શોધખોળ કરો
Advertisement
ધ્રાંગધ્રા-અમદાવાદ હાઈ-વે પર અજાણ્યા શખ્સો દ્વારા ફાયરિંગ, બે લોકો થયા ઘાયલ
ફાયરિંગમાં બંને વ્યક્તિને ઇજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
અમદાવાદઃ ધ્રાંગધ્રા અમદાવાદ હાઈ-વે પર અજાણ્યા શખ્સો દ્વારા બે વ્યક્તિ પર ફાયરિંગ કર્યું હોવાની ઘટના સામે આવી છે. આ ફાયરિંગમાં બંને વ્યક્તિને ઇજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ સાથે પોલીસને જાણ કરવામાં આવતાં ધ્રાંગધ્રા તાલુકા પોલીસ અને ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ધ્રાંગધ્રા હાઈવે પાસેના ગામ નજીક આ ઘટના બની છે. જોકે, કોના દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું અને કયા કારણોસર ફાયરિંગ કરાયું તે હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસ તપાસ પછી વધુ વિગતો સામે આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
ગુજરાત
ઓટો
દેશ
Advertisement