શોધખોળ કરો
ગુજરાતમાં કોરોનાએ કેર વર્તાવ્યોઃ સાત જ દિવસમાં નોંધાયા 4528 કેસ, જાણો વિગત
ગુજરાતમાં છેલ્લા 7 દિવસથી તો કોરોનાના કેસો રોજ 600ને પાર પહોંચી ગયા છે. મોતના આંકડામાં મોટો ઘટાડો નોંધાયો.

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. છેલ્લા એક જ અઠવાડિયામાં કોરોનાના 4528 કેસ નોંધાયા છે. તેના આગલા અઠવાડિયે કોરોનાના 3960 કેસ નોંધાયા છે. એટલું જ નહીં, છેલ્લા 7 દિવસથી તો કોરોનાના કેસો રોજ 600ને પાર પહોંચી ગયા છે. જોકે, ગુજરાતમાં કોરોનાની સામે રિકવરી રેટ પણ સારો જોવા મળી રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં 4528 કેસોની સામે 2903 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે તેના આગલા અઠવાડિયા 3960 કેસોની સામે 3871 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આ ઉપરાંત ગુજરાતમાં કોરોનાથી મૃત્યુનું પ્રમાણ પણ ઘટી રહ્યું છે. છેલ્લા એક અઠવાડિયામાં કોરોનાથી કુલ 134 લોકોના મોત થયા હતા. જ્યારે તેના આગલા અઠવાડિયે 153 લોકોના મોત થયા હતા. આમ , મૃત્યુના પ્રમાણમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં કોરોના વાયરસ બેકાબૂ બન્યો છે. દિવસેને દિવસે સંક્રમિત કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 34 હજારને પાર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 687 નવા કેસ નોંધાયા છે, જ્યારે વધુ 18 દર્દીઓનાં મોત થયા છે. આજે 340 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 34686 થઈ ગઈ છે અને મૃત્યુઆંક 1906 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 24941 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
વધુ વાંચો





















