શોધખોળ કરો

Ahmedabad: નર્મદા કેનાલમાંથી અમદાવાદના યુવકની મળી લાશ, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું

અમદાવાદ: કરાઈ નર્મદા કેનાલમાથી યુવાનની લાશ આવી છે. આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. જે બાદ ગાંધીનગર ફાયરબ્રિગેડના જવાનોએ ઘટના સ્થળે પહોંચી યુવાનની લાશને કેનાલમાંથી બહાર કાઢી હતી.

અમદાવાદ: કરાઈ નર્મદાકેનાલમાથી યુવાનની લાશ આવી છે. આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. જે બાદ ગાંધીનગર ફાયરબ્રિગેડના જવાનોએ ઘટના સ્થળે પહોંચી યુવાનની લાશને કેનાલમાંથી બહાર કાઢી હતી. મૃતક યુવકનું નામ શુભમ રાજકુમાર રાજપૂત હોવાની માહિતી સામે આવી છે અને તેમની ઉંમર આશરે 17 વર્ષની છે. મૃતક યુવક શુભમ રાજકુમાર રાજપૂત અમદાવાદના કઠવાડાનો રહેવાશી હોવાની માહિતી સામે આવી છે. જો કે, યુવકના મોતને લઈને રહસ્ય ઘેરાયું છે. યુવકની હત્યા થઈ છે કે તેમણે આત્મહત્યા કરી છે તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે. પોલીસ તપાસ બાદ જ યુવકના મોતને લઈને સાચી માહિતી સામે આવશે.

ઉત્તરાખંડ બસ અકસ્માતમાં મોતને ભેટેલા ભાવનગરના યાત્રાળુઓની યાદી આવી સામે

ઉતરાખંડમાં સર્જાયલ બસ દુર્ઘટનામાં ભાવનગર શહેર અને જિલ્લાના 7 યાત્રાળુઓના મોત થયા છે.  ભાવનગરના મુસાફરોને લઈ જતી બસ ઉત્તરાખંડમાં ઊંડી ખીણમાં ખાબકી. આ બસમાં ભાવનગર ત્રાપજ, તળાજા મહુવાના સહિતના મુસાફરો ચાર ધામની યાત્રાએ ગયા હતા. આજે આ બસનો જે અકસ્માત થયો છે તેમાં ભાવનગરની સરદાર પટેલ શાળાના પ્રિન્સિપાલ અને તેમનો પરિવાર તેમજ અન્ય શિક્ષકો પણ યાત્રામાં સામેલ. ભાવનગરની શ્રી હોલીડે ટ્રાવેલ્સ દ્વારા યોજયેલ આ યાત્રામાં અકસ્માતની જાણ થતાં ટ્રાવેલ્સ સંચાલકો દિલ્હી જવા રવાના થયા છે.

7 લોકોના મોત 

1.ગીગાભાઈ ભમ્મર રહે.તળાજા

2.મીનાબેન કમલેશકુમાર ઉપાધ્યાય રહે.દેવરાજનગર

3.જોશી અનિરુદ્ધ હસુમખભાઈ રહે. તળાજા

4. દક્ષાબેન મહેતા રહે.મહુવા

5.ગણપતભાઈ મહેતા રહે.મહુવા

6.કરણ ભાટી. રહે.પાલિતાણા

7.રાજેશ મેર રહે. અલંગ

ગુજરાત સરકારે જાહેર કર્યો હેલ્પ લાઈન નંબર

ઉત્તરાખંડમાં રવિવારે  સર્જાયેલી બસ દુર્ઘટનાના ગુજરાતી પ્રવાસીઓની જાણકારી અને વિગતો માટે  રાજ્ય સરકારના ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના ફોન 079 23251900 પર સંપર્ક કરી શકાશે તેમ રાહત કમિશનર આલોક પાંડે એ જણાવ્યું છે. ઉત્તરાખંડમાં રવિવારે પ્રવાસી બસ ખીણમાં પડી જવાથી સર્જાયેલી દુઘર્ટનામાં ગુજરાતના જે પ્રવાસીઓ મૃત્યુ પામ્યા છે અને ઇજાગ્રસ્ત થયા છે તેમની વિગતો અને જાણકારી માટે રાજ્ય સરકાર ઉત્તરાખંડ સરકારના રાહત કમિશનર ના સતત સંપર્કમાં છે.

રાજ્યના રાહત કમિશનર આલોક પાંડેએ આ અંગેની વિગતો આપતા કહ્યું છે કે પ્રાથમિક માહિતી પ્રમાણે સાત ગુજરાતી પ્રવાસીઓના મૃત્યુ થયા છે અને 27 જેટલા પ્રવાસીઓ ઘાયલ થયા છે. ઉત્તરાખંડ રાજ્યના એસડીઆરએફની બચાવ ટુકડીઓ બચાવ રાહત કામગીરીમાં જોડાઈ છે અને ઇજાગ્રસ્ત પ્રવાસીઓને વધુ સારવાર માટે ઋષિકેશ લઈ જવાની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.

તેમણે જણાવ્યું છે કે જે પ્રવાસીઓના મૃત્યુ થયા છે તેમની વિગતો મેળવવા ઉત્તરાખંડ સરકાર સાથે ગુજરાત સરકાર સંપર્ક માં છે. ઉત્તરાખંડના રાહત કમિશનર પાસેથી મેળવેલી પ્રાથમિક માહિતી મુજબ આ  ભાવનગરની એક ખાનગી ટ્રાવેલ્સની બસ દ્વારા આ  33 જેટલા પ્રવાસીઓ ઉત્તરાખંડ ગયા હતા અને ત્યાંથી સ્થાનિક ખાનગી પ્રવાસી બસ મારફતે આગળનો પ્રવાસ કરતા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી.

ઉતરાખંડમાં મુસાફરો ભરેલી ખાનગી સંચાલકની શ્રી હોલીડે ટ્રાવેલ્સ ભાવનગરની ઉત્તરાખંડમાં ગંગોત્રી હાઈવે પર બસ ખીણમાં ખાબકતા દુર્ઘટનામાં 7 લોકોનાં મોત થયા છે જ્યારે 27ને રેસ્ક્યુ કરી હોસ્પિટલે ખસેડાયા છે. બસમાં ગુજરાતી પ્રવાસીઓ સવાર હતાય જેમાં 31 લોકો પૈકીના 3 સુરતના, 8-ભાવનગર, 16 તળાજા-ત્રાપજ-કંઠવા અને 2-મહુવાના મુસાફરો હતા. યાત્રા કરી પરત ફરતા હતા તે સમયે અકસ્માત સર્જાયો હતો. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat: સરકારી સ્કૂલોના શિક્ષકોની બદલીને લઈ મોટા સમાચાર, આ નિયમમાં કરાયો સુધારો
Gujarat: સરકારી સ્કૂલોના શિક્ષકોની બદલીને લઈ મોટા સમાચાર, આ નિયમમાં કરાયો સુધારો
PM Modi: અમેરિકા પહોંચ્યા વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે કરશે બેઠક
PM Modi: અમેરિકા પહોંચ્યા વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે કરશે બેઠક
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ગળે મળ્યાં અને પ્લેન સુધી છોડવા ગયા, મેક્રોનીની  પત્નીને PM મોદીએ  આપી આ અનોખી ભેટ
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ગળે મળ્યાં અને પ્લેન સુધી છોડવા ગયા, મેક્રોનીની પત્નીને PM મોદીએ આપી આ અનોખી ભેટ
પાકિસ્તાને LoC પર કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ
પાકિસ્તાને LoC પર કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સાયરનની શેખી કેમ?Hun To Bolish: હું તો બોલીશ : ABCD 'કૌભાંડની સીડી'?Cylinder Blast in Surat: સુરતના સચિન GIDCમાં ગેસ સિલીન્ડર બ્લાસ્ટ થતા એકનું મોતDhoraji Politics: ધોરાજીમાં ચૂંટણી પ્રચારમાં સરકારી ગાડીનો ઉપયોગ? વીડિયો વાયરલ થતા પ્રમુખનો ખુલાસો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: સરકારી સ્કૂલોના શિક્ષકોની બદલીને લઈ મોટા સમાચાર, આ નિયમમાં કરાયો સુધારો
Gujarat: સરકારી સ્કૂલોના શિક્ષકોની બદલીને લઈ મોટા સમાચાર, આ નિયમમાં કરાયો સુધારો
PM Modi: અમેરિકા પહોંચ્યા વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે કરશે બેઠક
PM Modi: અમેરિકા પહોંચ્યા વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે કરશે બેઠક
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ગળે મળ્યાં અને પ્લેન સુધી છોડવા ગયા, મેક્રોનીની  પત્નીને PM મોદીએ  આપી આ અનોખી ભેટ
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ગળે મળ્યાં અને પ્લેન સુધી છોડવા ગયા, મેક્રોનીની પત્નીને PM મોદીએ આપી આ અનોખી ભેટ
પાકિસ્તાને LoC પર કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ
પાકિસ્તાને LoC પર કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ
SEBIએ લોન્ચ કર્યું નવું ડિઝિટલ પ્લેટફોર્મ MITRA, રોકાણકારોની આ રીતે થશે મદદ
SEBIએ લોન્ચ કર્યું નવું ડિઝિટલ પ્લેટફોર્મ MITRA, રોકાણકારોની આ રીતે થશે મદદ
UPSC CSE 2025: UPSCએ સિવિલ સર્વિસ એક્ઝામ પ્રોસેસમાં કર્યો મોટો ફેરફાર, તમારા માટે જાણવું જરૂરી
UPSC CSE 2025: UPSCએ સિવિલ સર્વિસ એક્ઝામ પ્રોસેસમાં કર્યો મોટો ફેરફાર, તમારા માટે જાણવું જરૂરી
હવે LinkedIn એકાઉન્ટ ભાડા પર લેવાના નામ પર Scam! મહિલાને મળી ઓફર
હવે LinkedIn એકાઉન્ટ ભાડા પર લેવાના નામ પર Scam! મહિલાને મળી ઓફર
સંસદમાં આજે નવું આવકવેરા બિલ રજૂ થાય તેવી સંભાવના, ટેક્સ ફાઇલિંગ પ્રક્રિયા બનશે સરળ
સંસદમાં આજે નવું આવકવેરા બિલ રજૂ થાય તેવી સંભાવના, ટેક્સ ફાઇલિંગ પ્રક્રિયા બનશે સરળ
Embed widget