શોધખોળ કરો
Advertisement
સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ જીતે એવી આ બેઠક પર 23 દાવેદારોથી કોંગ્રેસના નેતાઓની હાલત કફોડી, ક્યા પાટીદાર નેતા દીકરી માટે માગી રહ્યા છે ટિકિટ ?
ધારીમાં કુલ 23 લોકોએ ટિકિટ મેળવવા દાવેદારી કરી છે અને બધા ધુરંધરો છે તેથી કોને ટિકિટ આપવી એ મુદ્દે કોંગ્રેસ મૂંઝવણમાં છે. ધારીમાં કોંગ્રેસના બે પાટીદાર નેતા જ ટિકિટ અપાવવા સામસામે આવી ગયા છે તેથી પક્ષ વધારે મૂંઝવણમાં છે.
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણી ત્રીજી નવેમ્બરે યોજવાની જાહેરાત ચૂંટણી પંચે કરી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંનેમાં ટિકિટ મેળવવા જોરદાર જંગ જામ્યો છે. કોંગ્રેસના સૌરાષ્ટ્રમાં જીતની આશા દેખાય છે તેથી સૌરાષ્ટ્રમાં કોંગ્રેસમાં ગળાકાપ સ્પર્ધા છે. આ પૈકી જોરદાર જંગ ધારી બેઠકની ટિકિટ મેળવવા છે અને કોંગ્રેસ માટે આ બેઠક માથાનો દુઃખાવો બન્યો છે.
ધારીમાં કુલ 23 લોકોએ ટિકિટ મેળવવા દાવેદારી કરી છે અને બધા ધુરંધરો છે તેથી કોને ટિકિટ આપવી એ મુદ્દે કોંગ્રેસ મૂંઝવણમાં છે. ધારીમાં કોંગ્રેસના બે પાટીદાર નેતા જ ટિકિટ અપાવવા સામસામે આવી ગયા છે તેથી પક્ષ વધારે મૂંઝવણમાં છે.
ધારીમાં કોંગ્રેસના ધારાસભ્ય વીરજી ઠુમ્મર પોતાની દીકરી જેનીબેન ઠુમ્મરને ટિકિટ અપાવવા સક્રિય છે. જેનીબેન હાલમાં અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ હોવાથી તેમને ટિકિટ મળે તેવી શક્યતા છે. બીજી તરફ વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી સુરેશ કોટડિયાને આગળ કરી રહ્યા છે. આ સ્થિતિમાં બે પાટીદાર નેતા સામસામે આવી ગયા છે. ધારી બેઠક પર ધારાસભ્ય વિરજી ઠુમરની પુત્રી જેની ઠુમરને ટિકીટ ન મળે તે માટે પ્રદેશના નેતાઓ જ મેદાને પડયાં છે અને સુરેશ કોટડિયા માટે લોબિંગ કરી રહ્યાં છે.
વિપક્ષના નેતા દુરાગ્રહ ન રાખે તો આ બેઠક જીતવી કોંગ્રેસ સરળ બની રહેશે તેવી શક્યતા છે. જે.વી. કાકડિયાએ પક્ષપલટો કર્યો હોવાથી મતદારો તેમનાથી ખાસ્સા નારાજ છે ત્યારે બંને પાટીદાર નેતાઓને મનાવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
દેશ
દુનિયા
દુનિયા
Advertisement