શોધખોળ કરો

Ahmedabad: અમદાવાદના આ ઢોરવાડામાં બે દિવસમાં 50 ગાયોના મોતની આશંકા, માલધારી સમાજે લગાવ્યો ગંભીર આરોપ

અમદાવાદ: શહેરના બહેરામપુરા ઢોરવાડામાં બે દિવસમાં 50 ગાયના મોત થયા હોવાની આશંકાના પગલે મોટી સંખ્યામાં માલધારી સમાજના આગેવાનો એકઠા થયા હતા. માલધારીઓની માંગ છે કે ઘાસચારો યોગ્ય રીતે નાખવામાં આવતો નથી.

અમદાવાદ: શહેરના બહેરામપુરા ઢોરવાડામાં બે દિવસમાં 50 ગાયના મોત થયા હોવાની આશંકાના પગલે મોટી સંખ્યામાં માલધારી સમાજના આગેવાનો એકઠા થયા હતા. માલધારીઓની માંગ છે કે ઘાસચારો યોગ્ય રીતે નાખવામાં આવતો નથી. બીજી તરફ દંડ ભરીને ગાયો છોડાવવા તૈયારી બતાવવા છતાં પણ પ્રશાસન ઉત્તર આપી રહ્યું નથી અનેક ગાય બીમાર હોવાના કારણે ઉભી રહી શકે તેવી સ્થિતિમાં પણ નથી.

આ તરફ કોંગ્રેસના કાઉન્સિલર ઢોરવાડાની મુલાકાતે પહોચતા સુપ્રીટેન્ડન્ટએ ઉદ્ધત જવાબ આપ્યો હોવાના આક્ષેપ કર્યા. કોંગ્રેસના કાઉન્સિલર ઇકબાલ શેખ અને કમળા ચાવડાએ આક્ષેપ કર્યા કે સુપરિટેનડેન્ટએ સ્વીકાર્યું કે ઢોર વાડામાં હાલ 3100 પશુઓ છે જેમાંથી રોજ 7 થી 8 ગાયના મોત થઈ રહ્યા છે. પરંતુ મૃતક ગાયોની સ્થિતિ જોવા દેવા અંગે મંજૂરીના આપતા આજે મળનાર બોર્ડમાં કોંગ્રેસ આક્રમક વિરોધ કરશે.

ઉત્તર ગુજરાતમાં રસ્તા પર ગાયો છોડી દેવાઇ

સરકારની 500 કરોડની સહાય મામલે અનેક આવેદનો, ધરણા કર્યા છતાં સહાય ના ચૂકવતા આંદોલન ઉગ્ર  બન્યું છે. ઉત્તર ગુજરાતમાં પાંજરાપોળ સંચાલકોએ ગાયો રસ્તા પર છોડી દીધી છે. થરાદ મામલતદાર કચેરી પહોંચ્યા પશુઓ. થરાદના 92 જેટલી ગૌશાળાઓ અને પાંજરાપોળની ચાવીઓ પ્રાંત કચેરીએ સુપ્રત કરાશે. થરાદ મામલતદાર કચેરીએ પહોંચ્યા ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો પશુઓ લઈ. પોલીસ બંદોબસ્ત વચ્ચે પણ ગાયો પહોંચી મામલતદાર કચેરીએ.

લાખણીમાં પણ ગૌશાળા અને પાંજરાપોળના પશુઓ છોડી મુકાયા. લાખણી તાલુકાના ગેળા,સેકરા અને લાખણી ના પશુઓને રોડ ઉપર છોડી મુકાયા. પશુ અને રોડ ઉપર છોડી મુકાતા ટ્રાફિક જામના દ્રશ્યો.  ગૌશાળા પાંજરાપોળ ના સંતો અને સંચાલકોને ડીસા તરફ જતા રોકવામાં આવ્યા. અમુક ગૌશાળા સંચાલકની અટકાયત કરાય. ડીસાની ગૌ શાળા પાંજરાપોળમાંથી ગાયોને છોડી મુકવામાં આવ્યા. 500 કરોડ ની ગૌશાળા પાંજરાપોળ નિભાવ માટેની જાહેરાત બાદ અમલવારી ન થઈ. સરકારી જાહેરાત બાદ અમલવારી ન થતા ગૌશાળા પાંજરાપોળ નો નિભાવ બન્યો કઠિન. સરકાર મા અનેક વખત રજુઆત બાદ પણ ન આવ્યું નિરાકરણ. આખરે ના છુટકે ગૌશાળા પાંજરાપોળ માંથી ગાયો ને છોડી મુકવાની ફરજ પડી. ડીસાના કાંટથી ગૌશાળા ની ગાયોને છોડી મૂકવામાં આવી. દિવસ દરમિયાન તમામે તાલુકાના પશુઓને છોડી મૂકવામાં આવશે.

