શોધખોળ કરો

તહેવાર પહેલા રાજ્યમાં દિવાળીની ધૂમ ખરીદી,  માસ્ક વગર જ ફરતા દેખાયા લોકો

રાજ્યમાં દિવાળીના તહેવારને લઈને લોકો બજારમાં ખરીદી કરવા ઉમટી પડ્યા છે. તહેવારના છેલ્લા રવિવારે રાજ્યના તમામ શહેરોની બજારોમાં ખૂબ જ મોટી ભીડ જોવા મળી રહી છે.

અમદાવાદ: રાજ્યમાં દિવાળીના તહેવારને લઈને લોકો બજારમાં ખરીદી કરવા ઉમટી પડ્યા છે. તહેવારના છેલ્લા રવિવારે રાજ્યના તમામ શહેરોની બજારોમાં ખૂબ જ મોટી ભીડ જોવા મળી રહી છે. ગત વર્ષે કોરોનાને કારણે લોકો ગભરાતા હતા પરંતુ આ વર્ષે કેસ ખુબ ઓછા હોવાથી લોકો નિશ્ચિત થઈને બજારમાં ખરીદી કરવા પહોંચી રહ્યા છે. દિવાળીને પણ હવે 4 દિવસ બાકી છે અને આજે છેલ્લો રવિવાર હોવાથી ખરીદી કરવા બજારમાં લોકોની ભીડ ઉમટી હતી.

અમદાવાદના લાલદરવાજામાં લોકો ખરીદી કરવા ઉમટી પડ્યા છે. આ બજારમાં  તમામ વસ્તુઓ સરળતાથી અને સસ્તી મળે છે.  લાલ દરવાજા વીજળી ઘરથી લઈને માણેક ચોક સુધી દુકાનો અને પાથરણા વાળા જોવા મળ્યા હતા.

આજે બજારમાં પગ મૂકવાની પણ જગ્યા ના મળે તેવી ભીડ જોવા મળી હતી. બજારમાં વાહન ચલાવવા તો સાવ મુશ્કેલ હતા, જેથી વાહન સાથે કોઈને પ્રવેશ પણ આપવામાં આવતો નહોતો. દિવાળી પૂર્વેનો અંતિમ રવિવાર હોવાથી રજાનો લાભ લઈને અનેક લોકોએ ખરીદી કરી હતી. અમદાવાદની મોટા ભાગની બજારોમાં ભારે ભીડ જોવા મળી હતી. મોટાભાગના લોકો માસ્ક વગર જોવા મળ્યા છે. 

કોરોના વાયરસ સામે રક્ષણ આપતી રસીના બંન્ને ડૉઝ લેનાર નાગરિકોની સંખ્યા 100 ટકાએ પહોંચશે ત્યારે જ ગુજરાત કોરોના મુક્ત થવાની નજીક પહોંચશે. આ વાત કરી છે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે. આ સાથે તેમણે રાજ્યમાં વેક્સિનેશનના કામગીરીની ટકાવારીથી અસંતોષ પણ વ્યક્ત કર્યો. દિવાળીના તહેવારની ઉજવણી સમયે નાગરિકોને કોવિડની ગાઈડલાઈનનું કડકાઈથી અમલ કરવાની પણ આરોગ્યમંત્રીએ અપીલ કરી હતી. એટલુ જ નહીં સામાજિત અંતર જાળવીને અને માસ્ક પહેરીને તહેવારોની ઉજવણી કરાય તેવી પણ તેમણે ટકોર કરી છે.  તહેવારોની સિઝનમાં રાજ્યભરના બજારોમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે ત્યારે કોરોના સંક્રમણ વધે નહીં અને ત્રીજી લહેર ન આવે તેની તકેદારી રાખવાની જવાબદારી સરકારની સાથે નાગરિકોની પણ છે તેવી વાત પણ ઋષિકેશ પટેલે કરી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat: રાજ્યમાં સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, જાણો અમદાવાદમાં કેટલું તાપમાન નોંધાયું ?

Pakistan train Hijack: પાકિસ્તાનમાં ટ્રેન હાઈજેક, બલૂચ આર્મીએ કર્યો 6 સૈનિકોને મારવાનો દાવો

IPL 2025: શરુઆતની મેચ નહીં રમી શકે આ ખેલાડીઓ, હાર્દિક પંડ્યા અને બુમરાહનું નામ પણ સામેલ

Pakistan Train Hijack: 'બધાને ઉડાવી દેશું', પાકિસ્તાનમાં બલूચ આર્મીએ ટ્રેન હાઈજેક કરી, મુસાફરોને બનાવ્યા બંધક

ABP Premium

વિડિઓઝ

Robbery Attempt in Ahmedabad: જ્વેલર્સ સ્ટાફની સતર્કતાથી 2.40 કરોડની લૂંટનો પ્રયાસ નિષ્ફળPakistan Train Hijack: પાકિસ્તાનમાં ટ્રેન હાઇજેક,  બલૂચ આતંકીઓએ 100થી વધું લોકોને બંધક બનાવ્યાNavsari News : નવસારીમાં ટ્રેનની અડફેટે 2 યુવકોના મોતSabarkantha News : અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ પહેલા પટેલ યુવકનું મોત, પત્ની-પુત્ર નિકારગુઆમાં અટવાયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: રાજ્યમાં સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, જાણો અમદાવાદમાં કેટલું તાપમાન નોંધાયું ?
Gujarat: રાજ્યમાં સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, જાણો અમદાવાદમાં કેટલું તાપમાન નોંધાયું ?
Pakistan train Hijack: પાકિસ્તાનમાં ટ્રેન હાઈજેક, બલૂચ આર્મીએ કર્યો 6 સૈનિકોને મારવાનો દાવો
Pakistan train Hijack: પાકિસ્તાનમાં ટ્રેન હાઈજેક, બલૂચ આર્મીએ કર્યો 6 સૈનિકોને મારવાનો દાવો
IPL 2025: શરુઆતની મેચ નહીં રમી શકે આ ખેલાડીઓ, હાર્દિક પંડ્યા અને બુમરાહનું નામ પણ સામેલ
IPL 2025: શરુઆતની મેચ નહીં રમી શકે આ ખેલાડીઓ, હાર્દિક પંડ્યા અને બુમરાહનું નામ પણ સામેલ
Pakistan Train Hijack: 'બધાને ઉડાવી દેશું', પાકિસ્તાનમાં બલूચ આર્મીએ ટ્રેન હાઈજેક કરી, મુસાફરોને બનાવ્યા બંધક
Pakistan Train Hijack: 'બધાને ઉડાવી દેશું', પાકિસ્તાનમાં બલूચ આર્મીએ ટ્રેન હાઈજેક કરી, મુસાફરોને બનાવ્યા બંધક
Weather: હોળી પર વરસાદની આગાહી, આ રાજ્યોમાં રંગમાં ભંગ પાડશે વરસાદી ઝાપટું, વાંચો IMD નું એલર્ટ

Indian Sports: ભારતીય કુસ્તીબાજો માટે ગુડ ન્યૂઝ, WFI પર લદાયેલો પ્રતિબંધ ખતમ

PM Internship 2025: PM ઈન્ટર્નશિપ સ્કીમ રજિસ્ટ્રેશનની અંતિમ તારીખ લંબાવાઈ, અરજી કરવાની વધુ એક તક 

Summer Tips: ઉનાળાની કાળઝાળ ગરમીથી બચવા માટે કરો આ ઉપાય,થશે ફાયદો

Embed widget