શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં કોરોનાનો કેરઃ છેલ્લા 24 કલાકમાં કયા જિલ્લામાં કેટલા કેસ નોંધાયા? કેટલા લોકો થયા સ્વસ્થ?
ગઈ કાલે રાજ્યમાં 1332 કેસ નોંધાયા હતા. જેની સામે 1415 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. રાજ્યમાં એગ્રેસિવ ટેસ્ટિંગને પ્રમાણે છેલ્લા કેટલાય દિવસોથી દૈનિક કેસો 1200ને પાર થઈ ગયા છે. ગઈ કાલે રાજ્યમાં 1332 કેસ નોંધાયા હતા. જેની સામે 1415 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. આમ, ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી રિકવરી રેટ વધતા એક્ટિવ કેસો ઘટીને 16,230 થયા છે. દર્દીઓનો સાજા થવાનો દર પણ ઊંચો છે. હાલ, રાજ્યનો આ દર 82.31 ટકા થઈ ગયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 90,230 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. એટલું જ નહીં, કોરોનાના નવા કેસોની સામે મૃત્યુદરમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. ગઈ કાલે રાજ્યમાં 15 લોકોના કોરોનાથી મોત થયા હતા.
ગઈ કાલે સુરત શહેરમાં સૌથી વધુ 176 કેસ નોંધાયા હતા. જ્યારે તેની સામે 183 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આ પછી અમદાવાદ શહેરમાં 148 કેસ નોંધાયા હતા. જ્યારે તેની સામે 111 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આ પછી સુરત ગ્રામ્યમાં 102 કેસ નોંધાયા હતા. જેની સામે 151 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. ચોથા નંબરે સૌથી વધુ કેસ રાજકોટ શહેરમાં 96 કેસ નોંધાયા હતા. જેની સામમે 106 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement