Ahmedabad: અમદાવાદમાં વિકાસ એસ્ટેટમાં લાગી ભીષણ આગ, ફાયરની 10થી 15 ગાડીઓ ઘટનાસ્થળે
અમદાવાદ: શહેરના બાપુનગર નજીક આવેલ અનિલ સ્ટ્રાચ મિલ કમ્પાઉન્ડમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. વિકાસ એસ્ટેટમાં આગ લાગતા અપરા તફરી મચી જવા પામી છે. ફટાકડાના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની છે.
અમદાવાદ: શહેરના બાપુનગર નજીક આવેલ અનિલ સ્ટ્રાચ મિલ કમ્પાઉન્ડમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. વિકાસ એસ્ટેટમાં આગ લાગતા અપરા તફરી મચી જવા પામી છે. ફટાકડાના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની છે. હાલમાં ફાયર વિભાગની સાત ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે. આગની ઘટનાને કારણે આજુબાજુના વિસ્તારોને ખાલી કરાવવામાં આવ્યા છે.
આગ એટલી ભીષણ છે કે આજુબાજુના કારખાનામાં પ્રસરી રહી છે. હાલમાં ધાણીની જેમ ફટાકડા ફૂટી રહ્યા છે. 4 વાગ્યે લાગેલી આગ હજુ પણ કાબુમાં આવી નથી. આગને પગલે નજીકમાં રહેતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહી છે. લોકોનું કહેવું છે કે મનપાની બેદરકારીના કારણે આ આગ લાગી છે. આગને કાબુમાં લેવા રોબોટીક સિસ્ટમથી પાણીનો છટકાવ કરવામાં આવી રહ્યો છે. જ્યાં આગ લાગી છે ત્યા ફટકડાની ગેરકાયદે દુકાનો આવેલી છે.
બે દિવસ કચ્છ, પોરબંદર અને સુરેન્દ્રનગરમાં યલો એલર્ટ કરાયું જાહેર
ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. આગામી બે દિવસ કચ્છ, પોરબંદર, સુરેન્દ્રનગરમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. અન્ય વિસ્તારોમાં પણ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. અમદાવાદમાં આજે અને આવતી કાલે ગરમીનું ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યુ છે. તો સૌરાષ્ટ્ર કચ્છમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે.
ગુજરાત પ્રદેશ અને સૌરાષ્ટ્ર - કચ્છ ના અંતરિયાળ વિસ્તારો માં આગામી ત્રણ થી ચાર દિવસો દરમિયાન મહત્તમ તાપમાન 42 થી 44 ડિગ્રી સેલ્સિયસ ની વચ્ચે રહેવાની સમ્ભાવના છે, તેમજ સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાત ના દરિયાકાંઠાના વિસ્તારો માં ગરમ અને ભેજવાળી હવા પ્રવર્તે તેવી પણ સંભાવના હોવાથી નાગરીકોને અસ્વસ્થતાનો અનુભવ થઈ શકે છે.
યલો એલર્ટ
હવામાન વિભાગ દ્વારા ખરાબ હવામાનની સ્થિતિ વિશે જણાવવા માટે યલો એલર્ટ જારી કરવામાં આવે છે. આ એક પ્રકારની એલાર્મ બેલ છે. જે સંકેત આપે છે કે વર્તમાન પરિસ્થિતિમાં કોઈ ખતરો નથી, પરંતુ ખતરનાક હવામાન ગમે ત્યારે તમારી સામે આવી શકે છે, તેના માટે તૈયાર રહો.
ઓરેન્જ એલર્ટ
ઓરેન્જ એલર્ટ યલો એલર્ટ કરતા એક ડગલું આગળ છે. મતલબ કે ખતરો આવી રહ્યો છે. હવે તમારે બેદરકાર ન રહેવું જોઈએ. આ પછી ગમે ત્યારે ખતરનાક હવામાન તમારી સામે આવી શકે છે. આવી સ્થિતિમાં, તે પરિસ્થિતિનો સામનો કરવા માટે તમારી જાતને તૈયાર કરો. જ્યારે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવે છે, ત્યારે સંબંધિત અધિકારીઓને તૈયાર રહેવા માટે કહેવામાં આવે છે અને લોકોને આવતા-જતા સાવચેતી રાખવા માટે કહેવામાં આવે છે.
રેડ એલર્ટ
જ્યારે હવામાન ખૂબ જ ખરાબ છે અને તેના કારણે નુકસાન થવાની સંભાવના છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જારી કરવામાં આવે છે. આ ખતરનાક હવામાનની નિશાની છે. લોકોને એલર્ટ કરવા માટે રેડ એલર્ટ જારી કરવામાં આવે છે કે હવે તમારે તમારી સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમામ નિયમોનું પાલન કરવું જોઈએ. શિયાળામાં રેડ એલર્ટનો અર્થ ખતરનાક ઠંડીની સ્થિતિ છે, જ્યારે વરસાદની મોસમમાં રેડ એલર્ટનો અર્થ પૂર, તોફાન અથવા નુકસાનકારક વરસાદ થાય છે. રેડ એલર્ટ બાદ લોકોએ બેદરકારી ન રાખવી જોઈએ. આવી સ્થિતિમાં તે ઋતુના પ્રકોપથી બચવાની વ્યવસ્થા કરવી જોઈએ.