શોધખોળ કરો

Gujarat Weather: કોલ્ડવેવની આગાહીને પગલે સરકારે નાગરિકો અને પશુઓ માટે જાહેર કરી ગાઈડલાઈન

Gujarat Weather Update: હવામાન વિભાગ દ્વારા ૨૩ અને ૨૪ જાન્યુઆરી એમ બે દિવસ માટે કોલ્ડવેવની આગાહીને પગલે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્રને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.

Gujarat Weather Update: હવામાન વિભાગ દ્વારા ૨૩ અને ૨૪ જાન્યુઆરી એમ બે દિવસ માટે કોલ્ડવેવની આગાહીને પગલે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્રને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. અમદાવાદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં તાપમાનમાં ૨થી ૩ ℃ સુધીનો ઘટાડો  થઈ શકે છે.  માણસોની સાથે પશુઓની તકેદારી રાખવા મહત્ત્વપૂર્ણ સૂચનાઓ જાહેર કરાઈ છે.  આગામી 24 કલાક દરમિયાન સરેરાશ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્શિયસ સુધી ઘટાડો નોંધાઈ શકે છે.

માર્ગદર્શિકા જાહેર થઈ

  • શિયાળામાં ગરમ કપડાનો પૂરતો જથ્થો રાખવો
  • ખોરાક, પાણી, ઇંધણ, બેટરી, ચાર્જર, ઇમરજન્સી લાઈટ અને જરૂરી દવાઓનો પૂરતો જથ્થો રાખવો
  • દરવાજા અને બારીઓ યોગ્ય રીતે બંધ કરવાની ખાતરી રાખવી, જેથી ઠંડા પવન ઘરમાં ન આવે
  • કોલ્ડવેવમાં વહેતું અથવા ભરેલું નાક અથવા નાકમાંથી રક્તસ્ત્રાવ જેવી વિવિધ બીમારીઓની શક્યતા વધી જાય છે. જે સામાન્ય લાંબા સમય સુધી શરદી રહેવાને કારણે થાય છે. આવાં લક્ષણો જણાય તો તાત્કાલિક આરોગ્યકર્મી અથવા ડોક્ટરની સલાહ લેવી.
  • એકથી વધુ પણ ઢીલા ફિટિંગવાળાં કપડાં પહેરો, એક ભારે કપડાના સ્તરને બદલે નાયલોન અથવા કોટન અને અંદરના ભાગે ઉનના કપડા પહેરો, ચુસ્ત કપડા રક્ત પરિભ્રમણ ઘટાડે છે તેથી તે પહેરવાનું ટાળવું
  • કપડા ભીના થાય તો તરત બદલી લેવા. માથું, ગરદન, હાથ અને અંગૂઠાને પૂરતા પ્રમાણમાં ઢાંકો
  • ફેફસાને સુરક્ષિત રાખવા માટે મોં અને નાકને ઢાંકો, કોવિડ 19 અને અન્ય શ્વસન સંબંધી ચેપથી બચવા માટે બહાર જતી વખતે માસ્ક પહેરો
  • શરીરનું તાપમાન જાળવી રાખવા ટોપી અને મફલરનો ઉપયોગ કરો, ઇન્સ્યુલેટેડ અથવા વોટરપ્રૂફ શૂઝ પહેરો
  • તાજો ખોરાક લો, પૂરતી રોગ પ્રતિકારક શક્તિ જળવાય તે માટે વિટામિન Cથી ભરપૂર ફળ અને શાકભાજી આરોગો
  • નિયમિતપણે ગરમ પ્રવાહી લેવા, કારણ કે ઠંડી સામે લડવા શરીરનું તાપમાન જાળવી રાખવું પડે છે
  • તેલ, પેટ્રોલિયમ જેલી અથવા બોડી ક્રીમ વડે નિયમિતપણે તમારી ત્વચાને મોઈશ્ચરાઈઝ રાખો
  • વૃદ્ધો, નવજાત શિશુઓ અને બાળકોની વિશેષ સંભાળ રાખો અને એકલા રહેતા પાડોશીઓ ખાસ કરી વૃદ્ધોને સમય સમયે મળતા રહો
  • રૂમ હીટર જેવા હીટિંગ ઉપકરણોનો ઉપયોગ કરવાની સાથે પર્યાપ્ત વેન્ટિલેશનની ખાતરી રાખો
  • ધુમાડો બહાર નીકળે તેવી વ્યવસ્થા હોય તો જ બંધ જગ્યાઓમાં કોલસો બાળો, કારણ કે કોલસાનું દહન ઝેરી કાર્બન મોનોક્સાઈડ ઉત્પન્ન કરી શકે છે, જે વ્યક્તિ માટે ઘાતક છે
  • દારૂનું સેવન ન કરો. શરાબ તમારા શરીરનું તાપમાન ઘટાડે છે અને વાસ્તવમાં રક્તવાહિનીઓને સાંકડી કરે છે જેથી હાઇપોથર્મિયાનું જોખમ વધે છે
  • ઠંડા પવન લાગવાના લક્ષણો જેમ કે અંગોની નિષ્ક્રિયતા, આંગળીઓ, અંગૂઠા, કાનની લોબ્સ અને નાકની ટોચ સફેદ અથવા નિસ્તેજ દેખાય તેવા સમયે શરીર પર લાલ ફોલ્લા થઈ શકે છે અથવા ત્વચાનો રંગ કાળો થઈ શકે છે. આ લક્ષણો અવગણવા નહીં, જે ખૂબ ખતરનાક છે. આવા હિમ ડંખના સંકેતો પર તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો

