શોધખોળ કરો

Ahmedabad New Police Commissioner: અમદાવાદના નવા પોલીસ કમિશ્નર તરીકે જીએસ મલિકે સંભાળ્યો ચાર્જ, જાણો કોણ છે

GS Malik: મૂળ હરિયાણાના જીએસ મલિક ગુજરાત કેડરના 1993 બેચના IPS અધિકારી છે. હવે તેઓ ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદના પોલીસ કમિશ્નર છે.

Ahmedabad New Police Commissioner: અમદાવાદ શહેરને નવા પોલીસ કમિશ્નર મળ્યા છે. નવા પોલીસ કમિશ્નર તરીકે જીએસ મલિકે આજથી ચાર્જ સંભાળી લીધો છે. કમિશ્નર કચેરી ખાતે તેમનું ગાર્ડ ઓફ ઓનર આપી સન્માન કરાયું હતું. અમદાવાદ શહેરના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ કમિશ્નર કચેરીએ હાજર રહ્યા હતા. જીએસ મલિક 1993ના બેચના IPS અધિકારી છે  અને 8 જાન્યુઆરી 1994 ના રોજ IPS તરીકે નિમણુક કરવામાં આવી હતી. ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, ગાંધીનગર અને નર્મદા સહિતના જિલ્લામાં ફરજ બજાવી ચૂક્યા છે

BSFના વડા તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે

મૂળ હરિયાણાના જીએસ મલિક ગુજરાત કેડરના 1993 બેચના IPS અધિકારી છે. અત્યાર સુધી તેઓ દિલ્હીમાં ADG (ઉત્તર) CISF હતા. જ્ઞાનેન્દ્ર સિંહ મલિકે B.Tech સાથે LLB કર્યું છે. હવે તેઓ ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદના પોલીસ કમિશ્નર છે. અમદાવાદમાં પોલીસ કમિશનરની જગ્યા છેલ્લા ત્રણ મહિનાથી ખાલી હતી. સંજય શ્રીવાસ્તવની નિવૃત્તિ બાદ IPS પ્રેમવીર સિંહ CPનો ચાર્જ સંભાળી રહ્યા હતા.

Ahmedabad New Police Commissioner: અમદાવાદના નવા પોલીસ કમિશ્નર તરીકે જીએસ મલિકે સંભાળ્યો ચાર્જ, જાણો કોણ છે

1993 બેચના IPS અધિકારી જીએસ મલિકે અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, નર્મદા સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં કામ કર્યું છે. તેમણે અમદાવાદની સરહદો પર બીએસએફ આઈજી મોરચાને સંભાળ્યો છે. જીએસ મલિકની દેખરેખ હેઠળ બીએસએફ દ્વારા કુલ 11 બોટ અને છ પાકિસ્તાનીઓને કબજે કરવામાં આવ્યા હતા. 200 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા ખાડી વિસ્તારમાં તેમના નેતૃત્વમાં એક મોટું અભિયાન ચલાવવામાં આવ્યું હતું.  

Ahmedabad New Police Commissioner: અમદાવાદના નવા પોલીસ કમિશ્નર તરીકે જીએસ મલિકે સંભાળ્યો ચાર્જ, જાણો કોણ છે

મલિકના નેતૃત્વમાં ગુજરાતની દરિયાઈ સરહદ પર સ્થિત હરામીનાળામાંથી એક સપ્તાહમાં કુલ 15 પાકિસ્તાની બોટ જપ્ત કરવામાં આવી હતી. BSFએ હરામી નાળા ખાતે ઝીરો પોઈન્ટથી ભારતીય જળસીમામાં ઘૂસણખોરી કરતા પાકિસ્તાની માછીમારોના સેટેલાઈટ ઈન્ટેલિજન્સ ઈન્પુટ્સના આધારે હરામીનાળા વિસ્તારમાં કમાન્ડો ઓપરેશન શરૂ કર્યું હતું.

Ahmedabad New Police Commissioner: અમદાવાદના નવા પોલીસ કમિશ્નર તરીકે જીએસ મલિકે સંભાળ્યો ચાર્જ, જાણો કોણ છે

કેન્દ્રીય ગૃહમંત્રીએ BSF IG GS મલિકના કામની પ્રશંસા કરી હતી. દરિયાઈ ખતરો અને ઘૂસણખોરી સામે મલિકના કમાન્ડો ઓપરેશનોએ દુશ્મનની કમર તોડી નાખી. તે સમયે BSFના ગુજરાત ફ્રન્ટિયરના આઈજી જીએસ મલિક પણ ગાંધીનગરથી હરમીનાળા વિસ્તારમાં પહોંચ્યા હતા અને ઓપરેશનનું નેતૃત્વ કર્યું હતું.

