શોધખોળ કરો
અમદાવાદઃ ગુલાભ ટાવર રોડ પર નકલી પોલીસ બની વૃદ્ધા પાસેથી સોનાની બંગડીની લૂંટ કરી ઠગ ફરાર

અમદાવાદઃ તહેવાર બાદ પણ શહેરમાં લૂંટ અને ચોરીના બનાવ યથાવત છે. લોકો નકલી પોલીસ બનીને લોકોને છેતરવાના બનાવ હજી બની રહ્ય છે. શહેરના ગુલાબ ટાવર રોડ પર પોલીસની ઓળખ આપીને બે શખ્સોએ વૃદ્ધા પાસેથી સોનાની બંગડીઓ ઉતરાવી ફરાર થઇ ગયા હતા. આ મામલે સોલા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોધાઇ હતી.
વધુ વાંચો





















