શોધખોળ કરો

ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રમુખ પદને લઈને પાર્ટીએ લીધો મોટો નિર્ણય

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ બાકી છે ત્યારે હવે દરેક પાર્ટીમાં રાજકીય હલચલ શરૂ થઈ ગઈ છે. દરેક પાર્ટીઓએ બેઠકોનો દોર પણ શરૂ કરી દીધો છે. હવે આ કડીમાં ગુજરાતની મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસે પણ કમર કસી છે.

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ બાકી છે ત્યારે હવે દરેક પાર્ટીમાં રાજકીય હલચલ શરૂ થઈ ગઈ છે. દરેક પાર્ટીઓએ બેઠકોનો દોર પણ શરૂ કરી દીધો છે. હવે આ કડીમાં ગુજરાતની મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસે પણ કમર કસી છે. કોંગ્રેસે આ સમયે એક મહત્વનો નિર્ણય લીધો છે જેમા ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રમુખ તરીકે ગાયત્રીબા વાઘેલા જ રહેશે. આ પહેલા એવી અટકળો હતી કે ગુજરાત મહિલા કોંગ્રેસના અધ્યક્ષ બદલાઈ શકે છે. જેથી હવે નવા પ્રમુખ નિમવાની વાત ઉપર હાલ પૂરતું પૂર્ણવિરામ મુકાઈ ગયું છે.

કૉંગ્રેસ તૂટવાના દાવાને ગુજરાત પ્રભારી રઘુ શર્માએ ફગાવ્યો

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ દિલ્હીમાં કૉંગ્રેસના નેતાઓની બેઠક મળી હતી. ગુજરાતના પ્રભારી રધુ શર્મા અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી.  રધુ શર્માએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે ગુજરાતની જનતાએ પરિવર્તનનું મન બનાવી લીધું છે. ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખરાબ છે.  ડ્રગ્સ તસ્કરીનો ગુજરાત અડ્ડો બની ગયું છે. ગુજરાતમાં રિમોટ કન્ટ્રોલ સરકાર છે, ગુજરાત ભાજપના અધ્યક્ષ પાસે રિમોટ છે. આવી પરિસ્થિતિમાં ગુજરાતમાં ભાજપ સરકાર ચલાવી રહી છે. રધુ શર્મા ગુજરાત કૉંગ્રેસના ધારાસભ્યો તૂટવાના દાવાને પણ નકાર્યો છે તેમણે કહ્યું ગુજરાત કૉંગ્રેસના ધારાસભ્યો એકજૂથ છે. રધુ શર્માએ વધુમાં કહ્યું કે,  પંજાબમાં મુખ્ય વિપક્ષી દળ આમ આદમી પાર્ટી હતું પરંતુ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના એક પણ ધારાસભ્ય નથી.  રધુ શર્માએ કહ્યું ગુજરાતમાં સરકારે 4 વર્ષમાં કંઈ નથી કર્યું જેના કારણે આખી સરકાર બદલી દેવામાં આવી છે.

કૉંગ્રેસ છોડનારા નેતાઓને પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની ચીમકી 

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ દિલ્હીમાં કૉંગ્રેસના નેતાઓની બેઠક મળી હતી. ગુજરાતના પ્રભારી રધુ શર્મા અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. ગુજરાત કૉંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરે મીડિયા સાથેની વાચતીતમાં કહ્યું કે, ગુજરાતમાં જ્યારે ચૂંટણીઓ આવવાની છે ત્યારે 6 એપ્રિલથી ગાંધી સંદેશ યાત્રા શરુ થઈ રહી છે ત્યારે એ યાત્રામાં આવવા માટે રાહુલ ગાંધીને આમંત્રણ આપ્યું છે. ચૂંટણીને લઈ ચર્ચા અને સંગઠન અને આગામી કાર્યક્રમોને લઈ રાહુલ ગાંધી અને કેસી વેણુગોપાલ સાથે ગુજરાત પ્રભારી રધુ શર્મા અને અમે ચર્ચા કરી છે.

વધુમાં જગદીશ ઠાકોએ કહ્યું, 25 તારીખે ગુજરાત વિધાનસભામાં આદિવાસી ભાઈઓ તરફથી એક મોટો ઘેરાવનો કાર્યક્રમ છે. ગુજરાતમાં બેરોજગાર યુવાનો 25 લાખ હતા પેપર ફૂટવાના લગભગ નવ જેટલા બનાવો બન્યા એનાથી બેરોજગાર યુવાનોમાં ગુસ્સો છે. 28મી તારીખે બેરોજગાર યુવાનોને લઈ વિધાનસભાનો યુવક કૉંગ્રેસ દ્વારા પણ ઘેરાવ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.  24 તારીખે મહિલા કૉંગ્રેસનો કાર્યક્રમ છે તેમાં આખરી ઓપ આપી વિધાનસભામાં મોંઘવારીના મુદ્દે, મહિલાઓના મુદ્દે, ધોળા દિવસે ગળુ કાપી હત્યા કરી દેવામાં આવે બેન દિકરીઓની એવા અનેક બનાવો જે બન્યા છે ત્યારે કૉંગ્રેસ લડાયક મૂડમાં ભાજપ સામે લડશે. 

ગુજરાત કૉંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરને પૂછવામાં આવ્યું હતું કે ગુજરાત કૉંગ્રેસના 12 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે તેના જવાબમાં તેમણે કહ્યું કે, 12 હોય કે 15 હોય જેમને જવાનું છે એમને જવાની છૂટ આપી છે જેને જવાનુ હોય એ જાય કૉંગ્રેસને કોઈ નચાવવા માંગતો હશે તો કૉંગ્રેસ નાચશે નહી અને જે ગયા છે એમને પૂછો કે ત્યાં તમારી શુ દશા છે. ત્યાં કોઈ સચવાતા નથી અને કૉંગ્રેસ પાછા નથી લેતી. ચૂંટણીના સમયે જે લોકો જાય છે તેની રાજકીય કિંમત નથી, સામાજિક કિંમત નથી અને એમના પ્રમુખ કહે છે પાટીલ મારે એક પણ કૉંગ્રેસીને નથી લેવો તો આપના માધ્યમથી કહું છુ અને ગુજરાતમાં કહેવત છે કે થૂંકીને ચાટે છે પાટીલ, જ્યારે જ્યારે બોલે ત્યારે કૉંગ્રેસીને જોઈતો નથી અને કૉંગ્રેસી સિવાય ભાજપને ચાલવું નથી એવી નીતિ ભાજપને મુબારક છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GSSSB Exam: ગૌણ સેવા પસંદગી મંડળે જુનિયર અને સિનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ રાખી, જાણો શું આપ્યું કારણ
GSSSB Exam: ગૌણ સેવા પસંદગી મંડળે જુનિયર અને સિનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ રાખી, જાણો શું આપ્યું કારણ
કોંગ્રેસ ઉમેદવાર લલિત વસોયાએ ચૂંટણી માટે મતદારો પાસે રૂપિયા માગ્યા, કહ્યું - મારી પાસે પુરતું ફંડ નથી એટલ દસ-દસ રૂપિયા માંગુ છું
કોંગ્રેસ ઉમેદવાર લલિત વસોયાએ ચૂંટણી માટે મતદારો પાસે રૂપિયા માગ્યા, કહ્યું - મારી પાસે પુરતું ફંડ નથી એટલ દસ-દસ રૂપિયા માંગુ છું
Lok Sabha Election 2024 Live Update : ઉમેદવારી નોંધાવાના છેલ્લા દિવસે  ફોર્મ ભર્યા બાદ અમિત શાહે ગરમીને લઇને કરી આ ખાસ વાત
Lok Sabha Election 2024 Live Update : ઉમેદવારી નોંધાવાના છેલ્લા દિવસે ફોર્મ ભર્યા બાદ અમિત શાહે ગરમીને લઇને કરી આ ખાસ વાત
LokSabha Election 2024: અમિત શાહ, સી.આર.પાટીલ અને પરેશ ધાનાણીએ ભર્યું ઉમેદવારી પત્ર
LokSabha Election 2024: અમિત શાહ, સી.આર.પાટીલ અને પરેશ ધાનાણીએ ભર્યું ઉમેદવારી પત્ર
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Rajkot Politics । રૂપાલાના વિરોધમાં ધોરાજી ભાજપમાં મોટો ભડકોMahesana Politics । મહેસાણા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર રામજી ઠાકોર આજે ભરશે ઉમેદવારી ફોર્મMahisagar News । રખડતા ઢોરે બાળકીને લીધી અડફેટે, સ્થાનિકોએ બચાવ્યો બાળકીનો જીવVadodara News । અકોટા બ્રિજ પર બેઠેલા યુવકને બેફામ કારચાલકે લીધો અડફેટે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GSSSB Exam: ગૌણ સેવા પસંદગી મંડળે જુનિયર અને સિનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ રાખી, જાણો શું આપ્યું કારણ
GSSSB Exam: ગૌણ સેવા પસંદગી મંડળે જુનિયર અને સિનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ રાખી, જાણો શું આપ્યું કારણ
કોંગ્રેસ ઉમેદવાર લલિત વસોયાએ ચૂંટણી માટે મતદારો પાસે રૂપિયા માગ્યા, કહ્યું - મારી પાસે પુરતું ફંડ નથી એટલ દસ-દસ રૂપિયા માંગુ છું
કોંગ્રેસ ઉમેદવાર લલિત વસોયાએ ચૂંટણી માટે મતદારો પાસે રૂપિયા માગ્યા, કહ્યું - મારી પાસે પુરતું ફંડ નથી એટલ દસ-દસ રૂપિયા માંગુ છું
Lok Sabha Election 2024 Live Update : ઉમેદવારી નોંધાવાના છેલ્લા દિવસે  ફોર્મ ભર્યા બાદ અમિત શાહે ગરમીને લઇને કરી આ ખાસ વાત
Lok Sabha Election 2024 Live Update : ઉમેદવારી નોંધાવાના છેલ્લા દિવસે ફોર્મ ભર્યા બાદ અમિત શાહે ગરમીને લઇને કરી આ ખાસ વાત
LokSabha Election 2024: અમિત શાહ, સી.આર.પાટીલ અને પરેશ ધાનાણીએ ભર્યું ઉમેદવારી પત્ર
LokSabha Election 2024: અમિત શાહ, સી.આર.પાટીલ અને પરેશ ધાનાણીએ ભર્યું ઉમેદવારી પત્ર
World Earth Day 2024: વિશ્વ પૃથ્વી દિવસ કેમ મનાવવામાં આવે છે? જાણો તેનો ઇતિહાસ અને મહત્વ
World Earth Day 2024: વિશ્વ પૃથ્વી દિવસ કેમ મનાવવામાં આવે છે? જાણો તેનો ઇતિહાસ અને મહત્વ
અમદાવાદમાં દીવાલ ધરાશાયી થતાં મચી ગઇ નાસભાગ, 2નાં કરૂણ મૃત્યુ, ત્રણનું રેસ્ક્યુ
અમદાવાદમાં દીવાલ ધરાશાયી થતાં મચી ગઇ નાસભાગ, 2નાં કરૂણ મૃત્યુ, ત્રણનું રેસ્ક્યુ
IPL 2024: 'આ નિયમ નથી પણ બરબાદી છે...', ઝહીર ખાને 'ઈમ્પેક્ટ પ્લેયર' નિયમ પર ઉઠાવ્યા સવાલ
IPL 2024: 'આ નિયમ નથી પણ બરબાદી છે...', ઝહીર ખાને 'ઈમ્પેક્ટ પ્લેયર' નિયમ પર ઉઠાવ્યા સવાલ
IPL 2024: હાર્દિક પંડ્યા પર BCCIએ કરી કાર્યવાહી, ફટકાર્યો આટલા લાખ રૂપિયાનો દંડ, જાણો કારણ
IPL 2024: હાર્દિક પંડ્યા પર BCCIએ કરી કાર્યવાહી, ફટકાર્યો આટલા લાખ રૂપિયાનો દંડ, જાણો કારણ
Embed widget