શોધખોળ કરો

Ahmedabad: અટલ બ્રિજ બાદ અમદાવાદીઓને મળશે વધુ એક નવું નજરાણું, 100 વર્ષ જુના આ બ્રિજને ટુરિસ્ટ પોઈન્ટ તરીકે વિકસાવાશે

અમદાવાદ: અટલ બ્રિજ બાદ શહેરના નાગરિકોને વધુ એક નવું નજરાણું મળશે. નોંધનિય છે તે, સાબરમતી પર બનાવવામાં આવેલા અટલબ્રીજ પર મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. હવે તેની નજીક જ વધુ એક નજરાણું અમદાવાદના લોકોને મળવા જઈ રહ્યું છે.

અમદાવાદ: અટલ બ્રિજ બાદ શહેરના નાગરિકોને વધુ એક નવું નજરાણું મળશે. નોંધનિય છે તે, સાબરમતી પર બનાવવામાં આવેલા અટલબ્રીજ પર મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. હવે તેની નજીક જ વધુ એક નજરાણું અમદાવાદના લોકોને મળવા જઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે, 100 વર્ષથી વધુ જુના એલિસબ્રિજને ટુરિસ્ટ પોઇન્ટ તરીકે વિકસાવવાનું કાઉન્ટડાઉન શરુ થઈ ગયું છે.

અમદાવાદની ઓળખ સમા એલિસબ્રિજના રંગરૂપ હદલાવા જઈ રહ્યા છે.વર્ષ 1892 માં અંગ્રેજો દ્વારા બનાવવામાં આવેલા લકકડીયા પુલ એટલે કે એલિસબ્રિજને છેલ્લા 8 વર્ષથી રાહદારીઓ માટે બંધ કરવામાં આવ્યો છે અને વર્ષ 2008 થી વાહનચાલકો માટે પણ બંધ કરવામાં આવ્યો છે. લકકડીયા પુલ જે અમદાવાદના ગુજરાત કોલેજથી લાલ દરવાજાને જોડતો બ્રિજ છે.ત્યાં હવે બ્રિજના વચ્ચેના ભાગને રિડિઝાઇન કરવામાં આવનાર છે.

બ્રિજની કેટલીક વિશેષતા

  • બ્રિજ ઉપર કુલ 14 સ્પાન આવેલા છે
  • એક સ્પાનની લંબાઈ 30.96 મીટર -1.52 મીટર પિલરનો વ્યાસ
  • વર્ષ 2012 માં બ્રિજ તોડવા મામલે શહેરભરમાં AMC ના હોદેદારોનો વિરોધ થયો હતો
  • પૂર્વ મેયર અસિત વોરા દ્વારા કરવામાં આવ્યો હતો નિર્ણય
  • 100 વર્ષ વરસાદ સહ્યા બાદ પણ બ્રિજ ઉપર કાટ આજદિન સુધી નથી લાગ્યો
  • ACI એટલે કે કેન્દ્ર સરકારના પુરાતત્વ વિભાગની પરવાનગીની પ્રક્રિયા અંતિમ તબક્કામાં

 કચ્છનું આ સ્માર્ટ વિલેજ શહેરોનો આપે છે ટક્કર

 સરહદી જિલ્લા કચ્છનું એક એવું સ્માર્ટ ગામ કે જેની મુલાકાત લેવા દેશ-વિદેશના અનેક મહાનુભાવો લઈ ચુક્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્માર્ટ વિલેજની યશસ્વી પરિકલ્પનાને  કચ્છનું ભીમાસર ગામ ચરિતાર્થ  કરે છે. છેલ્લા બે દાયકાથી મોડેલ ગામ તરીકે પ્રખ્યાત થયેલા ભીમાસરની મુલાકાત નેપાળના પૂર્વ તેમજ અત્યારના વડાપ્રધાન લઈ ચૂક્યા છે, તો બાંગ્લાદેશનું પ્રતિનિધિ મંડળ, વિશ્વ બેંકના પ્રતિનિધિઓ તેમજ ભારતના જુદા-જુદા રાજ્યોના મહાનુભાવો મુલાકાતે આવી ચૂક્યા છે.