આ રીતે રાખો પાલતુ પશુઓની સંભાળ

  • પ્રાણીઓને ઠંડા પવનના સીધા સંપર્કમાં ન આવે તે માટે રાત્રી દરમિયાન રહેઠાણને ચારે બાજુથી ઢાંકી દો
  • ઠંડીના દિવસોમાં ખાસ કરીને નાના પ્રાણીઓને ઢાંકો
  • પશુધન અને મરઘાને ખુલ્લામાં ન રાખી ઠંડા હવામાનથી બચાવો
  • પશુધનને ખોરાક આપવાની રીત અને આહારમાં જરૂરી ફેરફાર કરો
  • ચરબીના પૂરક ખોરાક આપો અને પશુઓની ચાવવા સહિતની બાબતો પર ધ્યાન આપો
  • શિયાળા દરમિયાન મહત્તમ સૂર્યપ્રકાશ અને ઉનાળા દરમિયાન ઓછા કિરણોત્સર્ગ ધરાવતા ક્લાઈમેટ સ્માર્ટ શેડનું બાંધકામ કરાવો
  • શિયાળા દરમિયાન પ્રાણીઓને સૂવા-બેસવા માટે સૂકું ઘાસ અથવા કાપડ પાથરો.
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

'ફરજિયાત નથી, ડિલીટ કરી શકો છો એપ', Sanchar Saathi પર વિવાદ વચ્ચે કેન્દ્રિયમંત્રીનું મોટું નિવેદન
'ફરજિયાત નથી, ડિલીટ કરી શકો છો એપ', Sanchar Saathi પર વિવાદ વચ્ચે કેન્દ્રિયમંત્રીનું મોટું નિવેદન
Cyclone Ditwah: દિત્વાહ વાવાઝોડાનો કહેર, અતિભારે વરસાદ, 10 ફ્લાઇસ રદ્દ,રસ્તા જળમગ્ન
Cyclone Ditwah: દિત્વાહ વાવાઝોડાનો કહેર, અતિભારે વરસાદ, 10 ફ્લાઇસ રદ્દ,રસ્તા જળમગ્ન
'સંચાર સાથી' એપ કેવી રીતે રોકશે ફ્રોડ? શું જૂના ફોનમાં પણ આવશે, મેળવો તમામ સવાલના જવાબ
'સંચાર સાથી' એપ કેવી રીતે રોકશે ફ્રોડ? શું જૂના ફોનમાં પણ આવશે, મેળવો તમામ સવાલના જવાબ
ભાજપના SC મોરચાના અધ્યક્ષનો આરોપ, માફી નહીં માંગે તો મેવાણી વિરુદ્ધ રાજ્યભરમાં કરીશું ધરણાં
ભાજપના SC મોરચાના અધ્યક્ષનો આરોપ, માફી નહીં માંગે તો મેવાણી વિરુદ્ધ રાજ્યભરમાં કરીશું ધરણાં
Advertisement

