(Source: ECI/ABP News/ABP Majha)
Fire: દિવાળીના દિવસે જ અમદાવાદમાં આગ, 3 ગૉડાઉન અને 11 મકાનોમાં આગ, 5 સિલીન્ડર થયા બ્લાસ્ટ
દિવાળીના દિવસે અમદાવાદમાં આગ લાગવાની ઘટનાઓ ઘટી છે. વહેલી સવારે અમદાવાદના ખાડીયા -સારંગપુર વિસ્તારમાં આગ લાગવાની ઘટના ઘટી હતી
અમદાવાદ: ગુજરાતમાં અત્યારે દિવાળીનો માહોલ જામ્યો છે, ઠેર ઠેર લોકો રોશનીના તહેવારને ધામધૂમથી ઉજવી રહ્યાં છે, ત્યારે ગુજરાતમાં આ ખુશીના તહેવારમાં ફટાકડા ફોડવા કેટલીક જગ્યાએ ભારે પડી રહ્યાં છે, ઠેર ઠેર આગના બનાવો સામે આવી રહ્યાં છે. ગુજરાતના અનેક શહેરોમાં દિવાળીની રાતે આગનો બનાવ બન્યો હતો. અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરેન્દ્રનગર, પંચમહાલમાં આગના બનાવ બન્યા હતા. જોકે, સદનસીબે આ બનાવોમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. જાણી લઈએ કે ક્યાં ક્યાં આગ લાગી હતી.
11 મકાનોમાં આગ લાગી
દિવાળીના દિવસે અમદાવાદમાં આગ લાગવાની ઘટનાઓ ઘટી છે. વહેલી સવારે અમદાવાદના ખાડીયા -સારંગપુર વિસ્તારમાં આગ લાગવાની ઘટના ઘટી હતી. ખાડીયાના રૉઝી સિનેમાની ગલીમાં ત્રણ ગોડાઉન અને તેની ઉપર આવેલ 11 મકાનોમાં આગ લાગી ગઇ હતી, એટલુ જ નહીં આ આગ એટલી ભયાનક હતી કે તેમાં 5 સિલિન્ડર બ્લાસ્ટ પણ થયા હતા. જોકે બાદમાં ફાયર બ્રિગેડની ટીમે મોટી મથામણ બાદ આગ પર કાબુ મેળવી લીધો હતો, જોકે, સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. ફટાકડાના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે.
Diwali 2022: દિવાળીના દિવસે રાજ્યમાં 108 એમ્બ્યુલન્સને 359 કોલ મળ્યા, સૌથી વધુ અમદાવાદમાં
Ahmedabad 108 CALL: દિવાળીના પર્વ પર સૌ કોઈ ફટાકડા ફોડતા હોય છે. નાના બાળકોથી લઈનો વડિલો પણ શાનથી ફટાકડા ફોડી આ પ્રકાશના પર્વને ઉજવતા હોય છે. જો કે આ દરનમિયાન ઘણી દુર્ઘટના પણ ઘટે છે.
Ahmedabad 108 CALL: દિવાળીના પર્વ પર સૌ કોઈ ફટાકડા ફોડતા હોય છે. નાના બાળકોથી લઈનો વડિલો પણ શાનથી ફટાકડા ફોડી આ પ્રકાશના પર્વને ઉજવતા હોય છે. જો કે આ દરનમિયાન ઘણી દુર્ઘટના પણ ઘટે છે. આજે સમગ્ર રાજ્યની વાત કરીએ તો દિવાળીના તહેવારમાં 108ને હાલ સુધી 359 કોલ મળ્યા છે. હાલ સુધી પડવાના કારણે ઇજા પામેલા 120 કોલ મળ્યા છે. 91 લોકો સામાન્ય ઇજાગ્રસ્ત થતા 108ને જાણ કરવામાં આવી છે. જેમાં અમદાવાદમાં 34 કોલ સામાન્ય દાઝવાના, 25 કોલ પડી જવાના મળ્યા છે.તો બીજી તરફ સુરતમાં 33 કોલ સામાન્ય દાઝવાના અને 10 કોલ પડી જવાના મળ્યા છે. દાહોદમાં 10 કોલ દાઝી જવાના અને 4 કોલ પડી જવાના મળ્યા છે.