શોધખોળ કરો

નીતિન પટેલે લીધો કોરોનાની રસીનો બીજો ડોઝ, રાજકીય કાર્યક્રમોને લઈને શું આપ્યું મોટું નિવેદન?

અનેક તકેદારી રાખવા છતાં સોશ્યલ ડિસ્ટન્સ નથી જળવાતું. વેકસીનનો બીજો ડોઝ લેવા આવેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એ વાતનો સ્વીકાર કર્યો કે કોઈ પણ પક્ષના રાજકીય કાર્યક્રમમાં સોશ્યલ ડિસ્ટન્સ જળવાતું નથી.

અમદાવાદઃ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વેકસીનનો બીજો ડોઝ લીધો છે.  પ્રથમ ડોઝ બાદ આજે નીતિન પટેલે બીજો ડોઝ લીધો હતો. પ્રથમ ડોઝ 5 માર્ચના રોજ લીધો હતો. 24 એપ્રિલના રોજ નીતિન પટેલ કોરોના સંક્રમિત થયા હતા. તબીબોની સલાહ બાદ આજે  વેકસીનનો બીજો ડોઝ લીધો હતો. 

રાજકીય કાર્યક્રમમાં સોશ્યલ ડિસ્ટન્સ ન જળવાતું હોવાનો નાયબ મુખ્યમંત્રીનો સ્વીકાર કરતાં કહ્યું હતું કે, અનેક તકેદારી રાખવા છતાં સોશ્યલ ડિસ્ટન્સ નથી જળવાતું. વેકસીનનો બીજો ડોઝ લેવા આવેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એ વાતનો સ્વીકાર કર્યો કે કોઈ પણ પક્ષના રાજકીય કાર્યક્રમમાં સોશ્યલ ડિસ્ટન્સ જળવાતું નથી.

સરકારની 5 વર્ષની ઉજવણી દરમિયાન મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી તરીકે અમે પણ એ બાબતનું ધ્યાન રાખ્યું હતું કે સોશ્યલ ડિસ્ટન્સ જળવાય, જે બાદ છેલ્લા અનેક સમયથી સોશ્યલ ડિસ્ટન્સ જળવાતું નથી તે નિંદનીય બાબત છે. કોરોના પૂર્ણ થયા બાદ જનરલ OPDમાં પણ વધારો થયો છે. મંદિર પણ હાલ શ્રાવણ માસમાં શરૂ કરવામાં આવ્યા છે. ત્યાં પણ તમામ તકેદારી રાખવામાં આવી રહી છે. પાર્ટીના કાર્યકર્તાઓમાં સતત જાગૃતિ માટે પ્રદેશ અધ્યક્ષ પણ સતત ટકોર કર્યા બાદ પણ સોશ્યલ ડિસ્ટન્સ ન જળવાતું હોવાથી સરકારની ચિંતામાં વધારો કરનાર બાબત છે.

તેમણે જણાવ્યું હતું કે, આટલું માર્ગદર્શન આપ્યા બાદ હજી જે લોકો વેકસીન લેવા નથી માંગતા. ગેરમાર્ગે દોરેલા લોકો માટે સરકારનો કોઈ વાંક નથી. કોઈ પણ વ્યક્તિ માટે બહાનું ચલાવવામાં નહિ આવે. મારી વેકસીન લેવાથી સલામતી વધી છે. બીજા કાર્યકર્તાઓ અને કર્મચારીઓ ઓફિસમાં મળે તો તેમની સલામતી વધે છે.
-
રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં વેકસીન આપવાનું કામ ચાલી રહ્યું છે. દરરોજ 6 લાખ લોકોને ડોઝ અપાઈ રહ્યા છે. ગુજરાતમાં કાલે દેશમાં અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. આપણે 4 કરોડ લોકોને વેકસીનના પહેલા અને બીજા ડોઝ અપાયા છે. આરોગ્યવિભાગના તમામ સ્ટાફને અભિનંદન આપું છું. વેકસીનેશનનું કામ સતત રજા વગર કરવામાં આવ્યું છે. 2500 સેન્ટર ઉપર વેકસીન આપવામાં આવી રહી છે. રાજ્ય સરકાર પણ ભારત સરકાર દ્વારા વધુ જથ્થો મળે તેના માટે પ્રયત્નશીલ છે. મનસુખ માંડવીયાને હું પણ વિનંતી કરું છું કે વધુમાં વધુ ડોઝ મળે.

સરેરાશ છ લાખ ડોઝ આવે છે અને જુદા જુદ નાગરિકોને ડોઝ આપવામાં આવી રહ્યા છે. દસ લાખની વસ્તીએ ગુજરાત પ્રથમ ક્રમ ઉપર છે. કેરળ જેવા રાજ્યમાં 25000 કેસ આવી રહ્યા છે. ગુજરાતમાં ફક્ત 20 થી 25 કેસ આવી રહ્યા છે. જનરલ OPD અને ઓપરેશન મુલતવી રાખ્યા હતા. કોરોનાની સ્થિતિ થાળે પડતા ગુજરાતમાં સરકારી હોસ્પિટલમાં હજારોની સંખ્યામાં અલગ અલગ રોગની સારવાર માટે આવે છે. સોલા સિવિલમાં હોસ્પિટલમાં રોજના 1500 થી 2000 દર્દીઓ જનરલ OPD માં આવી રહ્યા છે. કોવિડ વખતે જે દર્દીઓની સારવાર બંધ થઈ હતી. દર્દીઓનો વિશ્વાસ વધ્યો છે. CHC અને જિલ્લા કક્ષાની હોસ્પિટલમાં હજારોની સંખ્યામાં સારવાર માટે આવે છે. યુ.એન.મહેતા,કેન્સર હોસ્પિટલમાં અપાતી સારવાર પુનઃ શરૂ થયા છે.

