શોધખોળ કરો

TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’

બંગાળમાં કથિત રીતે ડિલીટ કરાયેલા મતદારોના નામનો મુદ્દો ભાજપ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે; ત્રણેય નારાજ બળવાખોર સાંસદોને લઈને રાજકીય અટકળો તેજ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • પઠાણે બંગાળ મતદારયાદીમાંથી નામો કાઢવા પર સીએમને પત્ર.
  • મતદારયાદી ચકાસણી માટે જિલ્લાઓમાં ટ્રિબ્યુનલ, હેલ્પડેસ્કની માંગ.
  • પઠાણ સહિત NCP(I) સાંસદો TMCમાં પાછા ફરવાની અટકળો.
  • ગેરહાજરી, નિવેદનોએ રાજકીય અટકળોને વેગ આપ્યો.

Yusuf Pathan MP news: શું પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની પાર્ટી (TMC) છોડીને NCP(I) માં જોડાયેલા પૂર્વ ક્રિકેટર અને વર્તમાન લોકસભા સાંસદ યુસુફ પઠાણ ફરી એકવાર પોતાનો રાજકીય રંગ બદલશે? આ સવાલ એટલા માટે ઉઠી રહ્યો છે કારણ કે, બુધવારે (5 ઓગસ્ટ) તેમણે બંગાળમાં 27 થી 32 લાખ જેટલા મતદારોના નામ કથિત રીતે યાદીમાંથી કાઢી નાખવા મામલે સીધો મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીને પત્ર લખ્યો છે. પઠાણે આ મતદાર યાદીઓની યોગ્ય ચકાસણી માટે દરેક જિલ્લામાં વિશેષ 'ટ્રિબ્યુનલ કોર્ટ' સ્થાપવાની મોટી માંગ કરી છે. યુસુફ પઠાણ દ્વારા ઉઠાવવામાં આવેલો મતદાર યાદીનો આ મુદ્દો હવે આગામી દિવસોમાં ભાજપ (BJP) માટે પણ મોટી મુશ્કેલી અને અસ્વસ્થતાનું કારણ બની શકે છે.

યુસુફ પઠાણે પોતાના પત્રમાં મુખ્યમંત્રીને વિનંતી કરી છે કે, મતદારોના નામોની ચકાસણી પ્રક્રિયા એકદમ સરળ અને ઝડપી બનાવવા માટે દરેક જિલ્લા સ્તરે ટ્રિબ્યુનલ કોર્ટની સ્થાપના કરવી જોઈએ. આ ઉપરાંત, લોકોની મુશ્કેલીઓ દૂર કરવા માટે સમયસર મદદ મળી રહે તે હેતુથી એક ખાસ હેલ્પ ડેસ્ક (Help Desk) પણ શરૂ કરવામાં આવે.

યુસુફ પઠાણે મીડિયા સમક્ષ શું કહ્યું?

આ અંગે સમાચાર એજન્સી PTI સાથે વાત કરતા યુસુફ પઠાણે જણાવ્યું હતું કે, "હું ગઈકાલે સુવેન્દુ અધિકારીને મળ્યો હતો અને તે સમયે અમારી સાથે અન્ય ત્રણ સાંસદો પણ હાજર હતા. બંગાળમાં 27 લાખથી 32 લાખ જેટલા મતદારોના નામ મતદાર યાદીમાંથી કથિત રીતે કાઢી નાખવામાં આવ્યા છે. આ નામો કાઢી નાખવા મામલે હવે ટ્રિબ્યુનલ કોર્ટમાં ગયું છે. સરકારે આ બાબતે ગંભીરતાથી વિચાર કરવો જોઈએ અને પ્રક્રિયા એકદમ સરળ બનાવવી જોઈએ. અમે દરેક જિલ્લામાં એક ટ્રિબ્યુનલ સ્થાપવાની માંગ કરી છે. મુખ્યમંત્રીએ અમને ખાતરી આપી છે કે દેશના કોઈપણ નાગરિકને આનાથી કોઈ પણ પ્રકારની અગવડ નહીં પડે."

તમને જણાવી દઈએ કે, બંગાળ વિધાનસભા ચૂંટણી પછી TMC સામે બળવો કરીને NCP(I) માં જોડાનારા 20 સાંસદોમાં જાંગીપુરના ખલીલુર રહેમાન, મુર્શિદાબાદના અબુ તાહેર ખાન અને બહેરામપુરથી યુસુફ પઠાણનો સમાવેશ થાય છે. આ NCP(I) એ પાછળથી ભાજપની આગેવાની હેઠળના NDA ગઠબંધનને પોતાનો ટેકો જાહેર કર્યો હતો. જોકે, હજુ સુધી NCP(I) ને લઈને લોકસભા સ્પીકર ઓમ બિરલાના સત્તાવાર નિર્ણયની રાહ જોવાઈ રહી છે.

