શોધખોળ કરો

કોરોનાના કહેરની વચ્ચે ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા ઈતિહાસમાં પ્રથમ વખત આવી રીતે યોજાશે, જાણો વિગતે

અષાઢી બીજની રથયાત્રા પૂર્વે યોજાનાર જળયાત્રા 5મી જૂને યોજાશે. પરંતુ તેમાં શોભાયાત્રા નહીં હોય. જેમાં પુજારી -ટ્રસ્ટીઓ જ હશે.

અમદાવાદઃ જગન્નાથજી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓની મળેલી બેઠકમાં સોમવારે નિર્ણય લેવાયો છે કે 23મી જૂને ભગવાન જગન્નાથથી 143મી રથયાત્રા સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે નીકળશે. વિગતે વાત કરતાં ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યું કે દર વખતની જેવી ભવ્ય રથયાત્રા આ વખતે નહીં યોજાય. ભજન મંડળીઓ, ટ્રક, ઝાંખી કરાવતાં વાહનો રથયાત્રામાં જોડાશે નહીં. માત્ર એક - બે હાથી (ગજરાજ) જોડાશે. ભગવાનના ત્રણ રથ સિવાય કોઈ જ વાહન જોડાશે નહીં, અન્ય ભક્તો પણ નહીં જોડાય. માત્ર મંદિરના પુજારીઓ અને પરંપરા મુજબના રથ હંકારનાર ખલાસીઓ જ રથયાત્રામાં હશે. આ વખતે રથયાત્રામાં માત્ર ભગવાન જગન્નાથ-બહેન સુભદ્રા-ભાઇ બલભદ્રના જ ત્રણ રથ નીકળશે. ભજન મંડળી, અખાડા, ટ્રક, ઝાંખી નહીં હોય. રથયાત્રા દરમિયાન સરકારના નીતિ નિયમોનું પાલન કરાશે. સામાન્ય રીતે એક રથ ખેંચવા માટે ૩૦૦ જેટલા ખલાસીઓ હોય છે. પરંતુ પ્રવર્તમાન સ્થિતિને પગલે આ વખતે એક રથ ખેંચવા માટે ૨૫ ખલાસીઓ જોડાઇ શકે તેવી વ્યવસ્થા કરાશે.  પ્રત્યેક પોઇન્ટ પર ખલાસીઓનું ગૂ્રપ બદલવામાં આવશે. એક કે બે ગજરાજ રથયાત્રામાં જોડાય તેવા પ્રયાસ રહેશે. પરંતુ અંતિમ નિર્ણય સરકાર સાથેની બેઠક બાદ લેવાશે. સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે શક્ય તેટલી ઝડપથી  રથયાત્રા પૂરીથાય તેનો પ્રયાસ કરાશે. આ વખતે તમામ ભક્તો ટીવી ચેનલના માધ્યમથી જ રથયાત્રાના દર્શન કરે તેવો અમારો અનુરોધ છે. હજુ આગામી દિવસોમાં અમદાવાદ પોલીસ કમિશ્નર સાથે બેઠક યોજી રથયાત્રામાં કેટલા લોકો ભાગ લેશે તે અંગે આખરી નિર્ણય લેવાશે.' અષાઢી બીજની રથયાત્રા પૂર્વે યોજાનાર જળયાત્રા 5મી જૂને યોજાશે. પરંતુ તેમાં શોભાયાત્રા નહીં હોય. જેમાં પુજારી -ટ્રસ્ટીઓ જ હશે. સાબરમતી નદીમાંથી સાદગીપૂર્ણ જળવિધી કરી પુજારીઓ મંદિર પરત ફરશે. આ ઉપરાંત 21 જૂને નેત્રોત્સવ વિધિ યોજાશે. જો કે તે દિવસે સૂર્યગ્રહણ હોવાથી બપોરે 4 વાગ્યા બાદ પુજારીઓ અને મંહતની હાજરીમાં નેત્રોત્સવ વિધિ સંપન્ન થશે. ભગવાનના નેત્રોત્સવની  વિધિ વખતે સૂર્યગ્રહણ ભગવાન જગન્નાથજીની રથયાત્રાના બે દિવસ અગાઉ યોજાતી નેત્રોત્સવની વિધિનું પણ અનેરું મહત્વ હોય છે. જોકે, આ વખતે ૨૧ જૂને નેત્રોત્સવની વિધિ છે ત્યારે  જ સૂર્યગ્રહણ છે. આ કંકણાકૃતિ સૂર્યગ્રહણ ભારતમાં દેખાવવાનું છે. જેમાં વ્યતિપાત મહાપાત રાત્રે ૧૧-૨૭ સુધી છે.  સામાન્ય રીતે નેત્રોત્સવ વિધિ સવારના સમયે યોજાતી હોય છે. પરંતુ આ વખતે સૂર્યગ્રહણને લીધે નેત્રોત્સવ વિધિ ૨૧ જૂને બપોરે ૪ બાદ યોજાશે. હાલમાં ભગવાનના ત્રણેય રથનું રંગરોગાન ખલાસી ભાઈઓ દ્વારા શરૂ કરાયું છે. જોકે રથને વિશેષ શણગાર માટેની વ્યવસ્થા કરાઈ નથી. 30 જટેલાં  ખલાસી ભાઈઓ જ પરંપરા મુજબ રથ ચલાવશે. અન્ય ખલાસી ભાઈઓ રથયાત્રામાં જોડાશે કે કેમ તે અંગે આગળ નિર્ણય લેવાશે. આ ઉપરાંત મહેન્દ્ર ઝાના કહેવા મુજબ રથયાત્રા અંગે લેવાયેલાં આ તમામ નિર્ણયો સરકારને મોકલવામાં આવશે. જો કોઈ ફેરફાર કરવાની વાત આવશે તો સરકારના માર્ગદર્શન મુજબ આગળ વધીશું.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે  આપ્યો ચુકાદો
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે આપ્યો ચુકાદો
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?
ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?
'શિવશક્તિ'ના શુક્રાચાર્યનું નિધન: હાર્ટ એટેકથી જાણીતા અભિનેતાનું નિધન થતાં ટીવી જગતમાં શોકનું મોજુ
'શિવશક્તિ'ના શુક્રાચાર્યનું નિધન: હાર્ટ એટેકથી જાણીતા અભિનેતાનું નિધન થતાં ટીવી જગતમાં શોકનું મોજુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Khyati Hospital Scandal: કુખ્યાત કાર્તિક પટેલને લઈ પોલીસ પહોંચી ખ્યાતિ હોસ્પિટલAmbalal Patel Prediction: ગુજરાતના રાજકારણમાં પક્ષપલટાની મોસમ થશે શરૂ, અંબાલાલ પટેલની રાજકીય આગાહીBorsad Murder : બોરસદમાં પ્રેમ પ્રકરણમાં યુવકની જાહેરમાં હત્યા, જુઓ કોણે કરી નાંખી હત્યા?Rajkot Crime : રાજકોટમાં રીક્ષા ચાલકો અને કિન્નરો વચ્ચે મારામારીના કેસમાં 11 કિન્નર સહિત 15ની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે  આપ્યો ચુકાદો
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે આપ્યો ચુકાદો
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?
ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?
'શિવશક્તિ'ના શુક્રાચાર્યનું નિધન: હાર્ટ એટેકથી જાણીતા અભિનેતાનું નિધન થતાં ટીવી જગતમાં શોકનું મોજુ
'શિવશક્તિ'ના શુક્રાચાર્યનું નિધન: હાર્ટ એટેકથી જાણીતા અભિનેતાનું નિધન થતાં ટીવી જગતમાં શોકનું મોજુ
RG Kar Rape And Murder: કોલકતા ડોક્ટર હત્યા કેસમાં દોષીને આજે મળશે સજા, ફાંસી કે આજીવન કેદ
RG Kar Rape And Murder: કોલકતા ડોક્ટર હત્યા કેસમાં દોષીને આજે મળશે સજા, ફાંસી કે આજીવન કેદ
સૈફ અલી ખાનને હોસ્પિટલ પહોંચાડનાર રિક્ષા ડ્રાઈવરને ઈનામમાં મળ્યા હજારો રુપિયા  
સૈફ અલી ખાનને હોસ્પિટલ પહોંચાડનાર રિક્ષા ડ્રાઈવરને ઈનામમાં મળ્યા હજારો રુપિયા  
RBI ની નવી ગાઈડલાઈન, કરોડો યૂઝર્સને ફ્રોડથી રાહત, માત્ર આ બે નંબર પરથી આવશે બેંકિંગ કોલ 
RBI ની નવી ગાઈડલાઈન, કરોડો યૂઝર્સને ફ્રોડથી રાહત, માત્ર આ બે નંબર પરથી આવશે બેંકિંગ કોલ 
Government Jobs 2025: આ રાજ્યમાં 1 લાખથી વધુ પદો માટે ભરતી, એક ક્લિકમાં ચેક કરો તમામ ડિટેલ્સ  
Government Jobs 2025: આ રાજ્યમાં 1 લાખથી વધુ પદો માટે ભરતી, એક ક્લિકમાં ચેક કરો તમામ ડિટેલ્સ  
Embed widget