મોટાભાગે અમે કાળજી રાખીએ છે. સરકારી કાર્યક્રમમાં સીએમ અને હું પોતે પાંચ વર્ષની ઉજવણીમાં અમે સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કર્યું. જ્યાં બીજા કાર્યક્રમ હોય ત્યાં થોડી કાળજી જરૂરી છે. અમારા ધ્યાનમાં પણ આવ્યું છે. અમારા પરદેશ અધ્યક્ષ પણ સતત કહે છે.  કાર્યકર્તાઓ અને શુભેચ્છકો મોટી સનખ્યામાં આવતા નિયમોનું પાલન થતું નથી અમે સ્વીકારીએ છે. શ્રાવણ મહિનો ચાલુ છે. પ્રથમ સોમવારે હું પણ ગયો તમામ મંદિરમાં પાલન થઈ રહ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GT vs PBKS: હારેલી મેચમાં પંજાબ કિંગ્સની જીત થઈ, Vijaykumar Vyshak એ પલટી મેચ
GT vs PBKS: હારેલી મેચમાં પંજાબ કિંગ્સની જીત થઈ, Vijaykumar Vyshak એ પલટી મેચ
EPFO ને લઈ મોટા સમાચાર! ATM ભૂલી જાવ...હવે UPI દ્વારા એક મિનિટમાં મળશે PFના પૈસા  
EPFO ને લઈ મોટા સમાચાર! ATM ભૂલી જાવ...હવે UPI દ્વારા એક મિનિટમાં મળશે PFના પૈસા  
Facebook Instagram Down: ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ થયા ડાઉન, યૂઝર્સ પરેશાન
Facebook Instagram Down: ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ થયા ડાઉન, યૂઝર્સ પરેશાન
દિલ્હી બજેટમાં મોટી જાહેરાત, આ મહિલાઓને મળશે 21000 રુપિયા, જાણો આ યોજના વિશે 
દિલ્હી બજેટમાં મોટી જાહેરાત, આ મહિલાઓને મળશે 21000 રુપિયા, જાણો આ યોજના વિશે 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ બાખડ્યા બાબુ  અને નેતા?Hun To Bolish : હું તો બોલીશ : સુરેન્દ્રનગરનો કાલા પથ્થરAhmedabad Police VIDEO: DGPના આદેશ વચ્ચે અમદાવાદ પોલીસની લાપરવાહીનો પર્દાફાશGujarat Vidhan Sabha: વિક્રમ ઠાકોરની નારાજગી બાદ સરકારનો નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GT vs PBKS: હારેલી મેચમાં પંજાબ કિંગ્સની જીત થઈ, Vijaykumar Vyshak એ પલટી મેચ
GT vs PBKS: હારેલી મેચમાં પંજાબ કિંગ્સની જીત થઈ, Vijaykumar Vyshak એ પલટી મેચ
EPFO ને લઈ મોટા સમાચાર! ATM ભૂલી જાવ...હવે UPI દ્વારા એક મિનિટમાં મળશે PFના પૈસા  
EPFO ને લઈ મોટા સમાચાર! ATM ભૂલી જાવ...હવે UPI દ્વારા એક મિનિટમાં મળશે PFના પૈસા  
Facebook Instagram Down: ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ થયા ડાઉન, યૂઝર્સ પરેશાન
Facebook Instagram Down: ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ થયા ડાઉન, યૂઝર્સ પરેશાન
દિલ્હી બજેટમાં મોટી જાહેરાત, આ મહિલાઓને મળશે 21000 રુપિયા, જાણો આ યોજના વિશે 
દિલ્હી બજેટમાં મોટી જાહેરાત, આ મહિલાઓને મળશે 21000 રુપિયા, જાણો આ યોજના વિશે 
જિયો યૂઝર્સને પડી જશે મોજ, 200 દિવસ માટે રિચાર્જ અને ફ્રી કોલિંગનું ટેન્શન ખતમ 
જિયો યૂઝર્સને પડી જશે મોજ, 200 દિવસ માટે રિચાર્જ અને ફ્રી કોલિંગનું ટેન્શન ખતમ 
Vikram Thakor: વિક્રમ ઠાકોરને સરકારનું આમંત્રણ, 300 કલાકારોને 27-28 માર્ચે સરકાર ગૃહમાં કરશે સન્માનિત
Vikram Thakor: વિક્રમ ઠાકોરને સરકારનું આમંત્રણ, 300 કલાકારોને 27-28 માર્ચે સરકાર ગૃહમાં કરશે સન્માનિત
આરોગ્યકર્મીના આંદોલનનો આજે 9મો દિવસ, સરકાર સામે બાયો ચઢાવનાર  700થી વધુ કર્મીઓને કરાયા છુટ્ટા
આરોગ્યકર્મીના આંદોલનનો આજે 9મો દિવસ, સરકાર સામે બાયો ચઢાવનાર 700થી વધુ કર્મીઓને કરાયા છુટ્ટા
Weather forecast: રાજ્ય પર તોડાઇ રહયું છે માવઠાનું સંકટ, આ જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી
Weather forecast: રાજ્ય પર તોડાઇ રહયું છે માવઠાનું સંકટ, આ જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી
Embed widget