ACB Trap: છોકરીને ભગાડીને લઈ જવાના કેસમાં પતાવટ કરવા ASI એ માંગી લાંચ, ACB એ છટકું ગોઠવીને દબોચી લીધા
બન્ને આરોપીઓએ સમાધાન કરાવવા અને છોકરીને રજુ કરાવવા કાસિન્દ્રા ઓ.પી. ખાતે ગયા હતા અને છોકરીને રજુ કરી હતી તથા છોકરાને પણ પકડીને રજુ કરાવી દેવાની જવાબદારી લીધી હતી.
ACB Trapped ASI: રાજ્યમાં લાંચિયા બાબુઓ સામે એસીબી કડક કામગીરી કરતું હોવા છતાં કેટલાક સુધરવાનું નામ નથી લઈ રહ્યા. ACB એ ધોળકા પોલીસ સ્ટેશનના ASI કરણસિંહ અમરસિહ ગોહીલને લાંચ લેતા ઝડપી પાડ્યા હતા. ASI સાથે પૂર્વ સરપંચ ઈશ્વરભાઇ કરશનભાઇ ઠાકોર પણ લાંચ લેવામાં સામેલ હતા. બે આરોપીઓએ ફરિયાદી પાસે કરી રૂ. બે લાખની માંગણી કરી હતી. અસલાલી પોલીસ સ્ટેશનમાં છોકરીને ભગાડી લઈ જવા મામલે કેસમાં પતાવટ કરવા લાંચ આપવામાં આવી હતી.
એ.સી.બી. સફળ ટ્રેપ
ફરીયાદીઃ - એક જાગૃત નાગરીક
આરોપી: -
(૧)કરણસિંહ અમરસિંહ ગોહીલ
એ.એસ.આઇ, ધોળકા રૂરલ
પોલીસ સ્ટેશન ,જી. અમદાવાદ
૨) ઈશ્વરભાઇ કરસનભાઇ ઠાકોર
( પ્રજાજન ) માજી સરપંચ
લાંચની માંગણીની રકમઃ-
રૂ.૨,૦૦,૦૦૦/-
લાંચ સ્વીકારેલ રકમઃ -
રૂ.૨,૦૦,૦૦૦/-
રીકવર કરેલ રકમઃ-
રૂ.૨,૦૦,૦૦૦/-
ધોળકા રૂરલના એએસઆઈ કરણસિહ અમસરિંહ ગોહીલે તેમના રહેણાંક મકાન નં-111, રોયલ સેરેનીટી બંગ્લો, સર્કિટ હાઉસ સામે લાંચ લેતા ઝડપાયા હતા. ફરીયાદીનો ભત્રીજો બાજુનાં ગામની છોકરીને લઇને ભાગી જતાં તેમના વિરુદ્ધ અસલાલી પોલીસ સ્ટેશનમાં અરજી થઈ હતી. માજી સરપંચ ઈશ્વરભાઇ ઠાકોર વીરપુર ગામનાં આગેવાન હોવાથી એએસઆઈ સાથે સારા સંબંધ હતા. બન્ને આરોપીઓએ સમાધાન કરાવવા અને છોકરીને રજુ કરાવવા કાસિન્દ્રા ઓ.પી. ખાતે ગયા હતા અને છોકરીને રજુ કરી હતી તથા છોકરાને પણ પકડીને રજુ કરાવી દેવાની જવાબદારી લીધી હતી. ત્યારબાદ છોકરાને પોકસોનાં કેસમાં બચાવી લેવા અને અસલાલી પોલીસ સ્ટેશનમાં કેસ પતાવટ કરાવી દેવાનાં બદલે બંન્ને આરોપીએ ફરીયાદીને 5 થી 7 લાખનો ખર્ચો થશે તેમ જણાવી, રકઝકનાં અંતે 2 લાખની લાંચની માંગ કરી હતી. પરંતુ ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ના હોઇ એ.સી.બી નો સંપર્ક કર્યો હતો. જે બાદ છટકું ગોઠવી એએસઆઈના ઘરે બન્ને આરોપીઓને લાંચ લેતા ઝડપી લેવામાં આવ્યા હતા.
ટ્રેપિગ ઓફિસરઃ -
એસ.એન.બારોટ ,
પો.ઇન્સ. અમદાવાદ ગ્રામ્ય એ.સી.બી. પો.સ્ટે.
સુપરવિઝન ઓફિસરઃ -
કે.બી.ચુડાસમા
મદદનીશ નિયામક,
એ.સી.બી. અમદાવાદ એકમ,
અમદાવાદ