શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં સ્થાનિક વ્યક્તિને કોરોનાનો પહેલો કેસ સુરતમાં નોંધાયો, જાણો વિગત
સુરતની સ્થાનિક વ્યક્તિમાં જોવા મળ્યો કોરોનાનો કેસ. ગુજરાતમાં પહેલો કેસ સ્થાનિક વ્યક્તિમાં જોવા મળ્યો.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે. આજે વડોદરાની મુલાકાતે આવેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાણકારી આપી હતી કે, અત્યાર સુધીમાં રાજ્યમાં કોરોનાના 13 કેસ નોંધાયા છે, જેમાંથી 12 કેસ વિદેશથી વતન પરત ફરેલા ગુજરાતીઓમાં જોવા મળ્યો છે. જ્યારે એક કેસ સુરતની સ્થાનિક વ્યક્તિમાં જોવા મળ્યો છે. આ વ્યક્તિ ઉંમર લાયક હોવાની વિગતો પણ નીતિન પટેલે આપી હતી.
આરોગ્ય મંત્રી નીતિન પટેલે વધુ જાણકારી આપતાં જણાવ્યું હતું કે, વિદેશથી આવેલા 12 લોકોમાં કોરોના પોઝિટિવ આવ્યો છે. જ્યારે એક કેસ સ્થાનિક વ્યક્તિમાં જોવા મળ્યો છે. માત્ર 36 કલાકમાં જ આ કોરોનાના 13 કેસ સામે આવ્યા છે. વડોદરામાં 24 લોકોને ક્વોરોન્ટાઇન કરાયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બિઝનેસ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion