ગુજરાત સરકારના મંત્રીઓ ખર્ચ ઘટાડવા ઈલેક્ટ્રિક કાર વાપરશે ? જાણો રૂપાણીએ શું આપ્યો જવાબ ?
મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, હજુ તો પોલિસી નક્કી કરી છે. આગળ જોઈશું શુ કરી શકાય. હાલ સરકારી વાહનો પર નિર્ણય નથી. પહેલા લોકો વપરાશ કરે બાદમા સરકારી વાહનો પર ઉપયોગ કરવાનો સરકાર વિચાર કરશે. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકાર પરિષદમાં આ પોલીસીની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં આ પ્રકારની પોલિસી બનાવનાર પ્રથમ સ્ટેટ છે. આગામી દિવસોમાં ઇલેક્ટ્રિક વ્હિકલ વાપરતા થાય તે અંગે પોલિસી જાહેર કરશે.
ગાંધીનગરઃ આજે ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઇલેક્ટ્રિક વ્હીકલ પોલીસી જાહેર કરી છે. ગુજરાતમાં ઇલેક્ટ્રિક કાર ખરીદવા પર સરકારે દોઢ લાખ રૂપિયાની સબ્સિડી આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત ઇલેક્ટ્રિક બાઇકની ખરીદી પર 20 હજાર રૂપિયાની સબ્સિડી આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે. ત્યારે પત્રકાર પરીષદમાં મુખ્યમંત્રી રૂપાણીને મંત્રીઓ-સરકારી અધિકારીઓ ઇલેક્ટ્રિક વ્હીકલ યુઝ કરે તે અંગે પ્રશ્ન પૂછાયો હતો. જોકે, મુખ્યમંત્રી રૂપાણીએ આ અંગે ગોળ ગોળ જવાબ આપ્યો હતો.
મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, હજુ તો પોલિસી નક્કી કરી છે. આગળ જોઈશું શુ કરી શકાય. હાલ સરકારી વાહનો પર નિર્ણય નથી. પહેલા લોકો વપરાશ કરે બાદમા સરકારી વાહનો પર ઉપયોગ કરવાનો સરકાર વિચાર કરશે. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકાર પરિષદમાં આ પોલીસીની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં આ પ્રકારની પોલિસી બનાવનાર પ્રથમ સ્ટેટ છે. આગામી દિવસોમાં ઇલેક્ટ્રિક વ્હિકલ વાપરતા થાય તે અંગે પોલિસી જાહેર કરશે.
આ પોલિસી આવનારા 4 વર્ષ માટે અમલ રહેશે. ઇલેક્ટ્રિક વ્હીકલ લોકો વધુ વાપરતા થાય તે હેતુ છે. 2, 3 અને 4 વ્હીલરનો આ પોલિસીમાં સમાવેશ કરાશે. આ પોલિસીથી 6 લાખ ટન કાર્બન ઉતન્ન થતો અટકશે. તેમણે જાહેરાત કરી હતી કે, 2 વ્હીલરમાં 20 હજાર સબસિડી, 3 વ્હીલરમાં 50 હજાર સબસિડી અને 4 વ્હીલરમા 1.50 લાખ રૂપિયાની સબસિડી આપીશું.
તેમણે જણાવ્યું હતું કે, આમા ચાર્જીંગ સ્ટેશન બનાવવાં પડશે. ચાર્જીગ સ્ટેશનો પર કેપિટલ સબસિડી આપીશું. હોટેલ જેવા સ્થળો પર ચાર્જીગ સ્ટેશન બનાવવામા આવશે. 500 જગ્યા પર ગુજરાત મા ચાર્જીગ સ્ટેશન બનાવવાનું આયોજન છે. આપડી ધરણાં છે કે 1.15 લાખ સ્કૂટર 75 હજાર રીક્ષા અને 25 હજાર કાર ટૂંક સમયમાં શરૂ થાય. સબસિડી પ્રતિ કિલો વોટ પ્રમાણે આપવામા આવશે. 250 જેટલા ચરજીગ સ્ટેશન હાલ મજૂર થઁયેક છે બાકીના 250 કેટલા નવા ઉભા કરીશું.25 ટકા સબસિડી 10 લાખ ની મર્યાદામાં આપવામા આવશે.