વિડિઓઝ

Surat News: માતા-પિતાના નામને કલંકિત કરતી ઘટના, સુરતમાં સગીરાને ધકેલી દેહવિક્રયના ધંધામાં
Gujarat Air Pollution: ગુજરાતના મહાનગરોની હવા બની ઝેરી !
Swami Pradiptananda Saraswati : લગ્ન સમયે 3 સંતાનનો સંકલ્પ લેવો જોઇએ
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં પહોંચશે સોનું-ચાંદી ?
Harsh Sanghavi : સરદાર સાહેબની ગાથાને કોંગ્રેસ દબાવી રહી હતી, નાયબ મુખ્યમંત્રીના કોંગ્રેસ પર પ્રહાર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ફરજિયાત નથી, ડિલીટ કરી શકો છો એપ', Sanchar Saathi પર વિવાદ વચ્ચે કેન્દ્રિયમંત્રીનું મોટું નિવેદન
'ફરજિયાત નથી, ડિલીટ કરી શકો છો એપ', Sanchar Saathi પર વિવાદ વચ્ચે કેન્દ્રિયમંત્રીનું મોટું નિવેદન
Cyclone Ditwah: દિત્વાહ વાવાઝોડાનો કહેર, અતિભારે વરસાદ, 10 ફ્લાઇસ રદ્દ,રસ્તા જળમગ્ન
Cyclone Ditwah: દિત્વાહ વાવાઝોડાનો કહેર, અતિભારે વરસાદ, 10 ફ્લાઇસ રદ્દ,રસ્તા જળમગ્ન
'સંચાર સાથી' એપ કેવી રીતે રોકશે ફ્રોડ? શું જૂના ફોનમાં પણ આવશે, મેળવો તમામ સવાલના જવાબ
'સંચાર સાથી' એપ કેવી રીતે રોકશે ફ્રોડ? શું જૂના ફોનમાં પણ આવશે, મેળવો તમામ સવાલના જવાબ
ભાજપના SC મોરચાના અધ્યક્ષનો આરોપ, માફી નહીં માંગે તો મેવાણી વિરુદ્ધ રાજ્યભરમાં કરીશું ધરણાં
ભાજપના SC મોરચાના અધ્યક્ષનો આરોપ, માફી નહીં માંગે તો મેવાણી વિરુદ્ધ રાજ્યભરમાં કરીશું ધરણાં
હવે ફક્ત OTPથી બુક થઈ જશે તત્કાલ ટિકિટ, આ ટ્રેનમાં લાગુ થયો નવો નિયમ
હવે ફક્ત OTPથી બુક થઈ જશે તત્કાલ ટિકિટ, આ ટ્રેનમાં લાગુ થયો નવો નિયમ
Cyclone Ditwah: ભારે વરસાદ વચ્ચે તમિલનાડુમાં સ્કૂલ-કોલેજ બંધ, અનેક વિસ્તારોમાં એલર્ટ જાહેર
Cyclone Ditwah: ભારે વરસાદ વચ્ચે તમિલનાડુમાં સ્કૂલ-કોલેજ બંધ, અનેક વિસ્તારોમાં એલર્ટ જાહેર
Vladimir Putin: પુતિનના ભારત પ્રવાસ પર થશે મોટી ડિફેન્સ ડીલ! ચીન-પાકિસ્તાનનું વધશે ટેન્શન
Vladimir Putin: પુતિનના ભારત પ્રવાસ પર થશે મોટી ડિફેન્સ ડીલ! ચીન-પાકિસ્તાનનું વધશે ટેન્શન
SBIમાં એકાઉન્ટ છે તો ATMમાંથી વારંવાર ના ઉપાડતા રૂપિયા, આટલો વધ્યો ચાર્જ
SBIમાં એકાઉન્ટ છે તો ATMમાંથી વારંવાર ના ઉપાડતા રૂપિયા, આટલો વધ્યો ચાર્જ
Embed widget