શોધખોળ કરો
Advertisement
'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, - Love you India
ડોનાલ્ડ ટ્રમ્પે મોટેરા સ્ટેડિયમમાં નમસ્તે કહીને સંબોધન કરતા કહ્યું, લવ યુ ઇન્ડિયા, લવ યુ ઇન્ડિયન્સ, બસ આ શબ્દો સાથે જ સમગ્ર મોટેરા સ્ટેડિયમ તાળીઓથી ગુંજી ઉઠ્યું હતુ.
અમદાવાદ: અમેરિકીના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટેરા સ્ટેડિયમમાં નમસ્તે કહીને સંબોધન કરતા કહ્યું, લવ યુ ઇન્ડિયા, લવ યુ ઇન્ડિયન્સ, બસ આ શબ્દો સાથે જ સમગ્ર મોટેરા સ્ટેડિયમ તાળીઓથી ગુંજી ઉઠ્યું હતુ. ડોનાલ્ડ ટ્ર્મ્પે પ્રધાનમંત્રી મોદીના વખાણ કરતા કહ્યું, મહેનતુ મોદી ગુજરાતનું ગૌરવ છે. આ સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ભારત-અમેરિકા સાથે મળીને ઇસ્લામિક આતંકવાદને ખતમ કરી દઇશું.
અમેરિકીના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, આ સ્ટેડિયમમાં લાખો લોકો ઉપસ્થિત છે અને ભારત તેમના હૈયે ધબકે છે. ચાલો આપણે બંન્ને દેશો એકસાથે મળીને શક્તિશાળી નેતૃત્વના રૂપમાં આગળ વધીએ. ટ્રમ્પે ગોડ બ્લેસ ઇન્ડિયા, ગોડ બ્લેસ અમેરિકા, અને લવ યુ ઇન્ડિયા કહીને પોતાનું ભાષણ સમાપ્ત કર્યુ હતું.
ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની સરકારની ઉપલબ્ધીઓ પણ જણાવી હતી. તેમણે કહ્યું કે ભારત અને અમેરિકા મિત્રતાની સાથે બિઝનેસનાં ક્ષેત્રમાં પણ આગળ વધી રહ્યા છે. વળી તેમણે પોતે અને મેલાનિયા સાથે મહાત્મા ગાંધીના આશ્રમની મુલાકાતની પણ વાત કરી અને કહ્યું કે આ એ સ્થળ છે જ્યાં ગાંધીજીએ મીઠાના સત્યાગ્રહની શરૂઆત કરી હતી.
ડોનાલ્ડ ટ્રમ્પ પરિવાર સાથે આગરા જવા માટે રવાના થયા છે. તેઓ 4:45 વાગ્યે આગરા પહોંચશે. 5 15 વાગ્યા સુધી તાજમહેલ નીહાળશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 6.45 વાગ્યે દિલ્હી જવા માટે રવાના થશે. તેઓ સાંજે 7.30 વાગ્યે રાજધાની દિલ્હી પહોંચશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
આઈપીએલ
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion