શોધખોળ કરો
અમદાવાદઃ લગ્નની લાલચમાં સર્વસ્વ સોંપી દેતી યુવતીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, વાંચીને લાગી જશે આંચકો
યુવકે પોતાની હવસ સંતોષી લીધા પછી પોત પ્રકાશ્યું હતું. યુવતીને છેતરાઇ હોવાનું જણાતાં યુવક સામે સોલા પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધાવી છે.

પ્રતિકાત્મક તસવીર.
અમદાવાદઃ સારા પાત્ર સાથે લગ્નના સપનાઓ જોતી અને તેના માટે સર્વસ્વ લૂંટાવી દેતી યુવતીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અમદાવાદની ભોગ બનેલી યુવતીનો કિસ્સો જાણીને તમને પણ આંચકો લાગી જશે. વાત એવી છે કે, ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતી યુવતીને સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર એક યુવકનો પરિચય થયો હતો.
આ યુવકે વાતચીત દરમિયાન વિજયા બેંકનો મેનેજર હોવાનું જણાવ્યું હતું. તેમજ તેણે યુવતીને લગ્ન માટે પ્રપોઝ પણ કર્યું હતું. જેથી યુવતી તેની વાતોમાં આવી ગઈ હતી. વાતચીત આગળ વધતાં યુવતીને યુવક પર વિશ્વાસ આવી ગયો હતો અને યુવક સાથે તેણે શારીરિક સંબંધ પણ બાંધ્યા હતા. જોકે, યુવકે પોતાની હવસ સંતોષી લીધા પછી પોત પ્રકાશ્યું હતું.
યુવતીને છેતરાઇ હોવાનું જણાતાં યુવક સામે સોલા પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદને આધારે સોલા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement
