શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
અમદાવાદઃ યુવતીએ સાસુને ઉતારી દીધી મોતને ઘાટ, હજુ 10 મહિના પહેલા જ થયા હતા લગ્ન
સત્યમેવ વિસ્ટા સામે આવેલા હોમ્સ ખાતે રેખા અગ્રવાલ નામની મહિલાની તેના દીકરાની વહુ નિકિતા અગ્રવાલે હત્યા કરી નાંખી છે. નિકિતાના લગ્ન હજુ 10 મહિના પહેલા જ થયા હતા.
![અમદાવાદઃ યુવતીએ સાસુને ઉતારી દીધી મોતને ઘાટ, હજુ 10 મહિના પહેલા જ થયા હતા લગ્ન Girl murder of mother-in-law at Ahmedabad, police detained woman અમદાવાદઃ યુવતીએ સાસુને ઉતારી દીધી મોતને ઘાટ, હજુ 10 મહિના પહેલા જ થયા હતા લગ્ન](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/10/28161044/Rekha-Agrawal.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદઃ શહેરમાં 10 મહિના પહેલા જ લગ્ન કરીને સાસરે આવેલી યુવતીએ પોતાની સાસુને મોતને ઘાટ ઉતારી દેતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. સાસુ-વહુ વચ્ચે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં મહિલાનું મોત થયું છે. પોલીસે આ ઘટનામાં હત્યારી વહુ અને તેના દીકરાની અટકાયત કરી છે.
આ અંગેની વિગતો એવી છે કે, સત્યમેવ વિસ્ટા સામે આવેલા હોમ્સ ખાતે રેખા અગ્રવાલ નામની મહિલાની તેના દીકરાની વહુ નિકિતા અગ્રવાલે હત્યા કરી નાંખી છે. નિકિતાના લગ્ન હજુ 10 મહિના પહેલા જ થયા હતા. ગઈ કાલે કોઈ બાબતે સાસુ-વહુ વચ્ચે ઝઘડો થયો હતો. જેણે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.
ઉશ્કેરાયેલી નિકિતાએ પહેલા તો સાસુ રેખાબેનને લોખંડના પાઇપથી માર મારીને લોહીલૂહાણ કરી નાંખ્યા હતા અને આ પછી સાસુને સળગાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. જેમાં રેખા અગ્રવાલનું મોત થયું છે. પોલીસે હાલ, તો વહુ અને મહિલાના દીકરાની અટકાયત કરી છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
શિક્ષણ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)