ડિજિટલ પંચાયત

ભૂકંપની થપાટથી ભૂ ભેગુ થયેલું ભીમાસર આજે ગર્વીલા વીરલાની જેમ વિકાસની કેડી પર ચાલીને એક આદર્શ ગામ બન્યું છે. શ્રેષ્ઠતમ સુવિધો ધરાવતું  સ્માર્ટ વિલેજ ભીમાસર,શહેરને ટક્કર આપે એવી ઉત્તમ સુવિધાઓથી સજ્જ છે. અંદાજે 15,000ની વસ્તી ધરાવતા ભીમાસર ગામમાં દરેકને માટે 8 સમાજભવનો બનાવેલ છે. ગામમાં પાકા રોડ રસ્તા, પાણીની 24 કલાક સુવિધા, સ્ટ્રીટ લાઇટો, ડિજિટલ પંચાયત, સીસીટીવી કેમેરા તેમજ વાઇફાઇની સુવિધા છે.

સૂચના આપવા વિશેષ સાયરન સિસ્ટમ

ભીમાસર ગામમાં સૂચના આપવા માટે વિશેષ સાયરન સિસ્ટમની વ્યવસ્થા ઉભી કરવામાં આવેલ છે. ગ્રામ પંચાયત કચેરીએથી અપાતી લોકપયોગી સૂચના ગામમાં લગાવેલ લાઉડસ્પીકર મારફતે ક્ષણભરમાં ગ્રામ્યજનો સુધી પહોંચી શકે છે. ગામના મુખ્ય રસ્તાઓ પર દેશની મહાન વિભૂતિઓના સ્ટેચ્યુ મુકવામાં આવેલ છે. શહેર જેવી સુવિધાઓ ગ્રામજનોએ ભીમાસરમાં ઉભી કરી છે.

Ahmedabad: અટલ બ્રિજ બાદ અમદાવાદીઓને મળશે વધુ એક નવું નજરાણું, 100 વર્ષ જુના આ બ્રિજને ટુરિસ્ટ પોઈન્ટ તરીકે વિકસાવાશે

સ્વચ્છ ભારત અભિયાનનું પ્રતિબિંબ આ ગામમાં છલકાય છે. સફાઈ માટે ડોર ટુ ડોર જઈને કચરો એકઠો કરી તેનો નિકાલ કરવામાં આવે છે. આંખને ગમી જાય એવી સ્વચ્છતા સાથે ગામની સુંદરતામાં વધારો કરે છે ભારતમાતા મંદિર અને સુંદર બગીચો.. ગામમાં આઉટડોર જીમની સાથે રમતગમત માટે સરસ મજાનું મેદાન પણ આવેલું છે.   ‘આત્મનિર્ભર મહિલાથી આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને ચરિતાર્થ કરવામાં પણ ભીમાસર ગામ અગ્રેસર છે. ગામમાં સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર થકી ગામની મહિલાઓ પગભર બની રહી છે. ગામમાં 3 સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર ચાલે છે જેમાં બહેનોને સીવણ, હેન્ડીક્રાફ્ટ વર્ક, કમ્પ્યૂટર ક્લાસ તેમજ બ્યુટીપાર્લર  અંગેની તાલીમ આપવામાં આવે છે. આ તાલીમ થકી ગામની 200 જેટલી મહિલાઓ આર્થિક ઉપાર્જન કરી સમાજમાં પોતાનું આગવું સ્થાન બનાવી રહી છે.Ahmedabad: અટલ બ્રિજ બાદ અમદાવાદીઓને મળશે વધુ એક નવું નજરાણું, 100 વર્ષ જુના આ બ્રિજને ટુરિસ્ટ પોઈન્ટ તરીકે વિકસાવાશે

 સ્માર્ટ ક્લાસરૂમ ધરાવતી શાળા શહેરી શાળાને પણ ટક્કર આપે તેવી

ભીમાસર ગામમાં બેન્ક, પોસ્ટ ઓફિસ, પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાની સાથોસાથ લાઇબ્રેરી પણ છે. જેમાં અખબારો,પુસ્તકો જેવી વિવિધ વાંચન સામગ્રીનો સદુપયોગ ગ્રામજનો કરે છે. સ્માર્ટ ક્લાસરૂમ ધરાવતી શાળા શહેરી શાળાને પણ ટક્કર આપે એવી છે. ભીમાસર ગામની 108 એમ્બ્યુલન્સ તેમજ પશુઓ માટેની એમ્બ્યુલન્સનો ગ્રામ્યજનોને ઘણો લાભ મળ્યો છે. ગામના ગાયત્રીબેન જણાવે છે કે, "ગામની એમ્બ્યુલન્સની સુવિધા મારા પ્રસુતિના સમયે ખુબ લાભદાયી બની છે. ગામમાં જ આવી સગવડ હોવાથી અડધિ રાત્રે પણ કોઈપણ ઇમરજન્સી માટે  સમયસર  દવાખાને પહોંચી શકાય છે." આમ, ભીમાસર ગામની શ્રેષ્ઠતમ સુવિધાઓ જનસુખાકારીમાં વધારો કરી રહી છે.

