Gujarat Election 2022 : પુત્ર પછી પિતા શંકરસિંહ પણ ગમે ત્યારે કરી શકે છે કોંગ્રેસમાં ઘરવાપસી
પુત્ર મહેન્દ્રસિંહ બાદ પિતા શંકરસિંહ વાઘેલા પણ કોંગ્રેસમાં ઘરવાપસી કરી શકે છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ શંકરસિંહ વાઘેલા સાથે બેઠક કરી હતી.
Gujarat Election 2022 : પુત્ર મહેન્દ્રસિંહ બાદ પિતા શંકરસિંહ વાઘેલા પણ કોંગ્રેસમાં ઘરવાપસી કરી શકે છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ શંકરસિંહ વાઘેલા સાથે બેઠક કરી હતી. બાપુના નિવાસસ્થાન વસંત વિહારમાં પ્રભારી રઘુ શર્માએ બેઠક કરી. બાપુ અને કોંગ્રેસ નેતૃત્વ વચ્ચે જગદીશ ઠાકોર સેતુનું કામ કરી રહ્યા છે. જોકે, હજુ ચોક્કસ નિર્ણય નથી લેવાયો. બાપુ કોંગ્રેસમાં જોડાવા આતુર, નેતૃત્વ હા પડતાની સાથે બાપુ કોંગ્રેસમાં જોડાશે.
Gujarat Election 2022: બાપુના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાની ઘરવાપસી, ફરીથી કોંગ્રેસમાં જોડાયા, જાણો ક્યાંથી લડશે ચૂંટણી ?
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ રાજકીય ગરમાવો વધી રહ્યો છે. ગુજરાતમાં ભાજપ ઉપરાંત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પુરજોશમાં પ્રચાર કરી રહી છે. આ બધાની વચ્ચે સંભવિત ઉમેદવારો અને દાવેદારો પણ મેદાનમાં ગયા છે. હવે પૂર્વ મુખ્યમંત્રી અને ગુજરાતના કદાવર નેતા શંકરસિંહ વાઘેલાના પુત્ર અને પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલા ફરીથી એકવાર કોંગ્રેસમાં જોડાઇ ગયા છે. મહેન્દ્રસિંહ વાઘેલા કોંગ્રેસમાંથી વિધાનસભાની ચૂંટણી લડશે.
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની પ્રેસ કૉન્ફરન્સ
આજે બપોરે 12 વાગે કોંગ્રેસના પ્રદેસ પ્રમુખ જગદીશ ઠાકોરે પ્રેસ કૉન્ફરન્સ કરી હતી, તે સમયે તેમને જાણકારી આપી કે પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય ફરીથી કોંગ્રેસમાં જોડાયા છે. જગદીશ ઠાકોરે મહેન્દ્રસિંહ વાઘેલાને કોંગ્રેસનો ખેસ પહેરાવીને વિધિવત રીતે કોંગ્રેસમાં આવકાર્યા હતા.
મહેન્દ્રસિંહ વાઘેલા ફરી એકવાર કોંગ્રેસ સાથે
પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલા ફરી એકવાર કોંગ્રેસમાં જોડાઇ ગયા છે, અને સમાચાર પ્રમાણે બાયડ કે ગાંધીનગર ઉત્તર વિધાનસભા પરથી કોંગ્રેસની ટિકીટ પર ચૂંટણી લડી શકે છે.
ઉલ્લેખનીય છે કે, મહેન્દ્રસિંહ વાઘેલા પહેલા કોંગ્રેસમાં હતા અને ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા હતા, પરંતુ બાદમાં ભાજપ સાથે જોડાઇ ગયા હતા, જોકે રાજ્યસભાની ચૂંટણીના સમયે તેમને ફરીથી પાછુ ભાજપમાંથી રાજીનામુ ધરી દીધુ હતુ, અને નિષ્ક્રિય થઇ ગયા હતા. હવે વિધાનસભાની ચૂંટણી સામે છે ત્યારે ફરી રાજકારાણમાં એક્ટિવ થઇ રહ્યા છે.
રાજકીય કેરિયરની વાત કરીએ તો, મહેન્દ્રસિંહ વાઘેલા આ પહેલા કોંગ્રેસના ધારાસભ્યા રહ્યાં હતા, વર્ષ 2007માં માલપુર-મેઘરજ બેઠક પરથી તેઓ ધારાસભ્ય રહ્યાં હતા, બાદમાં વર્ષ 2012થી 2017 સુધી બાયડ વિધાનસભાના ધારાસભ્ય રહ્યાં હતા.