(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat Congress: ગુજરાત કોંગ્રેસ સાથે જોડાયેલા સૌથી મોટા સમાચાર; પ્રભારી, સહપ્રભારીને 1 મહિનો ગુજરાત ન છોડવા હાઇકમાન્ડની સૂચના
હાર બાદ ગુજરાત કોંગ્રેસના તમામ મોટા નેતાઓ એક મંચ પર આવ્યા, ભરતસિંહ સોલંકી, સિદ્ધાર્થ પટેલ, પરેશ ધાનાણી પણ હાજર રહ્યા હતા.
Gujarat Congress: ગુજરાત કોંગ્રેસને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતનું સંગઠન મજબૂત કરવા હાઇકમાન્ડની સ્પષ્ટ સૂચના છે. ગઈકાલે ગાંધીનગરમાં ખાનગી ફાર્મમાં કોંગ્રેસના દિગ્ગ્જ નેતાઓ એકઠા થયા હતા. વિધાનસભાની ચૂંટણીની હાર બાદ પહેલી વાર મોટા નેતાઓની ડિનર ડિપ્લોમેસી થઈ. હાર બાદ ગુજરાત કોંગ્રેસના તમામ મોટા નેતાઓ એક મંચ પર આવ્યા. પ્રમુખ જગદીશ ઠાકોર, પ્રભારી રઘુ શર્મા, સહપ્રભારી રામકિશન ઓઝા, અર્જુન મોઢવાડીયા, અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી, સિદ્ધાર્થ પટેલ, પરેશ ધાનાણી પણ હાજર રહ્યા હતા.
પ્રભારી, સહપ્રભારીને 1 મહિનો ગુજરાત ન છોડવા હાઇકમાન્ડની સૂચના
બેઠકમાં તમામ ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા. પાછલી ટર્મના મોટાભાગના પૂર્વ ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા. પ્રભારી, સહપ્રભારીને 1 મહિનો ગુજરાત ન છોડવા હાઇકમાન્ડની સૂચના છે. ગુજરાતનું સંગઠન મજબૂત કરવા હાઇકમાન્ડની સ્પષ્ટ સૂચના આપી છે. જૂથવાદ ભૂલી અને એકજુથ થઇ લડવાનો તમામ નેતાઓએ સંકલ્પ કર્યો હતો.
ગુજરાત વિધાનસભા ગૃહમાં ઉઠ્યો કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાનનો મુદ્દો
જ્યમાં કમોસમી વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે. તાજેતરમાં પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાનનો મુદ્દો વિધાનસભામાં ઉઠ્યો હતો. ધારાસભ્ય જીતુ વાઘાણીએ આ મુદ્દો ઉઠાવ્યો હતો. રાજ્યના અનેક જિલ્લામાં કમોસમી વરસાદથી ઉભા પાકને નુકસાન થયું છે. કમોસમી વરસાદના કારણે કેરીના પાકને મોટાપાયે વધુ નુકશાન થયાનું વાઘાણીએ કહી માવઠાના કારણે ખેડૂતોને થયેલા નુકશાનમાં સરકાર ખેડૂતોને સહાય કરવા માંગે છે તે અંગે કૃષિમંત્રીને પ્રશ્ન પૂછ્યો હતો.
જેલમાં સતત ચેકિંગ ચાલુ રહેશેઃ હર્ષ સંઘવી
હર્ષ સંઘવીએ કહ્યું, રાજ્યની જેલોમાં સતત ચેકીંગ શરૂ રહેશે. એસપી અને રેન્જ આઇજી દ્વારા સરપ્રાઇઝ ચેકીંગ શરૂ જ રહેશે. જેલમાં જામર હોવા છતાં ફોન કાર્યરત રહે છે, જેલની આસપાસ રહેણાક વિસ્તાર હોવાથી ફોન કનેટકટ થાય છે. આગામી દિવસોમાં ટેકનોલોજીના વધુ ઉપયોગથી આ ખામી દૂર કરાશે.
વિધાનસભાની યુટ્યુબ ચેનલ લોન્ચ
ગુજરાત વિધાનસભા બજેટ સત્રનો આજે અંતિમ દિવસ છે. કોગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા પરિસરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. છેલ્લા 3 દિવસથી કોંગ્રેસના ધારાસભ્યો વિધાનસભા ગૃહની બહાર દેખાવો કરી રહ્યા છે. કોગ્રેસના ધારાસભ્યોએ વિવિધ મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું હતુ. કોગ્રેસના ધારાસભ્યો બેરોજગારી, કોન્ટ્રાક્ટ, આઉટ સોસિંગની પ્રથા મુદ્દે વિરોધ કર્યો હતો. પ્લે કાર્ડ સાથે વિધાનસભા પરિસરના પગથિયા પર બેસી કોગ્રેસના ધારાસભ્યોએ દારૂ-ડ્રગ્સ, મહિલા સુરક્ષા, મહાઠગ કિરણ પટેલ, ઝવેરી પંચના રિપોર્ટ મુદ્દે દેખાવો કર્યા હતા.
કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા પરિસરમાં અદાણી મોદી ભાઈ ભાઈના નારા લગાવ્યા હતાં. આજે બીજા દિવસે પણ વિધાનસભાના પ્રવેશ દ્વાર પાસે જ કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસના ધારાસભ્યોએ આક્ષેપ કર્યો હતો કે, વિધાનસભામાં કિરણ પટેલ મુદ્દે ચર્ચા થાય નહીં તે માટે કોંગ્રેસના તમામ ધારાસભ્યોને સત્રાંત સુધી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે. કોંગ્રેસના ધારાસભ્યોએ અલગ અલગ પ્લેકાર્ડ સાથે સરકાર સામે સુત્રોચ્ચાર કર્યા હતાં.