Ahmedabad New Police Commissioner: અમદાવાદના નવા પોલીસ કમિશ્નર તરીકે જીએસ મલિકે સંભાળ્યો ચાર્જ, જાણો કોણ છે

BSFમાં લાંબી ઇનિંગ રમી ચૂકેલા GS મલિકને કેન્દ્ર અને રાજ્યમાં કામ કરવાનો અનુભવ છે. મલિકે ગુજરાતના કચ્છ જિલ્લામાં ASP તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પછી તેઓ ભરૂચ જિલ્લાના એસપી હતા. 2003 અને 2005 વચ્ચેના તેમના કામને લોકો આજે પણ યાદ કરે છે. જીએસ મલિક, ભરૂચમાં એસપી તરીકે કામ કરતી વખતે, આદિવાસી નેતા અને ગુજરાતના ધારાસભ્ય છોટુભાઈ વસાવા સામે અનેક કેસ નોંધાયા હતા. આટલું જ નહીં છોટુ વસાવાની ધરપકડ કરવાના આદેશ પણ આપવામાં આવ્યા હતા. આ પછી ઝગડિયા પોલીસ સ્ટેશનના પીઆઈ મીની જોસેફે છોટુ વસાવાની ધરપકડ કરી હતી.

જીએસ મલિક વડોદરામાં પોલીસ અધિકારી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. વડોદરા રેન્જમાં ફરજ બજાવતાં મલિકે રાષ્ટ્રપતિ ચંદ્રક મેળવ્યો હતો. તેમણે એક શાળાને નવજીવન આપ્યું. તેની ખૂબ ચર્ચા થઈ હતી. મલિકે તે જ સમયગાળા દરમિયાન લોકરક્ષક ભરતી બોર્ડના અધ્યક્ષ તરીકે પણ સારી કામગીરી બજાવી હતી અને 17,500 LRD ની ભરતી દોષરહિત રીતે કરી હતી.

Ahmedabad New Police Commissioner: અમદાવાદના નવા પોલીસ કમિશ્નર તરીકે જીએસ મલિકે સંભાળ્યો ચાર્જ, જાણો કોણ છે

હરિયાણાના જ્ઞાનેન્દ્ર સિંહ મલિકની છબી એક ફિટ અને એક્ટિવ ઓફિસરની છે. અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાને લઈને વિવિધ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે, SG હાઈવે અને સિંધુ ભવન રોડ સહિતના તમામ વિસ્તારોમાં નબીરાઓના ઓવર સ્પીડિંગ પરના સ્ટંટને અટકાવવો મલિક માટે મોટો પડકાર રહેશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Letter Forgery Case : અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરી પાયલ ગોટીને મળ્યા જામીનAmbalal Patel: Rain In Makar Sankranti: ઉત્તરાયણમાં તૂટી પડશે વરસાદ!, અંબાલાલ પટેલની મોટી આગાહીAhmedabad: આજથી ફ્લાવર શોનો પ્રારંભ, આ દિવસે જશો તો ટિકિટના આપવા પડશે 30 રૂપિયા વધારેBanaskantha News: વિભાજન બાદ ભાજપના નેતામાં જ ભારે નારાજગી, અણદાભાઈએ CMને લખ્યો પત્ર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
પોતાનો ધંધો શરુ કરવા માંગો છો પરંતુ પૈસા નથી ? આ સરકારી યોજનાઓથી મળશે લાખોની લોન 
પોતાનો ધંધો શરુ કરવા માંગો છો પરંતુ પૈસા નથી ? આ સરકારી યોજનાઓથી મળશે લાખોની લોન 
સાવધાન! ઠંડીમાં Room Heater માં થઈ શકે છે બ્લાસ્ત, આ 5 ભૂલો ભારે પડી શકે છે
સાવધાન! ઠંડીમાં Room Heater માં થઈ શકે છે બ્લાસ્ત, આ 5 ભૂલો ભારે પડી શકે છે
દવા લીધા બાદ પણ રહે છે યુરિક એસિડની સમસ્યા, આ આદતો હોઈ શકે છે કારણ
દવા લીધા બાદ પણ રહે છે યુરિક એસિડની સમસ્યા, આ આદતો હોઈ શકે છે કારણ
Embed widget