ગૌશાળા અને પાંજરાપોળની પશુઓ છોડવાની ચીમકી ના પગલે પોલીસ એલર્ટ મોડમાં. ડીસાના કાંટ પાંજરાપોળ રોડ પર પોલીસ દવરા લગાવ્યા બેરીકેટ. 500 કરોડની સહાય મામલે શે પાંજરાપોળ અને ગૌશાળા ના પશુઓ સરકારી કચેરીઓમાં છોડવામાં આવશે. આજથી થરાદની 92 ગૌશાળાઓની ગાયો મામલતદારને સુપ્રત કરાશે.  ઉપવાસ ઉપર ઉતરેલા થરાદના MLAને ઇન્ફેક્શન થતાં સારવાર શરૂ કરાઈ. પાલનપુર નેત્રમ નો ગુજરાતમાં બીજો નંબર એપ્રિલથી જૂન સુધીમાં 16287 ઇ મેમા જનરેટ થયા 8400 એ મેમાં ભર્યા. પાલનપુરના મલાણા ગામમાં એકજ રાતમાં ત્રણ મકાનના તાળા તૂટ્યા. ચૂંટણી પહેલા પાલનપુરના ગણેશપુરા જનતાનગર નો રોડ મંજૂર કરવાની માંગ..

વડગામના થલવાડા ના યુવકે ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું. મલાણા નજીક બાઈક ઉપર ત્રણ સવારી યુવાકોને ટ્રકની ટક્કર વાગતા એકનું મોત. બનાસકાંઠામાં ગૌશાળા પાંજરાપોળના સંચાલકમાં રોષ. 500 કરોડની સહાય ન મળતા આજે ગૌશાળાની ગાયો છોડી મુકાશે. ગૌશાળા અને પાંજરાપોળની ગાયો સરકારી કચેરીમાં છોડી મુકવા સંચાલકો મક્કમ. સરકારી સહાય માટે અનેક રજુઆત ધરણા પોસ્ટર લગાવ્યા બાદ પણ કોઈ નિર્ણય ન આવતા રોષ. જિલ્લાની તમામ ગૌશાળા અને પાંજરા પોળ ની ગાયો છોડાશે સરકારી કચેરીએ છોડી મુકાશે.

સહાય નહિ ચૂકવાય તો રાધનપુરના ગૌભક્ત તેમજ ગૌશાળા સંચાલકો એ પશુઓ ને સરકારી કચેરીમાં  ગાયો છોડવાની આપી હતી ચીમકી. આજે વહેલી સવારે રાધનપુર પ્રાંત કચેરી તેમજ મામલતદાર કચેરીમાં ગાયો નો કર્યો ખડકલો. રાધનપુર ગૌભક્તો એ સુરભીગૌશાળા તેમજ પાંજરાપોળ ની ગાયો સરકારી કચેરીમાં બાંધી. પ્રાંતકચેરી તેમજ મામલતદાર કચેરીમાં ગાયો ને એક દિવસ પૂરતો ઘાસચારો નાખી બાંધવામાં આવી. સત્વરે સરકાર દ્વારા સહાય ચુકવવામાં આવે નહીતો હજુ પણ જાહેર માર્ગો પર ગાયો છોડવાની આપી ચીમકી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
સરકારી નોકરીઃ આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Crime : સુરતમાં પત્નીની હત્યા બાદ પતિએ કરી લીધો આપઘાત, કારણ જાણીને ચોંકી જશોPanchmahal Crime : પંચમહાલમાં લોહિયાળ જંગ, ગોધરામાં 2-2 હત્યાથી મચ્યો ખળભળાટKhyati Hospital Scam : ખ્યાતિ હોસ્પિટલકાંડને લઈ સૌથી મોટા સમાચાર, હાઈકોર્ટને શું કરાઈ જાણ?Vav By Poll Result 2024 : વાવમાં કોણ જીતશે?  સટ્ટોડિયાએ કોના પર લગાવ્યો દાવ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
સરકારી નોકરીઃ આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
IND vs AUS 1st Test: જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા, જાણો યુપી રાજસ્થાનના આંકડા શું કહે છે
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા
Embed widget