શોધખોળ કરો

ઈરાનમાં બંધક બનાવાયેલા ચાર ગુજરાતી અમદાવાદ પરત ફર્યા, સરકારના પ્રયાસોથી થયો તમામનો છૂટકારો

માણસા તાલુકાના ચાર લોકો અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા હતા. બાપુપુરા-બદપુરા ગામના ચાર વ્યક્તિઓનું ઈરાનમાં અપહરણ કરવામાં આવ્યું હતું.

ઈરાનમાં અપહરણ કરવામાં આવેલા ચાર ગુજરાતીઓ અમદાવાદ પરત ફર્યા હતા. માણસા તાલુકાના ચાર લોકો અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા હતા. બાપુપુરા-બદપુરા ગામના ચાર વ્યક્તિઓનું ઈરાનમાં અપહરણ કરવામાં આવ્યું હતું. બાદમાં રાજ્ય-કેન્દ્ર સરકારના પ્રયાસોથી તમામનો છૂટકારો થયો હતો. નોંધનીય છે કે 19 તારીખે આ ચારેય વ્યક્તિઓ અમદાવાદથી ઓસ્ટ્રેલિયા જવા નીકળ્યા હતા. ડંકી રૂટથી ઓસ્ટ્રેલિયા જતા ચારેય ગુજરાતીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. ઈરાનમાં એજન્ટોએ ચારેયનું અપહરણ કરીને માર માર્યો હતો અને તેનો વીડિયો પરિવારજનોને મોકલ્યો હતો. ધારાસભ્ય જે.એ.પટેલે પીડિત પરિવાર સાથે મુલાકાત કરી હતી.

માણસા તાલુકાના બાપુપુરા અને બદપુરાના ચાર વ્યક્તિઓને ઑસ્ટ્રેલિયા જવાના ચક્કરમાં ઈરાનના તહેરાન શહેરમાં બંધક બનાવવામાં આવ્યા હતા. જોકે, રાહતના સમાચાર એ છે કે લાંબી જહેમત અને ખંડણી ચૂકવ્યા બાદ આ ચારેયને મુક્ત કરાવી દેવામાં આવ્યા હતા. ડંકી રૂટથી ઓસ્ટ્રેલિયા જતા ચારેય ગુજરાતીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. 19 તારીખે અમદાવાદથી ઓસ્ટ્રેલિયા જવા નીકળ્યા હતા. તહેરાનથી ચારેય ગુજરાતીઓનું અપહરણ થયું હતું. એજન્ટોએ ગોંધીને રાખીને તેમને માર માર્યો હતો. ગુજરાત અને ભારત સરકારના પ્રયાસથી તમામ ચારનો છૂટકારો થયો હતો.

બાપુપુરા અને બદપુરાના ચાર વ્યક્તિઓ ઑસ્ટ્રેલિયા જવા નીકળ્યા હતા. તેમને એમિરેટ્સ એરલાઇન્સ મારફતે દિલ્હીથી થાઇલેન્ડ લઈ જવાયા, ત્યાંથી વાયા દુબઈ થઈને ઈરાનના પાટનગર તહેરાન લઈ જવાયા હતા. તહેરાનના ખામેનીની ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી જ તેમને ટેક્સીમાં બેસાડી અજાણ્યા સ્થળે (હેલી નામની હોટેલ) લઈ જવામાં આવ્યા હતા. તેહરાન એરપોર્ટ પર ઉતર્યા બાદ આ લોકોને હેલી નામની હોટલમાં લઈ જવામાં આવ્યા હતા. એવી પણ અટકળો છે કે બાબા નામના વ્યક્તિએ ઈરાનમાં તેમનું અપહરણ કર્યું હતું. અપહરણકર્તાઓએ આ યુવકોને બંધક બનાવીને ભારે શારીરિક ત્રાસ આપ્યો હતો. તેમના હાથ-પગ બાંધીને માર મારવામાં આવ્યો હતો અને ખંડણી માંગવામાં આવી હતી. આ ક્રૂરતાનો વીડિયો અપહરણકર્તાઓએ વોટ્સએપ મારફતે પરિવારજનોને મોકલ્યો હતો. આ સમગ્ર ગંભીર પ્રકરણને લઈને માણસાના ધારાસભ્ય જે. એસ. પટેલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને તાત્કાલિક મદદ માંગી હતી.                                                      

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Controversy: અમદાવાદની આનંદ નિકેતન શાળા વિવાદમાં, ધોરણ-8ના વિદ્યાર્થીના નાસ્તામાંથી કાચનો ટુકડો નીકળતા વાલીઓનો હોબાળો
Controversy: અમદાવાદની આનંદ નિકેતન શાળા વિવાદમાં, ધોરણ-8ના વિદ્યાર્થીના નાસ્તામાંથી કાચનો ટુકડો નીકળતા વાલીઓનો હોબાળો
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
બેંક ઓફ બરોડા અને કેનેરા બેંકનો મોટો ઝટકો: લોન પર વ્યાજ દરો વધાર્યા, EMI મોંઘી થશે
બેંક ઓફ બરોડા અને કેનેરા બેંકનો મોટો ઝટકો: લોન પર વ્યાજ દરો વધાર્યા, EMI મોંઘી થશે
Embed widget