શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ મુદ્દે સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટે શું આપ્યું મોટું નિવેદન? જાણો વિગત
સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટે એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કોરોનાનો બીજો અથવા ત્રીજો તબક્કો હોય તેવું લાગે છે. સિવિલમાં સારવાર માટે આવતા દર્દીની સંખ્યા વધી છે.
![ગુજરાતમાં કોરોનાની સ્થિતિ મુદ્દે સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટે શું આપ્યું મોટું નિવેદન? જાણો વિગત Gujarat corona update : Civil hospital superintendent Jayprakash Modi big reaction on corona cases ગુજરાતમાં કોરોનાની સ્થિતિ મુદ્દે સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટે શું આપ્યું મોટું નિવેદન? જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/11/12032519/gujarat-corona-update4.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદઃ ગુજરાતમાં દિવાળીના તહેવારો પછી કોરોનાએ ઉથલો માર્યો છે. ત્યારે કોરોનાની હાલની પરિસ્થિતિ અંગે સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ મોટું નિવેદન આપ્યું છે. જય પ્રકાશ મોદી હાલ સિવિલ સુપરિટેનડેન્ટ તરીકે સેવા આપી રહ્યા છે. સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટે એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કોરોનાનો બીજો અથવા ત્રીજો તબક્કો હોય તેવું લાગે છે. સિવિલમાં સારવાર માટે આવતા દર્દીની સંખ્યા વધી છે.
તેમણે જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં સંક્રમણ વધી શકે છે. સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે હાલ પૂરતી વ્યવસ્થા છે. જરૂર જણાશે તો વધુ વ્યવસ્થા ઉભી કરવાની પણ તૈયારી કરી છે. અન્ય હોસ્પિટલ્સની જરૂર જણાશે તો મદદ લેવાશે.
સિવિલ હોસ્પિટલમાં હાલ 614 દર્દી કોરોનાની સારવાર લઈ રહ્યા છે. 26 દર્દી સંપૂર્ણપણે વેન્ટિલેટર પર છે. 94 બાયપેપ દ્વારા સારવાર મેળવી રહ્યા છે, તો 344 દર્દી ઓક્સિજન પર સારવાર મેળવી રહ્યા છે, જ્યારે 150 દર્દી સામાન્ય સારવાર મેળવી રહ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દેશ
સમાચાર
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)
gujarati.abplive.com
Opinion