શોધખોળ કરો
ખેલૈયાઓ માટે ખરાબ સમાચાર! અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં ભરાયા પાણી પછી શું થયા હાલ? જાણો વિગત
ગુરુવારે મોડી રાત્રે ધોધમાર વરસાદ પડતા અમદાવાદનાં કેટલાંક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં. વરસાદના કારણે ખેલૈયા અને આયોજકોમાં ભારે ચિંતા સર્જાઈ છે.
![ખેલૈયાઓ માટે ખરાબ સમાચાર! અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં ભરાયા પાણી પછી શું થયા હાલ? જાણો વિગત Filled water at GMDC ground in Ahmedabad ખેલૈયાઓ માટે ખરાબ સમાચાર! અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં ભરાયા પાણી પછી શું થયા હાલ? જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/09/27110213/GMDC.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદ: ગુરુવારે મોડી રાતે ગુજરાતના કેટલાંક ભાગોમાં વરસાદે જોરદાર બેટિંગ કરી હતી. જ્યારે નવરાત્રિના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે એવા માહોલમાં ખેલાડીઓમાં વરસાદના વિઘ્નનો ડર સતાવી રહ્યો છે. ગુરુવારે મોડી રાત્રે ધોધમાર વરસાદ પડતા અમદાવાદનાં કેટલાંક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં.
ગઈકાલે મોડી રાત્રે ભારે વરસાદના કારણે અમદાવાદના GMDC ગ્રાઉન્ડ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. મેદાનમાં સર્વત્ર પાણી ભરાતાં વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવને વરસાદનું વિઘ્ન નડી રહ્યું છે એવું લાગી રહ્યું છે. અતિશય વરસાદ અને ઝડપી ગતિએ પવન ફૂંકાતા મેદાનના તંબુ અને ડોમને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. આ વરસાદના કારણે ખેલૈયા અને આયોજકોમાં ભારે ચિંતા સર્જાઈ છે. નવરાત્રિ દરમિયાન વરસાદી માહોલ રહેશે એવા અહેવાલ મળ્યા છે.
ઉલ્લેખનીય છે કે દર વર્ષે અમદાવાદના GMDC મેદાનમાં નવરાત્રિનું ભવ્ય આયોજન કરવામાં આવતું હોય છે. આ દરમિયાન મોટી સંખ્યામાં શહેરીજનો આ મેદાન પર ગરબે ઘૂમે છે. પરંતુ હવે વરસાદ બાદ મેદાનમાં પાણી ભરાતાં લાખો રૂપિયાનું નુકશાન પહોંચ્યું છે સાથે ખેલૈયાઓ વચ્ચે ચિંતા ઓસરી છે. મેદાનમાં સાઉન્ડ સિસ્ટમ તેમજ લાઇટિંગ સિસ્ટમને પણ વરસાદના કારણે ભારે અસર થઈ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સમાચાર
ગુજરાત
દુનિયા
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)