શોધખોળ કરો
શૌર્ય બતાવવુ હોય તો સરહદ પર જાવ, મારઝૂડ કરતા પતિને કોર્ટની ટકોર

અમદાવાદઃ ઘરેલું હિંસાની ઘટનામાં સતત વધારો થતો જાય છે જેના લીધે છુટાછેડાના પ્રમાણમાં પણ વધારો થતો જાય છે. આવો જ ઘરેલુ હિંસાનો કેસ ગુજરાત હાઇકોર્ટમાં આવ્યો હતો જેમા પતિ પત્નની મારઝૂડ કરતો હતો. આ મામલે હાઇકોર્ટે પત્નની મારઝૂડ કરતા ત્રણ બાળકોના પિતાને કડક શબ્દોમાં ટકોર કરી હતી કે, શૌર્ય બતાવુ હોય તો શરહદ પર જાવ, કાશ્મીરમાં હાલની સ્થિતિને જોતા ત્યાં માણસોની જરૂર છે. ઘર એ ધરતીનો છેડો છે, દુનિયાથી કંટાળીને માણસ ઘરે જાય અને ત્યાં પણ શાંતિ ના રાખે એ વ્યાજબી નથી. કોર્ટે મહિલાના ઘરે સમાજ કલ્યાણ વિભાગના અધિકારી કે પ્રોટેક્શન ઓફિસર બે વર્ષ સુધી સમયાંતરે ત્યાંની સ્થિતિ પર નજર રાખે. પત્નીએ બાળકોના ભવિષ્યની ચિંતા કરતા ફરિયાદ પરત ખેંચવાની પણ વાત કરી હતી.
વધુ વાંચો





