Ahmedabad: અટલ બ્રિજ બાદ અમદાવાદીઓને મળશે વધુ એક નવું નજરાણું, 100 વર્ષ જુના આ બ્રિજને ટુરિસ્ટ પોઈન્ટ તરીકે વિકસાવાશે

ગૌશાળામાં 1,200 જેટલી ગાયો

 "ગ્રીન-ક્લીન ગુજરાત"ના મંત્રને ચરિતાર્થ કરતું ભીમાસર ગામમાં વૃક્ષારોપણ કરવામાં આવે છે તે અંતર્ગત ગામમાં વાર્ષિક 3000થી વધુ વૃક્ષનું રોપણ કરવામાં આવે છે. આમ ભીમાસર ગામમાં પ્રકૃતિના સંવર્ધન સાથે ગ્રીન કવરમાં પણ વધારો થઈ રહ્યો છે. ગામની ગૌશાળામાં 1,200 જેટલી ગાયોની સેવા કરવામાં આવે છે. આમ " જે ગામની ગાયો સુખી, તે ગામ સુખી" પંક્તિને ભીમાસર ગામ સાર્થક કરે છે. ઉપરાંત ગામની ગૌચર જમીનમાં 50 એકરમાં  ઘાસચારા માટે પ્લોટ બનાવવામાં આવ્યા છે.

Ahmedabad: અટલ બ્રિજ બાદ અમદાવાદીઓને મળશે વધુ એક નવું નજરાણું, 100 વર્ષ જુના આ બ્રિજને ટુરિસ્ટ પોઈન્ટ તરીકે વિકસાવાશે

