શોધખોળ કરો
નશામાં ધૂત યુવકે અકસ્માતની સર્જી હારમાળા, 1 પરિવારને લીધો અડફેટે

અમદાવાદઃ નશામાં ધુત યુવકે ગોતા બ્રિજથી અખબારનગરના ત્રણ કિલોમીટર સુધિના વિસ્તરામાં પાંચ લોકોને અડફેટે લીધા હતા. કંસ્ટ્રક્શનના ધંધા સાથે સંકળાયેલા રાણીપના યુવકે અકસ્માતની હારમાળા સર્જતા અખબારનગર નજીક લોકોએ કમલેશ પટેલ નામના યુવકને ઝડપીને મેથીપાક ચખાડ્યો હતો. ત્યાર બાદ પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોધીને ઘરપકડ બાદ જામીન પર મુક્ત કર્યો હતો. આરોપીએ ચાંદલોડિયાથી અખબારનગર રોડ પર પહેલા બાઇકને ટક્કર મારી બાદમાં ચાંદલોડિયા બ્રિજ પર એક્ટિવા પર જતા એક જ પરિવારને ટક્કર મારતા માતા-પિતા અને તેમની પુત્રી નીચે પટકાયા હતા બાદમાં કારચાલકે અખબારનગર સર્કલ પાસે એખ ઓટોરિક્ષાને ટક્કર મારી હતી. ટક્કર વાગતા કાર ઉભી રહી ગઇ હતી. અને લોકોના ટોળેટોળા સર્કલ નજીક ભેગા થઇ ગયા હતા. કારચાલકને કારમાંથી ઉતારી ઢોર માર માર્યો હતો. ગોતા બ્રિજથી અખબારનગર સુધી બેફામ ડ્રાઇવિંગ લઇ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
વધુ વાંચો






















