Gujarat Election 2022: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે વોટિંગ કર્યા બાદ શું કર્યું ? જાણો વિગત
Gujarat Election 2022: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને તેમનો પરિવાર મતદાન કર્યા પછી અમદાવાદના એક મંદિરમાં પ્રાર્થના કરવા પહોંચ્યો હતો. તેમના પુત્ર અને BCCI સચિવ જય શાહ પણ તેમની સાથે હતા.
Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આજે બીજા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે. બીજા તબક્કાના મતદાનમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના 14 જિલ્લાની 93 બેઠકોનો સમાવેશ થાય છે. બીજા તબક્કામાં 833 ઉમેદારો ચૂંટણી લડી રહ્યા છે. આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના નારણપુરામાં વોટિંગ કર્યું હતું.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને તેમનો પરિવાર મતદાન કર્યા પછી અમદાવાદના એક મંદિરમાં પ્રાર્થના કરવા પહોંચ્યો હતો. તેમના પુત્ર અને BCCI સચિવ જય શાહ પણ તેમની સાથે હતા.
Gujarat | Union Home Minister Amit Shah and his family offer prayers at a temple in Ahmedabad after casting their votes for the second phase of #GujaratElections2022. His son & BCCI secretary Jay Shah also with them. pic.twitter.com/ub124DNCPf
— ANI (@ANI) December 5, 2022
બીજા તબક્કામાં આજે આ બેઠકો પર થઈ રહ્યું છે મતદાન
- બનાસકાંઠા જિલ્લો : બેઠકોના નામ : વાવ, થરાદ, ધાનેરા, દાંતા (ST), વડગામ (SC), પાલનપુર, ડીસા, દિયોદર, કાંકરેજ
- પાટણ જિલ્લો : બેઠકોના નામ : રાધનપુર, ચાણસ્મા, પાટણ, સિદ્ધપુર
- મહેસાણા જિલ્લો : બેઠકો : ખેરાલુ, ઉંઝા, વિસનગર, બેચરાજી, કડી, મહેસાણા, વિજાપુર
- સાબરકાંઠા જિલ્લો : બેઠકોના નામ : હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા (ST), પ્રાંતિજ
- અરવલ્લી જિલ્લો : બેઠકોના નામ : ભિલોડા (ST), મોડાસા, બાયડ
- ગાંધીનગર જિલ્લો : બેઠકો: દહેગામ, ગાંધીનગર દક્ષિણ, ગાંધીનગર ઉત્તર, માણસા, કલોલ
- અમદાવાદ જિલ્લો : બેઠકો: વિરમગામ, સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર, વટવા, એલિસબ્રિજ, નારાણપુરા, નિકોલ, નરોડા, ઠક્કરબાપા નગર, બાપુનગર, અમરાઈવાડી, દરિયાપુર, જમાલપુર-ખાડિયા, મણિનગર, દાણીલીમડા, સાબરમતી, અસારવા, દસક્રોઈ, ધોળકા, ધંધુકા
- આણંદ જિલ્લો : બેઠકો : ખંભાત, બોરસદ, આંકલાવ, ઉમરેઠ, આણંદ, પેટલાદ, સોજિત્રા
- ખેડા જિલ્લો : બેઠકોના નામ : માતર, નડિયાદ, મહેમદાબાદ, મહુધા, ઠાસરા, કપડવંજ
- મહીસાગર જિલ્લો : બેઠકોના નામ : બાલાસિનોર, લુણાવાડા, સંતરામપુર
- પંચમહાલ જિલ્લો : બેઠકોના નામ : શહેરા, મોરવાહડફ, ગોધરા, કાલોલ, હાલોલ
- દાહોદ જિલ્લો : બેઠકો : ફતેપુરા, ઝાલોદ, લીમખેડા, દાહોદ, ગરબાડા, દેવગઢ બારિયા
- વડોદરા જિલ્લો : બેઠકોના નામ : સાવલી, વાઘોડિયા, ડભોઈ, વડોદરા શહેર (SC), સયાજીગંજ, અકોટા, રાવપુરા, માંજલપુર, પાદરા, કરઝણ
- છોટાઉદેપુર જિલ્લો : બેઠકોના નામ: છોટાઉદેપુર, જેતપુર (ST)