ગામને મળ્યા છે અનેક એવોર્ડ

ભીમાસર ગામના લોકોને ઈ-ગ્રામ સેન્ટર થકી સરકારની તમામ ઉપલબ્ધ સુવિધાઓનો લાભ આપવામાં આવે છે. ભીમાસર ગામના વણથંભ્યા વિકાસને કારણે અનેક એવોર્ડ પણ મળેલ છે. ભીમાસર ગામના સરપંચ જણાવે છે કે, અમારા ગામને રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાના ઘણા એવોર્ડ પણ મળ્યાં છે જેમાં સમરસ પંચાયત એવોર્ડ - ગુજરાત સરકાર, નિર્મળ ગ્રામ પુરસ્કાર -ભારત સરકાર, સ્વર્ણિમ ગ્રામ પુરસ્કાર - ભારત સરકાર, શ્રેષ્ઠ ગ્રામ પંચાયત - ગુજરાત સરકાર, મહિલા પાણી સમિતિ એવોર્ડ - ગુજરાત સરકાર, સ્વચ્છ ગ્રામ પુરસ્કાર - ગુજરાત સરકાર, સુશાસન પંચાયત - કચ્છ નવનિમાર્ણ અભિયાન, બેસ્ટ VCE - નાયબ કલેક્ટર અંજાર, 100 ટકા કોવિડ રસીકરણ - ગુજરાત સરકાર, ગુજરાત પોષણ અભિયાન - કચ્છ જિલ્લા પંચાયત, પં. દીનદયાળ પંચાયતીરાજ સશક્તિકરણ રાષ્ટ્રીય એવોર્ડનો સમાવેશ થાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Delhi-Agra Expressway:ગાઢ ધુમ્મસના કારણે ભયંકર અકસ્માત, 7 બસો ટકરાઇ, 4નાં મૃતદેહ મળ્યાં, 25 ઘાયલ
Delhi-Agra Expressway:ગાઢ ધુમ્મસના કારણે ભયંકર અકસ્માત, 7 બસો ટકરાઇ, 4નાં મૃતદેહ મળ્યાં, 25 ઘાયલ
Mexico Plane Crash: મેક્સિકોમાં પ્લેન ક્રેશ, બિલ્ડિંગથી ટકરાયું પ્રાઇવેટ જેટ, 7 લોકોના મોત
Mexico Plane Crash: મેક્સિકોમાં પ્લેન ક્રેશ, બિલ્ડિંગથી ટકરાયું પ્રાઇવેટ જેટ, 7 લોકોના મોત
Viksit Bharat Ji Ram Ji Scheme: મનરેગાનું બદલાશે નામ, આ યોજનાના લાભ સંદર્ભે શું થશે ફેરફાર
Viksit Bharat Ji Ram Ji Scheme: મનરેગાનું બદલાશે નામ, આ યોજનાના લાભ સંદર્ભે શું થશે ફેરફાર
Morning Dreams: સવારના સપનામાં આ પાંચ વસ્તુઓ જોવા મળે તો સમજી જજો લાગવાની છે લૉટરી
Morning Dreams: સવારના સપનામાં આ પાંચ વસ્તુઓ જોવા મળે તો સમજી જજો લાગવાની છે લૉટરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અનલિમિટેડ ભ્રષ્ટાચાર!
Hun To Bolish : હું તો બોલીશ : આ ગોગોને બંધ કરાવો !
Hun To Bolish : હું તો બોલીશ : લગ્ન નાત નક્કી કરશે કે નિયતિ?
Operation Gogo In Surat : ગોગોનું ઓનલાઇન વેચાણ , રિયાલિટી ચેકમાં ધડાકો
Gold Price All Time High : સોનામાં તોફાની તેજી, 10 ગ્રામ સોનાનો ભાવ પહોંચ્યો 1.33 લાખ પર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi-Agra Expressway:ગાઢ ધુમ્મસના કારણે ભયંકર અકસ્માત, 7 બસો ટકરાઇ, 4નાં મૃતદેહ મળ્યાં, 25 ઘાયલ
Delhi-Agra Expressway:ગાઢ ધુમ્મસના કારણે ભયંકર અકસ્માત, 7 બસો ટકરાઇ, 4નાં મૃતદેહ મળ્યાં, 25 ઘાયલ
Mexico Plane Crash: મેક્સિકોમાં પ્લેન ક્રેશ, બિલ્ડિંગથી ટકરાયું પ્રાઇવેટ જેટ, 7 લોકોના મોત
Mexico Plane Crash: મેક્સિકોમાં પ્લેન ક્રેશ, બિલ્ડિંગથી ટકરાયું પ્રાઇવેટ જેટ, 7 લોકોના મોત
Viksit Bharat Ji Ram Ji Scheme: મનરેગાનું બદલાશે નામ, આ યોજનાના લાભ સંદર્ભે શું થશે ફેરફાર
Viksit Bharat Ji Ram Ji Scheme: મનરેગાનું બદલાશે નામ, આ યોજનાના લાભ સંદર્ભે શું થશે ફેરફાર
Morning Dreams: સવારના સપનામાં આ પાંચ વસ્તુઓ જોવા મળે તો સમજી જજો લાગવાની છે લૉટરી
Morning Dreams: સવારના સપનામાં આ પાંચ વસ્તુઓ જોવા મળે તો સમજી જજો લાગવાની છે લૉટરી
IIT મદ્રાસનો મોટો નિર્ણય, BTech અધુરુ હશે તો પણ મળશે BScની ડિગ્રી
IIT મદ્રાસનો મોટો નિર્ણય, BTech અધુરુ હશે તો પણ મળશે BScની ડિગ્રી
350થી વધુ ખેલાડી, 77 સ્લૉટ, CSK અને KKR પાસે સૌથી વધુ રૂપિયા, જાણો IPL મિની ઓક્શનની પાંચ મોટી વાતો
350થી વધુ ખેલાડી, 77 સ્લૉટ, CSK અને KKR પાસે સૌથી વધુ રૂપિયા, જાણો IPL મિની ઓક્શનની પાંચ મોટી વાતો
Maharashtra Civic Polls: મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના સાથે લડશે ચૂંટણી, જાણો NCPનું શું થશે?
Maharashtra Civic Polls: મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના સાથે લડશે ચૂંટણી, જાણો NCPનું શું થશે?
ભારતીય રેલવે કર્મચારીઓ માટે સારા સમાચાર, આઠમા વેતન આયોગ બાદ સેલેરી-પેન્શનમાં આટલો વધારો થવાની સંભાવના
ભારતીય રેલવે કર્મચારીઓ માટે સારા સમાચાર, આઠમા વેતન આયોગ બાદ સેલેરી-પેન્શનમાં આટલો વધારો થવાની સંભાવના
Embed widget