આ પણ વાંચોઃ TMC બળવાખોર સાંસદો અંગે મોટો ધડાકો: કીર્તિ આઝાદનો દાવો- 7-8 સાંસદો પર....

શું બળવાખોર સાંસદો ફરી TMCમાં જોડાશે?

છેલ્લા કેટલાક દિવસોથી એવા મોટા અહેવાલો વહેતા થયા છે કે, ખલીલુર રહેમાન, અબુ તાહેર ખાન અને યુસુફ પઠાણ NDA થી નારાજ ચાલી રહ્યા છે અને આ ત્રણેય નેતાઓ ફરીથી TMC માં પાછા ફરે તેવી પૂરેપૂરી શક્યતા છે.

આ અટકળોને ત્યારે વધુ વેગ મળ્યો જ્યારે તાજેતરમાં જ આ ત્રણેય સાંસદો NDA સંસદીય દળની 'મંગલ મિલન' બેઠકથી દૂર રહ્યા હતા. એટલું જ નહીં, મંગળવારે સંસદ ભવનમાં પત્રકારો સાથે વાતચીત કરતા અબુ તાહેર ખાને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે, "અમે હવે NDA સાથે નથી, કે અમે BJP માં પણ જોડાઈ રહ્યા નથી. તમે લોકો ખાતરી રાખો, અમે ક્યારેય મુસ્લિમો વિરુદ્ધ લેવાતા કોઈપણ પગલાંને સમર્થન નહીં આપીએ."

જ્યારે TMC ના અન્ય બળવાખોર સાંસદ શતાબ્દી રોયને આ ત્રણ સાંસદોની નારાજગી અંગે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે ટૂંકમાં જ જવાબ આપતા કહ્યું હતું કે, "આ ત્રણેય સાંસદોએ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરીને પોતાના મુદ્દાઓ તેમની સમક્ષ મૂક્યા છે."

Frequently Asked Questions

યુસુફ પઠાણે કયા મુદ્દે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે?

તેમણે બંગાળમાં 27 થી 32 લાખ જેટલા મતદારોના નામ કથિત રીતે મતદાર યાદીમાંથી કાઢી નાખવાના મામલે મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીને પત્ર લખ્યો છે. આ મુદ્દો ભાજપ માટે પણ મુશ્કેલી બની શકે છે.

યુસુફ પઠાણે મતદાર યાદીની ચકાસણી પ્રક્રિયા સરળ બનાવવા માટે કઈ માંગણીઓ કરી છે?

યુસુફ પઠાણે મતદારોની ચકાસણી સરળ બનાવવા દરેક જિલ્લામાં ટ્રિબ્યુનલ કોર્ટ સ્થાપવાની માંગ કરી છે. તેમણે ઝડપી મદદ માટે ખાસ હેલ્પ ડેસ્ક શરૂ કરવા પણ વિનંતી કરી છે.

શું યુસુફ પઠાણ ફરી પોતાનો રાજકીય પક્ષ બદલી રહ્યા છે?

NDA થી નારાજ યુસુફ પઠાણ ફરી TMC માં પાછા ફરે તેવી અટકળો છે. TMC છોડી NCP(I) માં જોડાયેલા પઠાણ તાજેતરમાં NDA ની બેઠકથી પણ દૂર રહ્યા હતા.

યુસુફ પઠાણ સાથે NCP(I) માં જોડાયેલા અન્ય સાંસદોનું શું વલણ છે?

ખલીલુર રહેમાન અને અબુ તાહેર ખાન જેવા અન્ય સાંસદો પણ NDA થી નારાજ છે. અબુ તાહેર ખાને કહ્યું કે તેઓ NDA સાથે નથી અને મુસ્લિમો વિરુદ્ધના કોઈ પગલાંને સમર્થન નહીં આપે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
Weather Update: કાલે દેશના 25 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ  
Weather Update: કાલે દેશના 25 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ  
TMC બળવાખોર સાંસદો અંગે મોટો ધડાકો: કીર્તિ આઝાદનો દાવો- 7-8 સાંસદો પર....
TMC બળવાખોર સાંસદો અંગે મોટો ધડાકો: કીર્તિ આઝાદનો દાવો- 7-8 સાંસદો પર....
DA Hike Update: 60% થી વધીને 64% થઈ શકે છે DA, જાણો પગારમાં કેટલો થશે વધારો
DA Hike Update: 60% થી વધીને 64% થઈ શકે છે DA, જાણો પગારમાં કેટલો થશે વધારો
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
Rain Alert: કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, આજે ગુજરાત સહિત આટલા રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી 
Rain Alert: કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, આજે ગુજરાત સહિત આટલા રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી 
Embed widget