શોધખોળ કરો
Advertisement
કોરોનાના કહેર વચ્ચે અમદાવાદીઓ માટે શું છે મોટા રાહતના સમાચાર? જાણો વિગત
છેલ્લા બે દિવસથી તો કોરોનાના કેસોની સામે ડિસ્ચાર્જ થનારા લોકોની સંખ્યા ખૂબ જ વધી ગઈ છે. એટલું જ નહીં, અમદાવાદમાં લોકોના મોતનો આંકડો પણ સતત ઘટી રહ્યો છે.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે અમદાવાદીઓ માટે થોડા રાહતના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદમાં કોરોનાના કેસો સતત ઘટી રહ્યા છે. એટલું જ નહીં, છેલ્લા બે દિવસથી તો કોરોનાના કેસોની સામે ડિસ્ચાર્જ થનારા લોકોની સંખ્યા ખૂબ જ વધી ગઈ છે. એટલું જ નહીં, અમદાવાદમાં લોકોના મોતનો આંકડો પણ સતત ઘટી રહ્યો છે.
ગઈ કાલની જ વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં કોરોનાના 162 કેસો નોંધાયા હતા. જ્યારે તેની સામે 201 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આવી જ રીતે અમદાવાદ ગ્રામ્યમાં 15 કેસ નોંધાયા હતા. જેની સામે 15 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. ગઈ કાલે અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં કોરોનાથી 8 લોકોના મોત થયા હતા. જ્યારે ગ્રામ્યમાં એક વ્યક્તિનું મોત થયું હતું.
4 જુલાઇની વાત કરીએ તો, અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં કોરોનાના 165 કેસ નોંધાયા હતા. જેની સામે 211 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. એવી જ રીતે અમદાવાદ ગ્રામ્યમાં કોરોનાના 7 કેસ નોંધાયા હતા, જેની સામે 17 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. જ્યારે 4 જુલાઇએ અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં 9 લોકોના મોત થયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
Advertisement