શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં કોરોનાથી ફફડેલા ડોક્ટરોનાં સરકારી હોસ્પિટલોમાંથી મોટા પાયે રાજીનામાં, સરકારે કર્યું શું ફરમાન ?
અમદાવાદ સિવિલમાં જ 100થી વધુ ડોકટરો કોરોનાથી સંક્રમિત થયા છે. કોરોનાએ બે નર્સનો પણ ભોગ લીધો છે. આ સંજોગોમાં ડોક્ટર્સ પણ ભયભીત બન્યા છે.
અમદાવાદઃ સમગ્ર ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, એમાં પણ અમદાવાદમાં કોરોનાના કેસો સૌથી વધુ છે, ત્યારે અમદાવાદીઓમાં તો ચિંતાનુ મોજું ફેલાયુ છે. સતત વધી રહેલા કેસોને કારણે હવે ખુદ ડોક્ટર્સ પણ ફફડી ઉઠ્યા છે. ડોક્ટર્સ પણ સંક્રમણનો ભોગ બની રહ્યા છે, ત્યારે ઘણાં ડોક્ટર્સે તો નોકરી છોડવા સુધી નક્કી કર્યુ છે. આવી પરિસ્થિતિમાં રાજ્ય સરકારે કોઇપણ ડોક્ટરનું રાજીનામુ ન સ્વિકારવા આદેશ કરવો પડ્યો છે.
ગુજરાતમાં એક તરફ કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. અમદાવાદમાં તો લોકડાઉન પછી પણ સ્થિતિમાં કોઈ સુધારો આવ્યો નથી. અમદાવાદ સિવિલમાં જ 100થી વધુ ડોકટરો કોરોનાથી સંક્રમિત થયા છે. કોરોનાએ બે નર્સનો પણ ભોગ લીધો છે. આ સંજોગોમાં ડોક્ટર્સ પણ ભયભીત બન્યા છે.
ફ્રન્ટલાઇન વોરિયર્સ તરીકે કામ કરતાં ડોક્ટરોને સરકારી હોસ્પિટલમાં કોરોનાથી જોખમ લાગી રહ્યુ છે. આ સિવાય ડોક્ટરોને પંદર દિવસ નોકરી કરવાની અને પંદર દિવસ કવોરન્ટાઇનમાં રહેવાનું હોય છે. આવી પરિસ્થિતિમાં પરિવારથી દૂર રહીને હોસ્પિટલમાં સતત કામ કરવાનું હોય છે. બીજી તરફ સંક્રમણ વધતાં પરિવારજનો પણ સતત તાણ અનુભવે છે.
સરકારી હોસ્પિટલોમાં ડોક્ટરોની વારંવાર બદલી કરાય છે. એટલું જ નહીં નિયમાનુસાર પ્રમોશન ન મળતું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ઉપરાંત કોરોનાના દર્દીઓ સાથે સીધો સંપર્ક હોવા છતાંય પુરતી સુવિધા મળતી નથી. આ બધા કારણોસર ડોક્ટરોને હવે નોકરી જોખમી લાગે છે. ઘણાં સિનિયર ડોક્ટરો, મેડિકલ ઓફિસર અને જીલ્લા કક્ષાના કલાસ -1 અિધકારીઓ હવે રાજીનામુ આપવા તૈયાર થયાં છે. ખાનગી હોસ્પિટલમાં સુવિધા ઉપરાંત મસમોટો પગાર મળતો હોવાથી ડોક્ટરો રાજીનામા આપવા તૈયાર થયાં છે.
કોરોનાના સંકટમાં ગુજરાતની સરકારી હોસ્પિટલમાં ડોક્ટરોની અછત વર્તાઇ રહી છે. બીજી તરફ ડોક્ટરોએ રાજીનામુ આપવાની તૈયારી દર્શાવતા રાજ્ય આરોગ્ય વિભાગની મૂંજવણ વધી છે. ત્યારે આરોગ્ય વિભાગે અત્યારે કોઇપણ ડોક્ટરનું રાજીનામુ ન સ્વિકારવા આદેશ કર્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
અમદાવાદ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion