ર મામલે કાર્યવાહી કરવા કહ્યું છે. વિરલ પનારા હાલ રાજકોટ જિલ્લા પંચાયત શાશક પક્ષના નેતાની જવાબદારી સંભાળી રહ્યા છે.
અમદાવાદમાં CTM પાસે રસ્તો ઓળગંતી યુવતીને ડમ્પરે ટક્કર મારતા ઘટના સ્થળે જ મોત
અમદાવાદ: શહેરના CTM પાસે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં એક યુવતીનું મોત નિપજ્યું છે. આ અકસ્માત અંગે સામે આવેલી વિગતો અનુસાર CTM BRTS કોડિડોર પસાર કરતા સમયે મહિલાને કચરાના ડમ્પરે અડફેટે લેતાં તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. મૃતકનું નામ જ્યોતિબેન પ્રજાપતિ છે અને તેમની ઉંમર 20 વર્ષની હતી. જ્યોતિબેન પ્રજાપતિ નોકરીથી પરત ફરતા હતા તે વખતે અકસ્માતનો ભોગ બન્યા. ઘટનાને પગલે મોટી સંખ્યાનાં લોકો એકઠા થઈ ગયા હતા.
અમદાવાદના ગોમતીપુરમાં જૂની અદાવતમાં યુવકની હત્યા
અમદાવાદના ગોમતીપુરમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. જુના ઝઘડાની અદાવતમાં આ હત્યા કરાઈ હોવાની વાત સામે આવી છે. ફરહાન નામના યુવકનું મોત થયું છે જ્યારે એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે. આ મામલે બે શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. ઈરફાન ઉર્ફે ગોલી અને સાકિલ નામના શખ્સે હત્યા કરી હોવાની વાત સામે આવી છે. હત્યા મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.