શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
અમદાવાદમાં ૧૦૦ અને ૧૦૧ ઇમર્જન્સી નંબર ઠપ્પ, જાણો પોલિસે શું આપ્યું કારણ
અમદાવાદ: એક જ ફોન કરવાથી ઇમર્જન્સીમાં મદદ મળે તેવા ૧૦૦ અને ૧૦૧ નંબર આજે વહેલી સવારથી બંધ રહેતાં લોકો હેરાન-પરેશાન થઇ ગયા છે. ટેકનિકલ ખામીના કારણે પોલીસનો ઇમર્જન્સી નંબર ૧૦૦ અને ફાયર બ્રિગ્રેડના ૧૦૧ સહિતના નંબર બંધ થઇ ગયા છે. ઇમર્જન્સી સેવામાં પોલીસ માટે ૧૦૦ નંબર અને ફાયર બ્રિગ્રેડના ૧૦૧ નંબર છે. આ ઉપરાંત અમદાવાદ પોલીસ કંટ્રોલરૂમના ૦૭૯-રપ૬૩૦૧૦૦, ૩૦ર૦૦, ૩૦૩૦૦, ૩૦૪૦૦ નંબર છે. ફાયર બ્રિગ્રેડના ૦૭૯-રર૧૪૮૪૬૬, ૬૭ નંબર છે, પરંતુ આ તમામ નંબર આજ સવારથી જ બંધ થઇ ગયા હતા, જેના કારણે અમુક ઇમર્જન્સીમાં લોકોને તાત્કાલિક મદદ મળી ન હતી. પોલીસ કંટ્રોલરૂમ ડીસીપી બલરામ મીણાએ જણાવ્યું હતું કે સવારથી ૧૦૦ નંબર ઉપર ફોન નથી લાગી રહ્યા, બીએસએનએલ તરફથી ટેકનિકલ પ્રોબ્લેમ છે. પોલીસ કંટ્રોલરૂમ તરફથી કોઇ પ્રોબ્લેમ નથી. આ સમસ્યાને દૂર કરવા પ્રયત્ન કરાઇ રહ્યા છે. બીજી તરફ ફાયર બ્રિગ્રેડનાં સૂત્રોએ પણ ટેકનિકલ કારણસર નંબર બંધ હોવાનું જણાવ્યું હતું. ફાયર બ્રિગ્રેડ દ્વારા ઇમર્જન્સી માટે ૭૮૧૯૮૬ર૮૮૪ અને ૦૭૯-ર૯ર૯૩રપ૭ નંબર જાહેર કરાયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બોલિવૂડ
આરોગ્ય
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion