શોધખોળ કરો
અમદાવાદઃ શાહીબાગ કેન્ટોનમેન્ટમાં એક જ પરિવારના ચાર સભ્યોને લાગ્યો કોરાનાનો ચેપ, જાણો વિગત
મિલેટ્રી હોસ્પિટલમાં સ્કિન ડિપાર્ટમેન્ટમાં કામ કરતા ટેક્નિશિયન અને તેમના ઘરના 3 અન્ય લોકોને કોરોના પોઝિટિવ આવ્યો છે.

અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે શહેરના શાહીબાગ કેન્ટોનમેન્ટમાં એક જ પરિવારના ચાર સભ્યોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મિલેટ્રી હોસ્પિટલમાં સ્કિન ડિપાર્ટમેન્ટમાં કામ કરતા ટેક્નિશિયન અને તેમના ઘરના 3 અન્ય લોકોને કોરોના પોઝિટિવ આવ્યો છે. પરિવારમાં પત્ની સહિત 10 વર્ષની બાળકી અને 5 વર્ષના પુત્રને કોરોના પોઝિટિવ આવ્યો છે. ગઈ કાલે ગુજરાતમાં 415 કેસ નોંધાયા હતા. જેમાંથી અમદાવાદમાં 279, સુરતમાં 58, વડોદરામાં 32, ગાંધીનગરમાં 15, મહેસાણામાં 5, ભાવનગરમાં 4, ભરુચમાં 4, દાહોદમાં 4, ખેડામાં 3, પંચમહાલ, કચ્છ અને સુરેન્દ્રનગરમાં 2-2, જ્યારે બનાસકાંઠા, પાટણ, નર્મદા, વલસાડ અને નવસારીમાં એક-એક કેસ નોંધાયા છે. ગુજરાતમાં ગઈ કાલે 29 લોકોના કોરોનાને કારણે દુઃખદ નિધન થયાં છે, જેમાં અમદાવાદમાં 24, અરવલ્લીમાં 2 અને સુરત, મહેસાણા અને જૂનાગઢમાં એક-એક વ્યક્તિનું મોત થયું છે. ગઈ કાલે સૌથી વધારે 1114 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. એવી જ રીતે અમદાવાદમાં પણ સૌથી વધુ 1019 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આમ ગઈ કાલે અમદાવાદ પછી સુરતમાં 32, સાબરકાંઠામાં 20, વડોદરામાં 9, કચ્છમાં 7, દાહોદમાં 4, ખેડામાં 4, આણંદમાં 3, અરવલ્લીમાં 3, મહેસાણામાં 3, ગાંધીનગરમાં 2, ગીરસોમનાથમાં 2, રાજકોટમાં 2, તાપીમાં 2, જૂનાગઢમાં 1 અને પાટણમાં એક દર્દીએ કોરોનાને મ્હાત આપી છે.
વધુ વાંચો





















